Thu Jan 29 2026

Logo

White Logo

પાકિસ્તાનની આંતરરાષ્ટ્રીય ફજેતી! સંરક્ષણ પ્રધાને જેનું ઉદ્ઘાટન કર્યું એ Pizza Hut  આઉટલેટ નકલી નીકળ્યું...

sialkot   1 week ago
Author: Savan Zalariya
Video

Pakistan Defence Minister Khawaja Asif


સિયાલકોટ: પાકિસ્તાન ફરી એક વાર દુનિયાની નજરમાં હાંસીને પાત્ર બન્યું છે. મંગળવારે પાકિસ્તાનનાં સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફે સિયાલકોટ શહેરમાં જાણીતી યુએસ પિઝા ફ્રેન્ચાઇઝી પિઝા હટના નવા આઉટલેટનું રિબન કાપીને ઉદ્ઘાટન કર્યું, ત્યાર બાદ જાણવા મળ્યું કે આ પિઝા હટ આઉટલેટ નકલી છે. 

પિઝા હટ પાકિસ્તાને સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરીને જણાવ્યું કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું એ   આઉટલેટ અનધિકૃત છે. કંપનીએ આરોપ લગાવ્યો કે બ્રાન્ડના નામ અને ઓળખનો ખોટી રીતે ઉપયોગ કરવામ આવ્યો છે.

પિઝા હટે કરી સ્પષ્ટતા: 
પિઝા હટ પાકિસ્તાને નિવેદનમાં લખ્યું, "પિઝા હટ પાકિસ્તાન તેના મૂલ્યવાન ગ્રાહકોને જાણ કરવા ઈચ્છે છે  કે સિયાલકોટ કેન્ટોનમેન્ટમાં પિઝા હટના નામ અને બ્રાન્ડિંગનો ખોટી રીતે ઉપયોગ કરીને એક અનધિકૃત આઉટલેટ ખોલવામાં આવ્યું છે. આ આઉટલેટ સાથે પિઝા હટ પાકિસ્તાન કે યમ બ્રાન્ડના કોઈ સંબંધ નથી. તેમાં પિઝા હટની આંતરરાષ્ટ્રીય કક્ષાની રેસેપી, ક્વોલીટી પ્રોટોકોલ, ફૂડ એન્ડ સેફટી સ્ટાન્ડર્ડ જાળવવામાં આવતા નથી."

પિઝા હટ પાકિસ્તાને તેમને તેના ટ્રેડમાર્કના દુરુપયોગને અટકાવવા માટે તંત્ર સમક્ષ ફરિયાદ કરી છે, અને તુરંત જરૂરી પગલા ભરવાની માંગ કરી છે.

ખ્વાજા આસિફ હાંસીને પાત્ર:
યાલકોટના આઉટલેટમાં પિઝા હટનો જાણીતાં લાલ કલરના લોગોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.  જોકે, સોશિયલ મીડિયા યુઝર્સે તરત જ ધ્યાન દોર્યું હતું કે પિઝા હટ પાકિસ્તાનની સત્તાવાર સ્ટોર યાદીમાં  સિયાલકોટનું નામ જ નથી.

પાકિસ્તાન મુસ્લિમ લીગ-નવાઝના વરિષ્ઠ નેતા અને સંરક્ષણ પ્રધાન ખ્વાજા આસિફ નકલી પિઝા હટ આઉટલેટની રીબિન કાપતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા વાયરલ થઇ રહી છે, યુઝર્સ મિમ્સ બનાવીને ખ્વાજા આસિફની મજાક ઉડાવી રહ્યા છે.