નવી દિલ્હીઃ આઈપીએલ 2016નો 21મો મુકાબલો સનરાઈઝર્સ હૈદરાબાદ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે રમાયો હતો. જેમાં પ્રફુલ હિન્ગે અને સાકિબ હુસૈને જલવો બતાવ્યો હતો. બંનેએ 4-4 વિકેટ ઝડપી હતી. 21 વર્ષીય સાકિબે 4 ઓવરમાં 24 રન આપીને 4 વિકેટ લઈને હિન્ગેથી પણ શાનદાર પ્રદર્શન કર્યું હતું.
સાકિબે યશસ્વી જયસ્વાલ, જોફ્રા આર્ચર, તુષાર દેશપાંડે અને રવિ બિશ્નોઈને પેવેલિયન મોકલ્યા હતા. તેની ગુડ લાઈન લેન્થ સાથે સ્પીડમાં વિવિધતાએ સૌને પ્રભાવિત કર્યા હતા. 14 ડિસેમ્બક, 2004ના રોજ બિહારના ગોપાલગંજમાં જન્મેલો સાકિબ એક સાધારણ પરિવારથી આવે છે. તેની આર્થિક સ્થિતિ નબળી હતી પરંતુ સપના મોટા હતા. શરૂઆતમાં તેનું સપનું ભારતીય સેનામાં જવાનું હતું પરંતુ ઉંચાઈ અને બોલિંગ કૌશલ્યને જોઈને પરિવાર તથા કોચે ક્રિકેટમાં આગળ વધવાની સલાહ આપી હતી.
સાકિબે જ્યારે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું ત્યારે તેની પાસે સારા શૂઝ પણ નહોતા. આ સમયે તેની માતાના ઘરેણાં વેચીને શૂઝ ખરીદ્યા હતા. માતાનો ત્યાગ આજે તેની સફળતાનો પાયો બન્યો હતો. ટેનિસ બૉલથી ક્રિકેટની શરૂઆત કરનારો સાકિબ 500-700 રૂપિયા લઈને દૂર દૂર મેચ રમવા જતો હતો. ધીમે ધીમે જિલ્લા, સ્ટેટ લેવલ સુધી પહોંચ્યો.
સાકિબની પ્રતિભાને પારખીને કોલકાતા નાઈટ રાઈડર્સે આઈપીએલ 2024માં 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો પરંતુ રમવાનો મોકો મળ્યો હતો. કેકેઆરની ટીમ ત્યારે ચેમ્પિયન બની હતી અને સાકિબે પરિવાર સાથે તસવીર પણ પડાવી હતી. જે બાદ આઈપીએલ 2026ની હરાજીમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 30 લાખ રૂપિયામાં કરારબદ્ધ કર્યો હતો. નેટ્સમાં શાનદાર દેખાવ બાદ તેને ડેબ્યૂનો મોકો મળ્યો હતો અને યાદગાર બનાવી દીધો હતો.
મેચ બાદ સાકિબે સફળતાનો શ્રેય બોલિંગ કોચ વરૂણ એરોનને આપ્યો હતો. તેણણે કહ્યું, વરૂણભાઈ છેલ્લા ચાર વર્ષથી મારી સાથે કામ કરી રહ્યા છે. મારી બોલિંગમાં જે પણ સુધારો થયો છે તેમના જ કારણે થયો છે. હું મારી સફળતાનો શ્રેય તેમને આપું છું.
સાકિબે આઈપીએલ કરિયરની શરૂઆત શાનદાર રીતે કરી છે પરંતુ ભારતીય ટીમમાં સ્થાન મેળવવાનું સપનું જોવા માટે સતત સારું પ્રદર્શન કરવું પડશે. તેણે 6 ફર્સ્ટ ક્લાસ મેચ અને 13 ટી20 રમી છે. 6 ફર્સ્ટ કલાસમાં તેણે 16 વિકેટ અને ટી20માં 14 વિકેટ ઝડપી છે.