Fri Apr 17 2026

Logo

હિન્દુ સંસ્કૃતિ અને મહિલાઓ નિશાના પર: શહઝાદ પૂનાવાલાએ TCS, લેન્સકાર્ટ અને અમરાવતીની ઘટનાઓ પર ઉઠાવ્યા સવાલ

2026-04-17 17:25:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હીઃ નાશિકનો ટીસીએસમાં ધર્માંતરણનો કેસ હોય, અમરાવતીમાં હિન્દુ યુવતીઓને બ્લેકમેલ કરવાનો મામલો હોય કે લેન્સકાર્ટમાં તિલક લગાવવા પર પ્રતિબંધ હોય આ ત્રણ જુદી જુદી ઘટના અંગે ભારતીય જનતા પાર્ટીના નેતા શહઝાદ પૂનાવાલાએ પોતાની વાત કહી છે. તેમણે એક વીડિયો ટ્વીટ કરતા કહ્યું હતું કે, કોઈ પણ રીતે  હિન્દુ મહિલાઓ અને હિન્દુ સંસ્કૃતિને ટાર્ગેટ કરવામાં આવી રહી છે. 

ત્રણ જુદા-જુદા કેસમાં પ્રતિક્રિયા આપી

ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના રાષ્ટ્રીય પ્રવક્તા શહઝાદ પૂનાવાલાએ TCSમાં ધર્માંતરણના કેસમાં પ્રતિક્રિયા આપી છે. ત્રણ-ત્રણ ઘટનાનો ઉલ્લેખ કરીને એક વીડિયો ટ્વીટ કર્યું હતું, જેમાં એક ચોક્કસ વર્ગના મૌનવ્રત પર સવાલ ઊઠાવ્યો છે. આ પોસ્ટ તેમણે એ દર્શાવ્યું છે કે, કેવી રીતે ત્રણેય કેસ એક જ પ્રકારની પેટર્ન પર આધારિત છે. 

પૂનાવાલાએ કહ્યું કે, ત્રણેય કેસમાં એક જ પ્રકારની પેટર્ન છે એ છે, હિન્દુઓ પર હુમલો. હિન્દુ મહિલાઓ પર હુમલો. હિન્દુ પ્રતીકો પર હુમલો. લુટિયંસ ગૅંગે આ મામલે મૌનવ્રત ધારણ કરી લીધું છે. મહારાષ્ટ્રના અમરાવતીમાંથી સામે આવ્યું છે કે, 180 હિન્દુ યુવતી સાથે અત્યાચાર કરવામાં આવ્યો છે. શોષણનો આ મામલો ઉઘાડો પડી ગયો છે. આ કેસનો આરોપી મોહમ્મદ અયાન છે, જે પોતાના સાથી તનવીર અને જોયાન સાથે મળીને યુવતીઓનો વીડિયો બનાવતા હતા.

અમરાવતીનો કેસ કહ્યો   

વાંધાજનક વીડિયો બનાવીને યુવતીઓને બ્લેકમેઈલ કરતા હતા. યુવતી સાથે દોસ્તી કરવા માટે કોચિંગ સેન્ટર અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરીને ખોટી રીતે હેરાન-પરેશાન કરતા હતા. એટલું જ નહીં ધર્માંતરણ કરવા માટે દબાણ ઊભું કરતા હતા, જ્યારે લેન્સકાર્ટ કંપનીનું એક ડૉક્યુમેન્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયું હતું.

ફિલ્મના નિર્માતા અશોક પંડિતે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા કહ્યું હતું કે, લેન્સકાર્ટમાં કામ કરતી મહિલા કર્મચારી તિલક નથી લગાવી શકતી પણ ત્યાં હિજાબ પહેરવાની છૂટ છે. પૂનાવાલા હરહંમેશ સંવેદનશીલ મુદ્દાઓ પર સવાલ ઊઠાવે છે.