Fri Apr 17 2026

Logo

યુઝવેન્દ્ર ચહલ અને શેફાલી બગ્ગા વચ્ચે શું ચાલી રહ્યું છે? અફવાઓ પર એન્કરે તોડ્યું મૌન, કહ્યું કે...

2026-04-17 20:55:14
Author: Darshana Visaria
Article Image

X


હાલમાં ક્રિકેટનો મહાકુંભ આઈપીએલ 2026 ચાલી રહી છે અને દરરોજ નવા નવા રેકોર્ડ બની રહ્યા છે અને જૂના રેકોર્ડ તૂટી રહી છે. આ બધા વચ્ચે ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર યુઝવેન્દ્ર ચહલ હાલમાં પોતાની ગેમની સાથે સાથે પર્સનલ લાઈફને કારણે પણ ચર્ચામાં આવી રહ્યો છે. ધનશ્રી વર્મા સાથેના ડિવોર્સ બાદ તેનું નામ વિવિધ છોકરીએ સાથે જોડાઈ રહ્યું છે. હવે યુઝીનું નામ અને સ્પોર્ટ્સ એન્કર શેફાલી બગ્ગા સાથે જોડાઈ રહ્યું છે. આ વિશે યુઝીએ તો નહીં પણ શેફાલીએ ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આવો જોઈએ શું કહ્યું છે શેફાલીએ તેના અને યુઝીની સંબંધો વિશે. 

સોશિયલ મીડિયા પર યુઝવેન્દ્ર ચહલ અને શેફાલી બગ્ગાના અફેયર્સની અફવાઓએ જોર પકડ્યું છે. વાત જાણે એમ છે કે હાલમાં એક એડ શૂટ અને ડિનર બાદ યુઝી અને શેફાલી એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની વાતો વહેતી થઈ હતી, જેના પર હવે શેફાલીએ મૌન તોડીને લોકોની માનસિકતા પર આકરા પ્રહારો કર્યા છે. 

શેફાલી બગ્ગાએ તાજેતરમાં એક પોડકાસ્ટમાં ચહલ સાથેના તેના સંબંધો અંગે સ્પષ્ટતા કરી છે. તેણે જણાવ્યું કે તે આ પ્રકારની વાતોથી હવે પરેશાન થઈ ગઈ છે અને તેને કોઈની પરવા નથી. શેફાલીએ જણાવ્યું હતું કે, હું આ ડેટિંગની વાતો સાંભળીને કંટાળી ગઈ છું. લોકોની વિચારધારા કેટલી સંકુચિત છે કે કોઈની સાથે ડિનર પર જવું એનો અર્થ ડેટિંગ જ કાઢવામાં આવે છે. મને અને મારા નજીકના લોકોને સત્ય ખબર છે, એટલે હવે મેં ટેન્શન લેવાનું છોડી દીધું છે.

જ્યારે તેને લગ્ન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે સ્પષ્ટ કર્યું કે તે કોઈ ક્રિકેટર સાથે લગ્ન કરવા માંગતી નથી કારણ કે એ તેનું પ્રોફેશન છે. તે પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને અલગ રાખવા માંગે છે. જોકે, તેણે ઉમેર્યું કે તેને વિરાટ કોહલી જેવો પાર્ટનર ગમશે. તેને વિરાટ અને અનુષ્કા શર્માની જોડી ખૂબ જ બેલેન્સ્ડ અને પરફેક્ટ લાગે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે યુઝવેન્દ્ર ચહલ અને ધનશ્રી વર્માએ 2025માં પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. ત્યારથી ચહલનું નામ અવારનવાર વિવિધ સેલિબ્રિટીઓ સાથે જોડવામાં આવી રહ્યું છે અને ધનશ્રીનું નામ પણ સતત કોઈને કોઈ સાથે ચર્ચાઈ રહ્યું છે.