નવી દિલ્હી: આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ મંગળવારે પુષ્ટિ કરી હતી કે વર્ષ 2036 ની ઓલિમ્પિક રમતોની યજમાની કરવાની રેસમાં સામેલ સાત દેશોમાં ભારત અને કતારનો સમાવેશ થાય છે. આ તમામ દેશો નવેમ્બરમાં તેમના પ્રોજેક્ટ્સ રજૂ કરશે. જોકે, આ જાહેરાતની સાથે જ અમદાવાદમાં 2036 ની ઓલિમ્પિક રમતો યોજાઇ તેવી પ્રબળ શકયતા જોવા મળી રહી છે. કારણ કે ભારતે અમદાવાદને મુખ્ય કેન્દ્ર બનાવીને 2036 ની સમર ઓલિમ્પિક્સની યજમાની માટે સત્તાવાર દાવેદારી રજૂ કરી છે.
વર્ષ 2029માં 100થી વધુ દેશો મતદાન કરશે
વર્ષ 2036 ઓલિમ્પિક્સની રેસમાં ભારત ઉપરાંત કતાર, સાઉથ કોરિયા, જર્મની, સાઉથ આફ્રિકા, હંગેરી અને તુર્કીયે છે. આ તમામ દેશોને નવેમ્બર મહિનામાં 'ફ્યુચર હોસ્ટ કમિશન' નામની વિશેષ સમિતિ સમક્ષ તેમની યોજનાઓ અને તૈયારીઓ રજૂ કરવા માટે આમંત્રિત કરવામાં આવ્યા છે. ત્યારબાદ, વર્ષ 2029માં 100થી વધુ દેશો મતદાન કરીને નક્કી કરશે કે કયો દેશ 2036ની ઓલિમ્પિકનું યજમાનપદ સંભાળશે.
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ માપદંડો સ્પષ્ટ કર્યા
આંતરરાષ્ટ્રીય ઓલિમ્પિક સમિતિએ માપદંડો સ્પષ્ટ કર્યા છે જેના આધારે નક્કી કરવામાં આવશે કે કયો દેશ ઓલિમ્પિકનું યજમાનપદ સંભાળશે. તેઓ રમતોનું આયોજન ક્યાં થશે ખેલાડીઓ માટે ઉપલબ્ધ સુવિધાઓ, ભંડોળના સ્ત્રોત, સરકાર અને જનતા તરફથી મળતો સહયોગ, આવા વિશાળ કાર્યક્રમનું આયોજન કરવાની દેશની ક્ષમતા અને રમતો સમાપ્ત થયા બાદ સ્થાનિક વસ્તીને થનારા દીર્ઘકાલીન લાભોનું મૂલ્યાંકન કરશે.
The IOC sets out the next phase of the process for selecting the host of the 2036 Olympic Games. 🏅 More details ⬇️ 🔗https://t.co/2lGaSkYaUP https://t.co/pICvU1AYnz
— IOC MEDIA (@iocmedia) October 6, 2026
2036 ની ઓલિમ્પિક રમતો અમદાવાદમાં યોજાઇ તેવી પ્રબળ શકયતા
2036 ની ઓલિમ્પિક રમતો અમદાવાદમાં યોજાઇ તેવી પ્રબળ શકયતા એટલા માટે પણ છે કારણ કે ભારતે 2024માં જ સત્તાવાર રીતે દાવો કરી દીધો હતો. જો ભારતને યજમાનપદ સોંપવામાં આવશે તો દુનિયાનો આ સૌથી મોટો રમતોત્સવ અમદાવાદમાં યોજાશે.
ભારતે અમદાવાદને ઓલિમ્પિક શહેર તરીકે પસંદ કર્યું
આ ઉપરાંત ભારતે અમદાવાદને ઓલિમ્પિક શહેર તરીકે પસંદ કર્યું છે. અમદાવાદને 2030 કોમનવેલ્થ ગેમ્સની યજમાની પણ કરવાની છે. અમદાવાદમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ નરેન્દ્ર મોદી સ્ટેડિયમ આવેલું છે.
વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકક્ષને પણ આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ તૈયાર કરવામાં આવ્યું
આ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા મોટેરા ખાતે આવેલા સરદાર પટેલ સ્પોર્ટ્સ એન્ક્લેવને કેન્દ્રમાં રાખીને વિશાળ તૈયારીઓ ચાલી રહી છે. તેમજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેકક્ષને પણ આંતરરાષ્ટ્રીય ધોરણ મુજબ તૈયાર કરવામાં આવ્યું છે.
અમદાવાદ અને ગાંધીનગર સત્તામંડળને મર્જ કરવાની તૈયારી
તેમજ અમદાવાદ અને ગાંધીનગરના વિકાસ સત્તામંડળ ને ભેગા કરીને 5,000 થી 6,000 ચોરસ કિમીનું સંયુક્ત શહેરી સત્તામંડળ બનાવવાની યોજના પર કામ ચાલી રહ્યું છે જેથી ટ્રાન્સપોર્ટ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત બને