Thu Jan 29 2026

Logo

White Logo

ખડગે, રાહુલ, પ્રિયંકા અને મમતા બેનર્જીએ અજિત પવારને શ્રદ્ધાંજલિ પાઠવી...

1 day ago
Author: Savan Zalariya
Video

આજે બારામતીમાં બનેલી વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી(NCP)ના વડા અજીત પવારનું અકાળે અવસાન નીપજ્યું. અજીત પાવારના અવસાનને કારણે રાષ્ટ્રીય રાજકરણમાં શોકની લાગણી છે.

વિરોધ પક્ષના નેતાઓ અજીત પવારને શ્રદ્ધાંજલિ પાઠવી રહ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, લોક સભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ સંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે.

લોકસભામાં વિરોધ પક્ષના સાંસદ રાહુલ ગાંધીએ X પર એક એક પોસ્ટમાં લખ્યું, “મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન શ્રી અજિત પવારજી અને તેમના સાથી મુસાફરોના એક વિમાન અકસ્માતમાં નિધનના સમાચાર ખૂબ જ હૃદયદ્રાવક છે. દુઃખની આ ઘડીમાં, હું મહારાષ્ટ્રના લોકો સાથે છું. આ દુ:ખની ઘડીમાં હું સમગ્ર પવાર પરિવાર અને તેમના પ્રિયજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું.”

ખડગેએ શું કહ્યું?
કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ X પરની એક પોસ્ટમાં આ ઘટનાને ખૂબ જ આઘાતજનક ગણાવી.

ખડગેએ લખ્યું, "એક એવા નેતાનું અકાળે અવસાન છે જેઓ આગળ લાંબી અને આશાસ્પદ રાજકીય કારકિર્દી ધરવતા હતાં. આ મુશ્કેલ સમયમાં શોકગ્રસ્ત પરિવાર અપાર દુઃખમાંથી પસાર થઇ રહ્યો હશે, જે શબ્દોમાં વ્યક્ત કરવો મુશ્કેલ છે. હું સમગ્ર પવાર પરિવાર, તેમના સમર્થકો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદના વ્યક્ત કરું છું.”

અજીત પવારની સિદ્ધિઓઓનું ગણાવતા ખડગેએ લખ્યું, “અજિત પવારે વિવિધ બંધારણીય હોદ્દાઓ પર મહારાષ્ટ્રના લોકોની સેવા કરી હતી, તેમને હંમેશા એક અનુભવી રાજકારણી તરીકે યાદ કરવામાં આવશે જેમણે લોકો પ્રત્યેની જવાબદારીઓ ઇમાનદારી નિભાવી હતી."

પ્રિયંકા ગાંધી વાડ્રા દુઃખ વ્યક્ત કર્યું: 
કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધી વાડ્રાએ એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા કહ્યું, "આ ખૂબ જ દુઃખદ સમાચાર છે. અમારા તરફથી પવાર પરિવાર અને તેમના તમામ સમર્થકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરીએ છીએ. મેં સુપ્રિયાજી અને અજિત પવારના પત્ની સાથે પણ વાત કરી છે."

મમતા બેનર્જી આઘાતમાં:
પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બનર્જીએ અજિત પવારન શ્રદ્ધાંજલિ પાઠવી છે, તેમણે એક X પોસ્ટમાં લખ્યું, “અજીત પવારના અચાનક અવસાનથી ખૂબ જ આઘાતમાં છું! મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અને તેમના સહ-યાત્રીઓનું આજે સવારે બારામતી ખાતે બનેલી વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું, તેમના કાકા શરદ પવારજી સહિત તેમના પરિવાર અને સ્વર્ગસ્થ અજિતજીના તમામ મિત્રો અને સર્મથકો પ્રત્યે મારી સંવેદના. આ ઘટનાની યોગ્ય તપાસ થવી જોઈએ.”