હિંદુ શાસ્ત્રમાં અખાત્રીજ એટલે કે અક્ષય તૃતિયાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. અખાત્રીજને આખા વર્ષના સાડાત્રણ મુહૂર્તમાંથી એક માનવામાં આવે છે. આ દિવસે નવી વસ્તુ, પ્રોપર્ટી, ગાડી અને સોના-ચાંદીની ખરીદી કરવાનું ખૂબ જ શુભ માનવામાં આવે છે, પરંતુ આ વખતની અક્ષયતૃતિયા થોડી ખાસ રહેવાની છે, કારણ કે આ દિવસે શુક્ર અને ચંદ્રની યુતિથી બે ખાસ યોગ રચાવવા જઈ રહ્યા છે જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે.
મુંબઈના એક જાણીતા જ્યોતિષાચાર્યના જણાવ્યા અનુસાર 19મી એપ્રિલના અક્ષય તૃતિયાના રોજ શુક્ર અને ચંદ્રની યુતિથી બે અત્યંત શુભ રાજયોગ રચાઈ રહ્યા છે. આ દિવસે બપોરે 12.30 કલાકે ચંદ્ર વૃષભ રાશિમાં પ્રવેશ કરશે અને બપોરે 3.51 કલાકે શુક્ર પણ પોતાની જ રાશિ વૃષભમાં ગોચર કરશે. આમાં શુક્ર અને ચંદ્રના પંચમહાપુરુષ યોગ પૈકીનો એક એવો માલવ્ય રાજયોગ અને કલાત્મક રાજયોગ બનશે. જેને કારણે કેટલીક રાશિના જાતકો માટે અચ્છે દિન શરૂ થઈ રહ્યા છે. આ સમયે આ રાશિના જાતકોને અપરંપાર લાભ મળવાની સાથે સાથે ભાગ્યનો સાથ મળી રહ્યો છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ-
વૃષભ:
વૃષભ રાશિના સ્વામી શુક્ર છે અને શુક્રનું પોતાની જ રાશિમાં ગોચર કરીને ચંદ્ર સાથેની યુતિ આ રાશિના જાતકો માટે સોનેરી લાવશે. આ સમયે આ રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થશે અને ભૌતિક સુખ-સુવિધાઓમાં વિસ્તાર થશે. આર્થિક સ્થિતિ પહેલા કરતા ઘણી મજબૂત બનશે અને જૂની બીમારીઓમાંથી મુક્તિ મળશે.
મિથુન:
મિથુન રાશિના જાતકોને અખાત્રીજના પવિત્ર દિવસે આકસ્મિકક ધનલાભ થવાના પ્રબળ યોગ બની રહ્યા છે. આ સમયે માતા લક્ષ્મીની વિશેષ કૃપાથી જૂના રોકાણમાંથી પણ કોઈ મોટો ફાયદો મળી શકે છે. કરિયરમાં નવી અને સોનેરી તકો તમારી રાહ જોઈ રહી છે. ભાગ્યનો સાથ મળતાં જે પણ કામમાં હાથ નાખશો એ કામમાં તમને સફળતા મળી રહી છે.
તુલા:
તુલા રાશિના જે જાતકોને લાંબા સમયથી આર્થિક તંગીનો સામનો કરી રહ્યા હતા તેમને આ સમયે આર્થિક તંગીમાંથી મુક્તિ મળશે. દરેક કાર્યમાં સફળતા મળશે અને કરિયરની રફતાર તેજ બનશે. પરિવાર સાથે ઉત્તમ સમય વિતશે અને માનસિક શાંતિનો અનુભવ થશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે.