મેષ:
મેષ રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો સારો રહેશે. આજે તમને એક પછી એક લાભની તક મળતાં તમારું મન પ્રસન્ન રહેશે. વિદેશ જઈને ભણવા માંગતા વિદ્યાર્થીની ઈચ્છા આજે પૂરી થઈ રહી છે. આજે ચંદ્ર તમારી જ રાશિમાં હોવાથી માનસિક સ્ફૂર્તિ અને આત્મવિશ્વાસ વધશે. અટકેલા સરકારી કામોમાં સફળતા મળી શકે છે અને વ્યવસાયિક નિર્ણયો લેવા માટે આજનો દિવસ શ્રેષ્ઠ છે. જીવનસાથી સાથે મધુરતા વધશે, પરંતુ ઉતાવળમાં આવીને કોઈને વચન આપવું નહીં. નાણાકીય રોકાણ માટે દિવસ અનુકૂળ છે, જોકે આકસ્મિક ખર્ચાઓ પર થોડો કાબૂ રાખવો પડશે.
વૃષભ:
વૃષભ રાશિના જાતકો માટે આજનો દિવસ શુભ અને સકારાત્મક પરિવર્તન લઈને આવી રહ્યો છે. ભાઈ-બહેન સાથે કોઈ મુદ્દે વાદ-વિવાદ ચાલી રહ્યો હશે તો આજે એનો ઉકેલ આવી રહ્યો છે. આ રાશિના જાતકો માટે આજનો દિવસ થોડો દોડધામભર્યો રહી શકે છે. શુક્ર તમારી રાશિ તરફ આગળ વધી રહ્યો છે, જે ભૌતિક સુખ-સુવિધાઓ વધારશે, પણ આજે બિનજરૂરી ખર્ચથી બચવું. વિદેશ સંબંધિત કાર્યોમાં સફળતા મળવાની શક્યતા છે. શારીરિક થાક અનુભવાય તો આરામ કરવો, કારણ કે વધુ પડતો શ્રમ સ્વાસ્થ્ય બગાડી શકે છે. જીવનસાથી સાથે કોઈ મુદ્દે આજે થોડો મતભેદ થઈ શકે છે.
મિથુન:
મિથુન રાશિના જાતકો માટે આજનો દિવસ કોઈ પણ નિર્ણય ખૂબ જ સમજી વિચારીને લેવાનો રહેશે, નહીં તો નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે. આવકના સ્ત્રોતમાં વધારો થશે અને જૂના મિત્રો સાથેની મુલાકાત મન પ્રફુલ્લિત કરશે. વેપારીઓ માટે આર્થિક લાભનો ઉત્તમ યોગ છે, અને નવી યોજનાઓ અમલમાં મૂકવા માટે દિવસ સાથ આપશે. પરિવારમાં કોઈ માંગલિક પ્રસંગની ચર્ચા થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં ગેરસમજ દૂર થશે અને તમે સાથી સાથે સુખદ પળ વિતાવશો. લોહીના સંબંધોમાં આજે મજબૂતી આવી રહી છે. બિઝનેસના કામ માટે આજે તમારે કોઈ જગ્યાએ બહાર જવું પડી શકે છે.
કર્ક:
કર્ક રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. જીવનસાથી સાથે કોઈ જગ્યાએ શોપિંગ પર જવાનું પ્લાનિંગ કરશો. આજે તમે મિત્રો સાથે મોજ-મસ્તીનો પ્લાન ગોઠવશો. કાર્યક્ષેત્રમાં તમારી મહેનતની પ્રશંસા થશે અને ઉપરી અધિકારીઓનો સહયોગ મળશે. પ્રોપર્ટી કે વાહન ખરીદવાના યોગ બની રહ્યા છે, જેનાથી પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે અને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી તમને સોંપાઈ શકે છે. સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ બહારનું ખાવા-પીવામાં સંયમ રાખવો.
સિંહ:
સિંહ રાશિ જાતકોને આજે ભાગ્યનો પૂરો સાથ મળવાથી અટકી પડેલાં કામો પૂર્ણ થશે. ધાર્મિક યાત્રા કે પરોપકારના કાર્યોમાં તમારી રુચિ વધશે, જે માનસિક શાંતિ પ્રદાન કરશે. વિદ્યાર્થીઓ માટે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવા માટેનો સારો દિવસ છે. વ્યવસાયિક દ્રષ્ટિએ આજે મોટું રોકાણ ન કરવાની સલાહ છે. પિતાના આશીર્વાદ અને માર્ગદર્શનથી કોઈ જટિલ સમસ્યાનો ઉકેલ આવશે. સ્વાસ્થ્ય માટે આજે તમારે તમારી દિનચર્યામાં યોગ, પ્રાણાયમનો સમાવેશ કરવો પડશે. આજે બહારનું કંઈ પણ ખાવાનું ટાળો, નહીં તો પેટ સંબંધિત સમસ્યા સતાવી શકે છે. આજે કોઈ વાતને લઈને તમારું મન થોડું ઉદાસ રહેશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકોને આજે આખા દિવસમાં એક પછી એક સારા સમાચાર સાંભળવા મળશે. આજે તમારે સ્વાસ્થ્ય અને વાહન ચલાવતી વખતે ખાસ સાવધાની રાખવી પડશે. કોઈ અજાણી વ્યક્તિ પર ભરોસો ન કરવો, નહીં તો આર્થિક નુકસાન થઈ શકે છે. માનસિક ચિંતા અને તણાવ વધવાની શક્યતા છે, તેથી યોગ અને ધ્યાનનો સહારો લેવો. અચાનક કોઈ સમસ્યા આવી શકે છે, પરંતુ ધીરજથી કામ લેશો તો પરિસ્થિતિ કાબૂમાં આવશે. ઘર-પરિવારના લોકો સાથે આજે તમે હસી-ખુશી સમય પસાર કરશો. સંતાન આજે તમારી પાસે કોઈ વસ્તુની માગણી કરી શકે છે અને તમે એની એ માગણી ચોક્કસ પૂરી કરશો.
તુલા:
તુલા રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર લાભની તક લઈને આવી રહ્યો છે. દાંપત્ય જીવનમાં ખુશીઓનો સંચાર થશે અને પાર્ટનર સાથેની નિકટતા વધશે. વેપારમાં નવી ભાગીદારી ફાયદાકારક સાબિત થઈ શકે છે. લાંબા સમયથી ચાલી રહેલા વિવાદોનો અંત આવશે અને સમાધાનકારી વલણ અપનાવશો. સામાજિક કાર્યોમાં તમારી સક્રિયતા વધશે. સાંજના સમયે મિત્રો સાથે હળવી પળો વિતાવવાનો મોકો મળશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે અને વાત લગ્ન સુધી પહોંચશે.
વૃશ્ચિકઃ
આ રાશિના જાતકો માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ આજે ઉત્કૃષ્ટ રહેશે. આજે કોઈ જૂના રોગોમાં રાહત મળશે અને દુશ્મનો પર તમારો વિજય થશે. કોર્ટ-કચેરીના કામોમાં સફળતા મળવાના યોગ છે. નોકરીમાં સહકર્મીઓનો સાથ મળશે, જેનાથી અધૂરા કામ સમયસર પૂરા થશે. આર્થિક રીતે દિવસ સારો રહેશે, પણ લોન લેતા પહેલા સો વાર વિચારવો. પરિવારમાં નાના ભાઈ-બહેનોનો સહયોગ તમારી મુશ્કેલી ઓછી કરશે. લાંબા સમય બાદ આજે કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થશે અને તમે એની સાથે હસી-ખુશી સમય પસાર કરશો. જીવનસાથી તમારી પાસે આજે કોઈ વસ્તુ માગી શકે છે.
ધન:
ધન રાશિના જાતકો માટે આજનો દિવસ થોડી સાવધાની અને સતર્કતા સાથે આગળ વધવાનો રહેશે. આજે પાર્ટનરશિપમાં બિઝનેસ કરતાં પહેલાં ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું પડશે. સંતાન પક્ષ તરફથી આનંદદાયક સમાચાર મળશે અને વિદ્યાર્થીઓ માટે પ્રગતિનો દિવસ છે. સર્જનાત્મક કાર્યોમાં તમારી રુચિ વધશે અને કલા જગત સાથે જોડાયેલા લોકોને મોટી તક મળી શકે છે. બૌદ્ધિક ચર્ચાઓમાં ભાગ લેવાથી જ્ઞાનમાં વૃદ્ધિ થશે. પ્રેમ સંબંધોમાં રોમાંચ વધશે. નાણાકીય દ્રષ્ટિએ કોઈ મોટું જોખમ લઈ શકાય છે. માતા-પિતાની કોઈ વાત આજે તમને ખરાબ કે ખોટી લાગી શકે છે, પણ તમે એમને કંઈ કહેશો નહીં.
મકર:
મકર રાશિના જાતકો માટે આજનો દિવસ અપરંપાર ધનલાભની તક લઈને આવી રહ્યો છે. નોકરી કરી રહેલાં જાતકોને આજે તેમના કામમાં સહકર્મચારીઓનો સંપૂર્ણ સાથ-સહકાર મળી રહ્યો છે. આજે પારિવારિક વાતાવરણ થોડું અશાંત રહી શકે છે, તેથી વાણી પર સંયમ રાખવો. જમીન-મકાન સંબંધિત દસ્તાવેજોમાં સાવધાની રાખવી. કાર્યક્ષેત્રમાં કામનું ભારણ વધુ રહેશે, જેનાથી થાક લાગશે. માતાના સ્વાસ્થ્યની કાળજી રાખવી જરૂરી છે. સાંજ પછી પરિસ્થિતિમાં સુધારો થશે અને મિત્રોની મદદથી તમે રાહત અનુભવશો. લાંબા સમય બાદ કોઈ મિત્ર સાથે મુલાકાત થશે.
કુંભ:
આજનો દિવસ કુંભ રાશિના જાતકો માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. જીવનસાથી તમારી સાથે આજે ખભેખભા મિલાવીને ચાલશે. ઘર-પરિવારમાં કોઈ શુભ કે માંગલિક કાર્યક્રમનું આયોજન થઈ શકે છે. તમારી હિંમત અને પરાક્રમમાં વધારો થશે, જેનાથી વિરોધીઓ પરાસ્ત થશે. ટૂંકા અંતરની યાત્રા લાભદાયક સાબિત થશે. ભાઈ-બહેનો સાથેના સંબંધોમાં મધુરતા આવશે અને તેમની મદદથી કોઈ મોટું કામ પતશે. નવી નોકરીની શોધમાં હોવ તો આજે સફળતા મળી શકે છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઉત્તમ છે, સ્ફૂર્તિ જળવાઈ રહેશે. સંતાનની સંગત પર આજે ખાસ ધ્યાન આપો.
મીન:
મીન રાશિના જાતકો માટે આજનો દિવસ અન્ય દિવસની સરખામણીએ થોડો મધ્યમ ફળદાયી રહેવાનો છે. આર્થિક દ્રષ્ટિએ આજનો દિવસ ખૂબ જ મજબૂત છે, અચાનક ધનલાભ થઈ શકે છે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે અને કોઈ વિશેષ ભોજનનો આનંદ માણી શકશો. તમારી મધુર વાણીથી લોકો પ્રભાવિત થશે અને અટકેલા નાણાં પરત મળી શકે છે. જૂનું રોકાણ આજે ફાયદો આપશે. આંખ અને દાંતની નાની-મોટી તકલીફોથી સાવધ રહેવું. જીવનસાથી તમારા માટે આજે કોઈ સરપ્રાઈઝ પાર્ટીનું પ્લાન કરશે. માતા-પિતા તરફથી આજે તમને આર્થિક લાભ થઈ રહ્યો છે. સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું પડશે.