Sat Oct 10 2026

Logo

ભાજપે દિલ્હીમાં CJPના પ્રદર્શનને ફ્લોપ શો ગણાવ્યો, સંબિત પાત્રાનું નિવેદન- રાહુલ ગાંધીનું નિવેદન નાલાયક નેતા જેવું

2026-10-10 16:56:00
Author: Mumbai Samachar Team
ભાજપે દિલ્હીમાં CJPના પ્રદર્શનને ફ્લોપ શો ગણાવ્યો, સંબિત પાત્રાનું નિવેદન- રાહુલ ગાંધીનું નિવેદન નાલાયક નેતા જેવું

નવી દિલ્હીઃ ભાજપે દિલ્હીમાં CJPના પ્રદર્શનને ફ્લોપ શો ગણાવ્યો છે. પ્રેસ કોન્ફરન્સમા ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા અને સાંસદ સંબિત પાત્રાએ કહ્યું કે જંતર મંતરની કહાની ભારતની કહાની નથી. જંતર-મંતર પર જે થઇ રહ્યું છે, જે તમે ટીવી અને કેટલાક સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર જોઇ શકો છો, તે ભારતની કહાની નથી, ભારત શાંત છે અને સુસાશનની સાથે આગળ વધી રહયું છે. અમે જોઇ રહ્યા છીએ કે કેટલાક અરાજક તત્વો કેટલાક દિવસોથી દિલ્હીના એક ખૂણેથી અરાજકતા ફેલાવી રહ્યા છે. પરંતુ આજે અરાજકતાવાદી નિષ્ફળ સાબિત થયા છે. અરાજક તત્વોનો ફલોપ શો સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઇ ગયો છે. દેશની રાજધાની ભારતને બંધક બનાવવાની કોશિશ કરવામાં આવી કે અહીં આગજની થાય, હિંસા થાય. પરંતુ આજે  'લોકતંત્ર'ની જીત 'ભીડતંત્ર' પર હાવી થઇ છે..."

ભાજપે AAP અને કોંગ્રેસ પર તાક્યું નિશાન

સાંસદ સંબિત પાત્રાએ કહ્યું , કે કેટલાક દિવસે પહેલા કોંગ્રેસે બંધની જાહેરાત કરી હતી. કોંગ્રેસ પાર્ટીનું પ્રદર્શન હતું.આજે કેટલાક બીજા તત્વોએ પ્રદર્શન કર્યું છે. પછી 12 તારીખે એક પ્રદર્શન બોલાવ્યું છે. એક કાલખંડમાં કેવી રીતે ભારતમાં સ્થિતિઓને બગાડવાનો પ્રયાસ થઇ રહ્યો છે. પરંતુ તેની પાછળની નીયતને પણ સમજો. અરાજક તત્નોની અંદર પણ અરાજકતા છે કે કોનો શ્રેય મળે. આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની વચ્ચે ગડમથલ ચાલી રહી છે.  

રાહુલ ગાંધી પર ટાર્ગેટ 

કોંગ્રેસ પર નિશાન તાકતા સંબિત પાત્રાએ કહ્યું કે કાલે કેટલાક નેતા રાષ્ટ્રપતિ ભવન ગયા હતા. રાષ્ટ્રપતિ ભવનની બહાર આવ્યા બાદ રાહુલ ગાંધીનું નિવેદન  'નાલાયક નેતા' જેવું હતું. ક્યારેય એવું નથી થયું કે રાષ્ટ્રપતિને રસ્તાની લડાઇમાં ઘસેડવાની કોશિશ કરવામાં આવી પરંતુ એક નાલાયક નેતાએ રાષ્ટ્રપતિ  મહોદયાને તેમા ઘસેડવાની કોશિશ કરી.." રાહુલ ગાંધી ભારતની સડકો પર અરાજકતા ફેલાવવાની પૂરી કોશિશ કરી રહ્યા છે. 

ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ સવાલ ઉઠાવ્યો કે જ્યારે 2025ના અંતમાં વિદેશી કંપની દ્વારા ભારતમાં સેટેલાઇટ સેવા શરૂ કરવા અંગે પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા, ત્યારે હવે રાહુલ ગાંધીનું વલણ તેનાથી અલગ કેમ છે? તેમણે કહ્યું કે આ સમગ્ર બાબત પાછળની વાસ્તવિકતા સમજવાની જરૂર છે.

આ ઉપરાંત, સંબિત પાત્રાએ શનિવારે દિલ્હીમાં કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રદર્શનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે શનિવારે કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક નેતાઓ ભાજપ કાર્યાલય પાસે પહોંચ્યા હતા. તેમણે આ બાબતને લોકશાહી જીવંત હોવાનું ઉદાહરણ ગણાવ્યું. પાત્રાએ કહ્યું કે દેશમાં લોકશાહી જીવંત છે, એટલે જ લોકો રસ્તાઓ પર હરી-ફરી રહ્યા છે અને આ જ કારણ છે કે કમ્યુનિસ્ટ પાર્ટીના કેટલાક નેતાઓ ભાજપ કાર્યાલયની બહાર પ્રદર્શન કરવા પહોંચ્યા.