Tue Oct 06 2026

Logo

પીએમ મોદીએ  મેલબોર્નમાં પ્રવાસી ભારતીયોને સંબોધ્યા, કહ્યું આ કાર્યક્રમ હાઉસફૂલ

Melbourne   2026-07-09 16:27:48
Author: Chandrakant Kanoja
પીએમ મોદીએ  મેલબોર્નમાં પ્રવાસી ભારતીયોને સંબોધ્યા, કહ્યું આ કાર્યક્રમ હાઉસફૂલ

મેલબોર્ન : પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન મેલબોર્નમાં પ્રવાસીભારતીય સમુદાયને સંબોધિત કર્યો હતો. આ દરમિયાન પીએમ મોદીએ તેમને ઉમકાભેર આવકાર્યો હતો. તેમજ કહ્યું હતું કે આ કાર્યક્રમ હાઉસફૂલ અને બ્લોક બસ્ટર છે.

હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં સૌનું અભિવાદન કર્યું 

આ કાર્યક્રમમાં  ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝે પીએમ મોદીનું સ્વાગત કર્યું અને તેમને મિત્ર ગણાવ્યા હતા. પીએમ મોદીએ હિન્દી અને ગુજરાતી બંને ભાષામાં સૌનું અભિવાદન કર્યું હતું. 

પ્રેમ અને પરંપરાઓ સાથે દરેક જગ્યાએ મીઠાશ ભરીએ છીએ 

પીએમ મોદીએ કહ્યું કે, આપણે ભારતીયો ફક્ત એક સમુદાય નથી.આપણે આપણી સંસ્કૃતિ, આપણા પ્રેમ અને આપણા સ્વાદ દ્વારા વિશ્વભરમાં આપણી ઓળખ જાળવી રાખીએ છીએ. ઘરમાં દૂધ ભલે ઓસ્ટ્રેલિયાનું હોય  પરંતુ ચા હંમેશા ભારતીય હોય છે. આપણે આપણા પ્રેમ અને પરંપરાઓ સાથે દરેક જગ્યાએ મીઠાશ ભરીએ છીએ.

મેલબોર્ન મીટ્સ મોદીના નામે  કાર્યક્રમ યોજાયો 

મેલબોર્નના પ્રખ્યાત માર્વેલ સ્ટેડિયમમાં આયોજિત 'મેલબોર્ન મીટ્સ મોદી' નામના કાર્યક્રમમાં ભારતીય સમુદાયનો અભૂતપૂર્વ ઉત્સાહ જોવા મળ્યો. સમગ્ર સ્ટેડિયમ ભારત માતા કી જય ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.આ કાર્યક્રમ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમ અને સંગીતે વાતાવરણને વધુ જીવંત બનાવ્યું હતું.