(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ શિકાગો ખાતે ગઈકાલે સોયાતેલના વાયદામાં 173 સેન્ટનો સુધારો આવ્યાના ઓવરનાઈટ અહેવાલ હતા, જ્યારે આજે મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે ક્રૂડ પામતેલના વાયદામાં 44 રિંગિટ ઘટી આવ્યા હતા. આમ વૈશ્વિક મિશ્ર અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો પાંખાં રહેતાં આયાતી તેલમાં માત્ર સન રિફાઈન્ડના ભાવ 10 કિલોદીઠ રૂ. પાંચ ઘટી આવ્યા હતો અને આરબીડી પામોલિન તથા સોયા રિફાઈન્ડમાં ટકેલું વલણ રહ્યું હતું.
વધુમાં આજે ગુજરાતના મથકો પર સિંગતેલમાં સ્થાનિક તેમ જ દેશાવરોની માગ નિરસ રહેતાં તેલિયા ટીનના ભાવમાં 15 કિલોદીઠ રૂ. 20 અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 25 ઘટી આવ્યા હોવાથી સ્થાનિકમાં પણ સિંગતેલના ભાવમાં 10 કિલોદીઠ રૂ. 40નો ઘટાડો આવ્યો હતો, જ્યારે મથકો પાછળ કપાસિયા રિફાઈન્ડમાં રૂ. 10નો સુધારો જોવા મળ્યો હતો. આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ ગોકુલ એગ્રોના સન રિફાઈન્ડના રૂ. 1650 અને મે ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1478, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1495, એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના રૂ. 1420, સોયા રિફાઈન્ડના રૂ. 1490 અને સન રિફાઈન્ડના રૂ. 1715 ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે પતંજલિ ફૂડ્સ, ગોલ્ડન એગ્રી અને જી-વનના આરબીડી પામોલિનના અનુક્રમે રૂ. 1432, રૂ. 1455 અને રૂ. 1401 ક્વૉટ થઈ રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો.
આજે ગુજરાતમાં ગોંડલ મથકે મગફ્ળીની 7000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1580માં અને રાજકોટ મથકે 3000 ગૂણીની આવક સામે વેપાર મણદીઠ રૂ. 1400થી 1500માં થયા હતા, જ્યારે ગુજરાતના ગોંડલ મથકે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 20ના ઘટાડા સાથે રૂ. 2640માં અને લૂઝમાં વેપા2 10 કિલોદીઠ રૂ. 25ના ઘટાડા સાથે રૂ. 1650માં થયા હતા. આજે હાજરમાં દેશી-આયાતી ખાદ્યતેલના 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1440, સોયા રિફાઈન્ડના રૂ. 1540, સન રિફાઈન્ડના રૂ. 1675, સિંગતેલના રૂ. 1700, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1520 અને સરસવના રૂ. 1490ના મથાળે રહ્યાના અહેવાલ હતા.