Sat Oct 10 2026

Logo

ટ્રંપની નારાજગીઃ એક નહીં 8 નોબેલ શાંતિ પુરસ્કારનો હું હકદાર

2026-10-10 13:26:07
Author: Mumbai Samachar Team
ટ્રંપની નારાજગીઃ એક નહીં 8 નોબેલ શાંતિ પુરસ્કારનો હું હકદાર

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ આજકાલ નારાજ ચાલી રહ્યા છે. તેમણે ભારતીય મૂળા દક્ષિણ આફ્રીકી ન્યાયવિદ નાવી પિલ્લાઇને નોબેલ શાંતિ પુરસ્કાર આપવા પર નારાજગી દર્શાવી છે. પોતાની પોસ્ટમાં તેમણે કહ્યું કે તેમને ફક્ત એક નહીં 8 નોબેલ શાંતિ પુરસ્કાર મળવા જોઇતા હતા.મેં 8 યુદ્ધ ઉપરાંત ઘણાં અન્ય મહત્વપૂર્ણ મુદ્દા ઉકેલ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે આ મહિલા કોણ છે.? ન તેના વિશે હું જાણું છું, ન જનતાને તેમના વિશે કોઇ જાણકારી છે. તો પણ તેમને નોબલ આપી દેવામાં આવ્યો

પિલ્લાઇ વિશે ટ્રમ્પે આવું કહ્યું

ટ્રમ્પે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે પિલ્લાય વિશે કોઈએ કશું સાંભળ્યું નથી. જ્યાં સુધી મારી માહિતી છે, તે સ્પષ્ટપણે ઇઝરાયલ વિરોધી છે. એ પણ ખબર નથી કે તેમણે વાસ્તવમાં શું કામ કર્યું છે. મેં જે દેશોની મદદ કરી છે તે તમામ દેશોના રાષ્ટ્રપતિઓ અને વડાપ્રધાનોએ નોર્વેજિયન નોબેલ સમિતિને પત્રો મોકલ્યા હતા. હું ઈરાન અને રશિયા/યુક્રેન સાથે વધુ બે યુદ્ધો ઉકેલવા અથવા જીતવા જઈ રહ્યો છું. જોકે અસલી મુદ્દા એ આઠ યુદ્ધો છે જે મેં ઉકેલ્યા છે. આમાં ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ ખૂબ જ ખાસ છે.
 
તેમણે પોસ્ટમાં તમામ આઠ યુદ્ધોની ચર્ચા પણ કરી. આમાં કંબોડિયા અને થાઈલેન્ડ, કોસોવો અને સર્બિયા, ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગો અને રવાન્ડા, પાકિસ્તાન અને ભારત, ઇઝરાયલ અને ઈરાન, ઇજિપ્ત અને ઇથિયોપિયા, આર્મેનિયા અને અઝરબૈજાન ઉપરાંત ઇઝરાયલ અને હમાસ સામેલ છે.
મેં ઇતિહાસમાં સૌથી વધુ જીવ બચાવ્યા 

ટ્રમ્પે કહ્યું કે મેં જ ઈરાનને પરમાણુ હથિયાર (ન્યુક્લિયર વેપન) બનાવતા રોક્યું, સમગ્ર મિડલ ઈસ્ટને તબાહ થતાં બચાવ્યું છે. તેમણે એમ પણ કહ્યું કે ઇતિહાસમાં તેમણે સૌથી વધુ જીવ બચાવ્યા છે. નોબેલ મેળવનારાઓ માટે આજ સુધી ક્યારેય કોઈએ આવું કર્યું નથી.


જેને કોઈ ઓળખતું નથી તેને નોબેલ આપી દીધો

મેં આટલા મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉકેલવા સાથે મહત્વની જવાબદારીઓ નિભાવી, તે છતાં પણ નોબેલ પ્રાઇઝ એક એવા લિબરલ વ્યક્તિને આપવામાં આવ્યો જે યુનાઇટેડ નેશન્સમાં કામ કરે છે અને જેના વિશે કોઈ કશું જાણતું નથી. મેં જેટલા પણ યુદ્ધો ઉકેલ્યા છે તેના માટે ક્યારેય યુનાઇટેડ નેશન્સ સાથે વાત નથી કરી, કે ન તો ત્યાંથી કોઈ મદદ મળી. યુનાઇટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકા, જેને હું તમારા રાષ્ટ્રપતિ તરીકે પ્રતિનિધિત્વ કરું છું, તેને નોબેલ શાંતિ પુરસ્કાર મળવો જોઈતો હતો. આ નોર્વે પર લાગેલો એવો ડાઘ છે જેને ક્યારેય ભૂંસી શકાશે નહીં.