Thu Jan 29 2026

Logo

White Logo

અજિત પવારનું અવસાન: વડાપ્રધાન મોદીએ ફડણવીસ સાથે કરી વાત, પ્રિયંકા ચતુર્વેદીએ શોક વ્યક્ત કર્યો...

1 day ago
Author: Savan Zalariya
Video

બારામતી: આજે સવારે બારામતીમાં વિમાન દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાયબ મુખ્ય અજીત પવાર મૃત્યુ નીપજ્યું છે. ઘટનાની જાણ થતા અજિત પવારની પિતરાઈ બહેન સુપ્રિયા સુલે સહીત અન્ય પરિવારજનો બારામતી માટે રવાના થયા છે.

અહેવાલ મુજબ વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે બારામતી વિમાન દુર્ઘટના અંગે વિગતો જાણકારી મેળવવા મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ સાથે ફોન પર વાત કરી હતી.

અજીત પવારના અવસાન અંગે શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ શોક વ્યક્ત કર્યો છે.  પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, "આ સમાચાર ખૂબ જ આઘાતજનક, પીડાદાયક અને હૃદયદ્રાવક છે. અમારી વચ્ચે ઘણાંમતભેદો હતા, પણ અમે સાથે કામ કર્યું છે. તેઓ એક પ્રતિબદ્ધ માણસ હતા, તેઓ પોતાના કામ માટે અડગ રહેતા હતાં.” 

પ્રિયંકા ચતુર્વેદીએ કહ્યું, “હું પવાર સાહેબ, સુપ્રિયા જી, સુનેત્રા જી, પાર્થ અને જય પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરું છું. હું બારામતીના લાખો અને કરોડો લોકો પ્રત્યે પણ સહાનુભૂતિ વ્યક્ત કરું છું...તેમનુંઆ રીતે ચાલ્યા જવું ખૂબ જ દુઃખદાયક છે..."