નવી દિલ્હીઃ ફ્લાઈદુબઈની ફ્લાઈટ 1073માં ભારતીય પાયલટ પર થયેલા હુમલામાં ભારતીય પાયલટ-કેપ્ટન સ્મિત મચ્છર પર થયેલા હુમલાની તપાસ દુબઈની એજન્સી તો કરી જ રહી છે પણ આ તપાસમાં હવે ભારતીય એજન્સી પણ જોડાઈ ચૂકી છે. નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી NIA હવે આ કેસની તપાસ કરશે. કેન્દ્ર સરકારે આ માટે જરૂરી એવા નિર્દેશ આપી દીધા છે. આ કેસમાં એવો પણ આરોપ છે કે, ઓમાની ફર્સ્ટ ઓફિસર ફ્લાઈટને હાઈજેક કરવા અથવા ક્રેશ લેન્ડિંગ કરવાનો પ્રયાસ કરી રહ્યો હતો. એ દરમિયાન તેમણે કેપ્ટન પર હુમલો કરી દીધો હતો.
આવો પણ આરોપ છે
કેન્દ્ર સરકારને મળેલા એક રિપોર્ટ અનુસાર ફ્લાઈદુબઈની ફ્લાઈટ 1073, તા.30 સપ્ટેમ્બરના રોજ સવારે 7.05 વાગ્યે દુબઈથી રવાના થઈ હતી. આ ફ્લાઈટમાં કુલ 174 પ્રવાસીઓ હતા. આ સિવાય છ ક્રૂ મેમ્બર્સ હતા. ભારતીય કેપ્ટન સ્મિત મચ્છર તથા ઓમાની ફ્લાઈટ પાયલટ ઓમાની ફર્સ્ટ વિમાનનું ટેકઓફ કરી રહ્યા હતા.
આશરે 9.21 વાગ્યે જોર્ડન તથા સાઉદી અરેબિયા પાસે વિમાન એકાએક નીચે આવવા લાગ્યું હતું. પછી સાઉદી તરફ ટર્ન થઈ ગયું હતું. પ્રવાસીઓના જણાવ્યા અનુસાર ફ્લાઈટ દરમિયાન ઓમાની પાયલટે સ્મિત પર અચાનક હુમલો કરી દીધો હતો. એવો પણ આરોપ છે કે, તે આ ફ્લાઈટને હાઈજેક કરવા માગતો હતો. ક્રેશ લેન્ડિંગ કરાવવા માગતો હતો. પણ સમયસૂચકતા વાપરીને પાયલટે કોકપિટમાં રહેલો દરવાજો ખોલી નાંખ્યો અને પ્રવાસીઓને કોઈ અનિચ્છનીય ઘટના બની હોવાનું જાણવા મળ્યું હતું.
કેન્દ્ર સરકારે આપ્યા આદેશ
પ્રવાસીઓ જોયું એ સમયે સ્મિત મચ્છર ખૂબ ઈજાગ્રસ્ત થઈ ગયા હતા. ઘટના પારખી ગયેલા લોકોએ ઓમાની પાયલટ પર હુમલો કરીને એને હે઼ડફોનના વાયરથી બાંધી દીધો હતો. જેથી કરીને તે કોઈ બીજો હુમલો ન કરી શકે. સ્મિતના માથાના ભાગે અને શરીરના બીજા ભાગો પર ગંભીર ઈજા થઈ છે. હાલમાં દુબઈમાં એની સારવાર ચાલી રહી છે. આ કેસની તપાસ હવે NIA કરી રહી છે. ટીમ હવે આ માટે દુબઈ પણ જઈ શકે છે.
વિમાન લેન્ડ થતાની સાથે જે આ હુમલો કરનારાને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો. કેન્દ્ર સરકારના રિપોર્ટ અનુસાર આ કેસમાં એન્ટી હાઈજેકિંગ એક્ટ 2016ની કલમ 3 તથા ગેરકાયદેસર પ્રવૃતિ, 1967ની કલમ 16 તથા કલમ 15 (1)(એ) અંતર્ગત આ ગુનો બને છે. NIA 2008 અંતર્ગત ગુનો નોંધીને તપાસ કરશે. સરકારે આ મામલાની ગંભીરતા સમજી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય પ્રભાવ તથા અન્ય કોઈ કાવતરા સંબંધિત તપાસ માટે આદેશ આપી દીધા છે. તપાસ એજન્સીએ કેસ નોંધવાની પ્રક્રિયા પૂરી કરી દીધ છે એ પછી યોગ્ય તપાસ કરવામાં આવશે. આ અંગે એક રિપોર્ટ તૈયાર થશે. આ રિપોર્ટમાંથી વધુ કોઈ વિગત સામે આવી શકે છે.