નિલેશ વાઘેલા
મુંબઈ: શેરબજારની શરૂઆત ગુરુવારે નીરસ રહી હતી અને એવું લાગતું હતું કે આજે કદાચ મોટો કડાકો જોવા મળશે. એક તબક્કે શેરબજારનો બેન્ચમાર્કમાં લગભગ ૬૦૦ પોઇન્ટનો કડાકો બોલાયો હતો અને રોકાણકારોની સંપત્તિમાં અંદાજે રૂ. ત્રણ લાખ કરોડનું ધોવાણ થઈ ગયું હતું. જાણો અચાનક બપોરે એવું શું થયું કે શેરબજારે સત્રની નીચી સપાટીથી ફરી ઊંચી છલાંગ મારી?
ગુરુવારે મોડી બપોરના કામકાજ દરમિયાન બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી પાછા ઉછળ્યા અને ઊંચા વેપાર કરી રહ્યા હતા. ખાસ કરીને બ્લુ-ચિપ લાર્સન એન્ડ ટુબ્રો સહિતનાં બ્લુ ચિપ શેરોમાં મોટી તેજી જોવા મળી હતી
બજારના સાધનો અનુસાર આર્થિક સર્વેક્ષણમાં સુધારાઓની સંચિત અસરને કારણે આગામી નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ 6.8-7.2 ટકાની રેન્જમાં રહેવાનો અંદાજ જાહેર થતાં બજારને કરંટ મળ્યો છે.
પ્રારંભિક સત્રના તમામ આ લખાઈ રહ્યું છે ત્યારે શરૂઆતના નુકસાનને ભૂંસી નાખતા, 30-શેરવાળો BSE સેન્સેક્સ 268.58 પોઈન્ટ વધીને 82,613.26 પર પહોંચી ગyo હતો અને 50-શેરવાળો NSE નિફ્ટી 88.65 પોઈન્ટ વધીને 25,431.40 પર પહોંચી ગયો હતો. આમ ઊંચી સપાટી સામે આ લગભગ ૯૦૦ પોઇન્ટ જેવો ઉછાળો ગણી શકાય.
સેન્સેક્સમાંના લાર્સન એન્ડ ટ્યુબ્રીની ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં કામગીરીમાંથી મળેલી સંયુક્ત આવક 10 ટકા વધીને રૂ. 71,450 કરોડ થઈ ગઈ, જે એક વર્ષ પહેલાના સમયગાળામાં રૂ. 64,668 કરોડ હતી.
દરમિયાન અર્થતંત્ર સાબૂત હોવાના સાકરના સંકેતની બજારના માણસ પર અસર થઈ હતી. ગુરુવારે આર્થિક સર્વેક્ષણમાં સુધારાઓની સંચિત અસરને કારણે આગામી નાણાકીય વર્ષ માટે GDP વૃદ્ધિ 6.8-7.2 ટકાની રેન્જમાં રહેવાનો અંદાજ રજૂ કરાયો છે, અને કહેવામાં આવ્યું છે કે અર્થતંત્ર સ્થિર સ્તરે છે.
જોકે આ અંદાજ ચાલુ નાણાકીય વર્ષમાં 7.4 ટકાના અંદાજ કરતાં થોડો ઓછો છે અને રૂપિયાનું અવમૂલ્યન ચિંતાજનક છે. સરકારે જોકે આ બાબતે અલગ સ્પષ્ટીકરણ કર્યું છે.
તાજેતરના મહિનાઓમાં સ્થાનિક ચલણમાં ભારે ઘટાડો થવા વચ્ચે, આર્થિક સર્વેક્ષણ 2025-26 માં કહેવામાં આવ્યું છે કે રૂપિયાનું મૂલ્યાંકન ભારતના શાનદાર આર્થિક મૂળભૂત સિદ્ધાંતોને સચોટ રીતે પ્રતિબિંબિત કરતું નથી અને રૂપિયો તેના વજનથી નીચે આવી રહ્યો છે.