Sat Oct 10 2026

Logo

‘હું તમારા બધા સાથે દિલ્હી નહીં આવી શકું!?’ સોનમ વાંગચુકે વીડિયો શેર કરી આવું કેમ કહ્યું? જાણો શું કારણ આપ્યું....

2026-10-10 12:35:00
Author: Vimal Prajapati
‘હું તમારા બધા સાથે દિલ્હી નહીં આવી શકું!?’ સોનમ વાંગચુકે વીડિયો શેર કરી આવું કેમ કહ્યું? જાણો શું કારણ આપ્યું....

સીજેપી દ્વારા જે પ્રદર્શનની જાહેરાત કરવામાં આવી તેમાં સોનમ વાંગચુકે હાજરી આપી નથી. એટલું જ નહીં પરંતુ અત્યારે તેમણે વર્તમાન આંદોલનથી દૂરી દેખાડી છે. ના તો એમના દ્વારા કોઈ સ્ટેટમેન્ટ આપવામાં આવે છે, કે તેઓ આવા કોઈ પ્રદર્શનમાં અત્યારે હજારી આપી રહ્યાં છે. જેથી દરેકને પ્રશ્ન થઈ રહ્યો છે કે, અત્યારે સોનમ વાંગચુક ક્યાં છે? આખરે કેમ તેઓ સીજેપી અને સરકાર સામેના આંદોલનથી દૂર થઈ ગયાં છે. અત્યારે તેમણે એક વીડિયો શેર કરીને આ સમગ્ર મામલે પોતાનું સ્પષ્ટ નિવેદન આપ્યું છે. ચાલો વિગતે જાણીએ...

સોનમ વાંગચુકે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'એક્સ'પર એક નવો વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેમણે સરકાર દ્વારા તેમના કામમાં અડચણો ઊભી કરવાના પ્રયાસો છતાં રાષ્ટ્રીય સુરક્ષા અને પર્યાવરણ સંરક્ષણ માટેનું કાર્ય અવિરતપણે ચાલુ રાખવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. આ સાથે તેઓ દિલ્હી કેમ નહીં આવે તેની પણ વાત કરી છે. 

હિમાલયમાં 'ટિકિંગ વોટર બોમ્બ' સામે તૈયારીઓ

શિયાળાની આગામી મોસમ સામે તૈયારીઓ અંગે વાત કરતા સોનમ વાંગચુકે વીડિયોમાં કહ્યું કે, હિમાલયમાં પાણીની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આર્ટિફિશિયલ ગ્લેશિયર્સ (કૃત્રિમ ગ્લેશિયર્સ)નું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત GLOF (ગ્લેશિયલ લેક આઉટબર્સ્ટ ફ્લડ - ગ્લેશિયલ તળાવ ફાટવાની આપત્તિ) સામે સુરક્ષા માટે મહત્વપૂર્ણ પ્રયોગો હાથ ધરવામાં આવી રહ્યા છે, જેથી હિમાલયમાં તોળાઈ રહેલા 200થી વધુ પાણીના 'ટિકિંગ વોટર બોમ્બ' જેવા જોખમોને નાથવામાં આવી શકે. અત્યારે તેઓ આ સમસ્યા પર કામ કરી રહ્યાં હોવાનું જણાણી રહ્યાં છે. 

 

દિલ્હી પ્રદર્શન અંગે સોનમ વાંગચુકે શું કહ્યું?

સોનમ વાંગચુકે વિવિધ જૂથોના નેતાઓને એકતા જાળવવા અને રાજકીય પરિપક્વતા દાખવવાની અપીલ કરી છે. સોનમ વાંગચુકે તમામ Gen-Z મિત્રોને કોઈપણ સંજોગોમાં સંપૂર્ણપણે શાંતિ જાળવી રાખવા અનુરોધ કર્યો છે. તેમણે યાદ અપાવ્યું કે આ મહાત્મા ગાંધી ની ભેટ હતી જેને તેઓ ગત જૂન મહિનામાં જંતર-મંતર પર લાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા, અને સૌએ સાથે મળીને એ વાતનું ધ્યાન રાખવું પડશે કે આપણે બાપુના આદર્શોને નિરાશ ન કરીએ! તેઓ ભલે દિલ્હી આવ્યાં નથી પરંતુ આ વીડિયો શેર કરીને યુવાનો ખાસ સંદેશ આપ્યો અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરી છે.