Thu Jan 29 2026

Logo

White Logo

ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં: હોસ્ટેલના ધાબા પરથી દારૂની ખાલી બોટલો મળી આવતા ચકચાર

1 day ago
Author: Vimal Prajapati
Video

અમદાવાદઃ ગુજરાત યુનિવર્સિટી અનેક વખત વિવાદમાં આવતી રહે છે. ફરી દારૂની બોટલ મળી આવી છે. જેના કારણે વિવાદ શરૂ થયો છે. યુનિવર્સિટીમાં આ પહેલા પણ ગાંજાના છોડ, સફાઈ કરતા દારૂની બોટલ મળી આવી હતી. હવે ફરી હોસ્ટેલના ધાબા પરથી અને તેની પાછળના ભાગમાંથી અનેક દારૂની બોટલો મળી આવી છે. જોકે, આ બોટલો આવી ક્યાંથી? ગુજરાત યુનિવર્સિટીમાં બેસીનો કોણ દારૂની પાર્ટી કરે છે? આવા અનેક પ્રશ્નો અત્યારે વિદ્યાર્થીઓમાં થઈ રહ્યાં છે. 

યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દારૂ પીવે છે?

સૂત્રોના જણાવ્યાં પ્રમાણે ગુજરાત યુનિવર્સિટીની ત્રણ સિક્યુરિટી એજન્સી ડોકસન, સલામતી અને શક્તિ સિક્યુરિટી કંપની હોવા છતાં પણ કેમ્પસમાં દારૂ કેવી રીતે આવી રહ્યો છે? શું યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ દારૂ પીવે છે? કે પછી કોઈ બારથી આવીને પી જાય છે? અથવા તો શું ગુજરાત યુનિવર્સિટીના કેમ્પસમાં દારૂના બોટલો નાખીને ગુજરાત યુનિવર્સિટીને બદનામ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જો કે, પ્રશ્ન તો એ છે કે, આ દારૂની બોતલો આવી ક્યાંથી? આ મામલે ગુજરાત યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવશે? 

યુનિવર્સિટીમાંથી વિદ્યાર્થીઓ ભણવા માટે આવે છે કે, દારૂના પાર્ટીઓ કરવા માટે? આવા પ્રશ્ન વાલીઓને પણ થઈ રહ્યાં છે, કારણ કે આવું પહેલી વખત નથી બન્યું. આ પહેલા પણ અહીંથી ગાંજાના છોડ મળી આવેલી છે. ગુજરાત યુનિવર્સિટી હવે વિવાદ યુનિવર્સિટી બની રહી છે. છાશવારે કોઈ એક નવો વિવાદ પ્રકાશમાં આવે છે. પરંતુ તત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. મૂળ વાત તો એ છે કે ગુજરાત યુનિવર્સિટીનું તંત્ર ખૂદ પણ વિવાદમાં આવતું રહે છે. હવે આ મુદ્દે NSUI Gujarat એ પણ સોશિયલ મીડિયામાં પોસ્ટ કરીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.