નવી દિલ્હીઃ લદ્દાખના સામાજિક કાર્યકર્તા સોનમ વાંગચૂકે નવી દિલ્હીમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનની નોંધ લીધી છે. આ વિરોધ પ્રદર્શનને લઈને ચેતવણી પણ આપી દીધી છે. શનિવારે સાંજે તેમણે કહ્યું હતું કે, અટકાયત કરાયેલા નેતાઓને રવિવાર સુધીમાં છોડવામાં નહીં આવે તો ભૂખ હડતાળ પર તેઓ ઊતરી જશે. અથવા પદયાત્રા શરૂ કરી દેશે. ભારત દેશમાં જે રીતે અત્યારની સ્થિતિ છે તેને લઈને તેઓ ઈમરજન્સી હોય એવી ચિંતા વ્યક્ત કરી રહ્યા છે. વાગચૂકે કહ્યું હતું કે, પ્રદર્શન પહેલા લોકોએ એકજુથ થવું જોઈએ અને શાંતિ જાળવી રાખવી જોઈએ. હું લોકોને આ માટે અપીલ કરી રહ્યો છું. એમને એવો અંદાજો ન હતો કે, વિરોધ પ્રદર્શન કરી રહેલા નેતાઓને પકડી પાડવામાં આવશે.
નથી આવ્યા દિલ્હી
કોક્રોજ જનતા પાર્ટીના નેતા અભિજીત દીપકે, સૌરવ દાસ અને આશુતોષ રાંકાની પોલીસે એરપોર્ટ પરથી જ અટકાયત કરી લીધી હતી. નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન હતું રસ્તા પર ઊતરેલા કુલ 1500 જેટલા લોકોની પણ અટકાયત કરી લેવામાં આવી છે. આ માહોલ વચ્ચે સોનમ વાંગચૂકનું નિવેદન સામે આવ્યું છે. નવી દિલ્હીમાં કોક્રોચ જનતા પાર્ટી ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનું રાજીનામું લેવા માટે મેદાને ઊતરી છે. આ પહેલા પણ શુક્રવારે સોનમ વાંગચૂકે કહ્યું હતં કે, તેઓ દિલ્હીમાં યોજાનારા વિરોધ પ્રદર્શનમાં સામેલ નહીં થાય. સોશિયલ મીડિયા પર આ અંગે એક પોસ્ટ મૂકીને તેમણે કારણ પણ સ્પષ્ટ કર્યું હતું. વાંગચૂકે કહ્યું કે, સરકાર તરફથી કામમાં વિધ્ન ઊભું કરવામાં આવી રહ્યું છે અને નુકસાન પહોંચવાની પણ ભીતિ છે છતા રાષ્ટ્રીય સુરક્ષા માટે કામ કરી રહ્યા છે. શિયાળું શરૂ થતા પહેલા એમની ટીમ પાણીની સુરક્ષા તથા હિમાલયી વિસ્તારમાં ગ્લેશિયરથી આવતા તોફાન સામે લડવા તૈયારીઓ કરી રહ્યા છે. તેમણે હિમાલયના પ્રદેશમાં રહેલી કુલ 200 જેટલી એવી સ્થિતિનો ઉલ્લેખ કર્યો જે પાણી રૂપે જોખમી સાબિત થઈ શકે છે.
રાહુલ ગાંધીનું મોટું નિવેદન
આ કારણે તેઓ દિલ્હી આવી શક્યા નથી. વાંગચૂકે એવું પણ કહ્યું હતું કે, અલગ અલગ ગ્રૂપના નેતાઓ એકજુથ થઈને રહે, સમજદારીથી કામ લે, સમજદારી દાખવે. આ માટે હું અપીલ કરૂ છું. જેન ઝી યુવાનો શાંતિપૂર્ણ રીતે રહે. જુન મહિના હું ગાંધીજીનો આ જ સંદેશો લઈને દિલ્હી આવ્યો હતો. વિરોધ પ્રદર્શનમાં સામેલ લોકો ગાંધીજીના સિદ્ધાંત એવા અહિંસા અને સત્યને નબળુ પડવા નહીં દે. એમનું નિવેદન પણ એવા સમયે આવી રહ્યું છે જ્યારે નવી દિલ્હીમાં વિરોધ પ્રદર્શન તીવ્રતા પકડી રહ્યું છે. CJP પ્રોટેસ્ટમાં અટકાયતના દોર વચ્ચે રાહુલ ગાંધીએ એક વીડિયો શેર કરતા કહ્યું, 'હું નરેન્દ્ર મોદી, RSS અને તેમની સાથે જોડાયેલા લોકો વિરુદ્ધ એક દાયકા કરતાં પણ વધુ સમયથી લડી રહ્યો છું. હું મારા વિરોધીઓને એટલી સારી રીતે સમજું છું,