મુંબઈઃ વિરાટ કોહલી પોતાના વ્યક્તિગત જીવનમાં જે કંઈ કરે છે એના પર ફેન્સની ખૂબ બારીકીથી નજર હોય છે. તાજેતરમાં વિરાટ કોહલીએ એક ફોરેનર સોશિયલ મીડિયા ઈન્ફ્લ્એન્સરની પોસ્ટ લાઈક કરતા સમગ્ર વિષય ચર્ચામાં રહ્યો હતો. આ મુદ્દે સોશિયલ મીડિયા પર રીએક્શનની જાણે સુનામી ઊઠી હોય એવો માહોલ જોવા મળ્યો છે. ફેન્સથી લઈને ઘણા જાણીતા લોકો આના પર મનપસંદ રીએક્શન આપી રહ્યા છે.
અમિષા પટેલે કર્યુ વિરાટનું સમર્થન
આ વિષય પર હવે બોલિવૂડ એક્ટ્રેસ અમિષા પટેલે રીએક્શન આપ્યું છે. વિરાટ કોહલીના સોશિયલ મીડિયા પર દરેક પોસ્ટ અને લાઈક્સની જોરશોરથી ચર્ચા થાય છે. વિદેશી સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સરનો ફોટો વિરાટે લાઈક કરતા ફેન્સ અનેક પ્રકારે રીએક્ટ કરી રહ્યા છે. આ રીએક્શન વચ્ચે અમિષા પટેલે વિરાટ કોહલીનું સમર્થન કર્યું છે. અમિષા પટેલે કહ્યું હતું કે, કોઈને લાઈક્સ કરવું કંઈ પાપ નથી.વિરાટ કોહલીએ તાજેતરમાં જર્મનીની ઈન્ફ્લુએન્સર લિજલૈજની 30 જાન્યુઆરીની પોસ્ટ પર લાઈક કર્યું છે. આ કારણ સમગ્ર સોશિયલ મીડિયા પર રીએક્શનનો ધોધમાર વરસાદ થઈ રહ્યો છે.
ટ્રોલ કરવું એ પાપ છે
આ પહેલા વિરાટે એક્ટ્રેસ અવનીત કૌરની પોસ્ટને લાઈક કરી હતી. એ સમયે પણ સોશિયલ મીડિયા પર દેકારો થઈ ગયો હતો. હવે વિરાટે જર્મન ઈન્ફ્લુએન્સર લિજલૈજની પોસ્ટ લાઈક કરી છે. વિરાટ કોહલીને લઈ થઈ રહેલી ચર્ચા વચ્ચે અમીષા પટેલે મુંબઈથી કહ્યું હતું કે, કોઈને લાઈક કરવું કંઈ પાપ થોડી છે? એ એમની લાઈફ છે, એમનું ઈન્સ્ટાગ્રામ છે, એમની ઈચ્છા છે. લોકોને બસ ટ્રોલ કરતા જ આવડે છે.આના સિવાય કોઈ પાસે કોઈ કામ-ધંધો નથી. સારી વસ્તુ છે કે, કોઈના સારા કામ જોઈને એમને લાઈક કરવું એ. ટ્રોલ કરવું એ પાપ છે પણ કોઈને લાઈક કરવું એ પાપ નથી.