Fri Apr 17 2026

Logo

વિરાટ કોહલીની એક 'લાઈક' અને સોશિયલ મીડિયા પર હંગામો: કોણ છે આ જર્મન સુંદરી લિઝલાઝ? જેની પોસ્ટ લાઈક કરી વિરાટે...

2026-04-17 18:11:19
Author: Darshana Visaria
Article Image

ટીમ ઈન્ડિયાના કિંગ કોહલી તરીકે ઓળખાતો વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર સતત કોઈને કોઈ કારણે ચર્ચામાં આવતો જ રહે છે પછી એ ક્યારે મેદાન પરની મસ્તીને કારણે તો ક્યારેક પર્સનલ લાઈફની વાત હોય. પરંતુ આ વખતે વિરાટ કોહલી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર એક જર્મન ઇન્ફ્લુએન્સરની પોસ્ટ પર કરેલી તેની એક લાઈકને કારણે ચર્ચામાં આવ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે અવનીત કૌરના કિસ્સા બાદ ફરી એકવાર આવી જ ઘટના બનતા ફેન્સ સોશિયલ મીડિયા પર મજેદાર પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

હાલમાં ચાલી રહેલી આઈપીએલ 2026માં શાનદાર ફોર્મમાં ચાલી રહેલા વિરાટ કોહલીએ જર્મન ઇન્ફ્લુએન્સર અને બ્યુટીફૂલ મોડલ લિઝલાઝ (Lizlaz)એ 30મી જાન્યુઆરીના કરેલી એક પોસ્ટને લાઈક કરી છે. વિરાટના ફેન્સના ધ્યાનમાં આ લાઈકવાળી વાત આવતા જ યુઝર્સ તેના પર જાતજાતની કોમેન્ટ્સ કરી રહ્યા છે.

અહીંયા જોવાની વાત તો એ છે કે વિરાટ કોહલી લિઝલાઝને ફોલો નથી કરતો અને તેમ છતાં તેની પોસ્ટ પર કોહલીની લાઈક દેખાતા લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતા. ફેન્સ માની રહ્યા છે કે ઇન્સ્ટાગ્રામ એલ્ગોરિધમ અથવા ભૂલથી આ લાઈક થઈ હોઈ શકે છે. ઘણા યુઝર્સે મજાકમાં લખી રહ્યા છે કે કોઈ અનુષ્કાભાભીને બોલાવો તો વળી કેટલાક ફેન્સ તેને જૂના અવનીત કૌરવાળા કિસ્સા સાથે જોડી રહ્યા છે જેમાં કોહલીએ પાછળથી સફાઈ આપવી પડી હતી.

વાત કરીએ કે જેનિફર તરીકે ઓળખાતી લિકલાઝ કોણ છે એની તો જર્મન-દક્ષિણ આફ્રિકન ડિજિટલ ક્રિએટર છે. તેણે મનોવિજ્ઞાનમાં માસ્ટર્સ કર્યું છે અને તે ટ્રાવેલિંગ તથા કલ્ચર સંબંધિત વીડિયો બનાવે છે. તે ઘણીવાર મુંબઈ અને બેંગલુરુની મુલાકાત લેતી રહે છે અને હિન્દી ભાષાના પ્રયોગ સાથેના વિડીયો માટે જાણીતી છે.