નવી દિલ્હી: ચૂંટણી પંચ અને મતદાર યાદીના સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) મુદ્દે ઈન્ડિ (કોંગ્રેસ નેતૃત્વ હેઠળ) ગઠબંધનના 140થી વધુ સાંસદોએ આજે સંસદભવનથી ચૂંટણી પંચના મુખ્યાલય સુધી વિરોધ માર્ચ શરૂ કરી હતી. સમાજવાદી પાર્ટી (સપા)નાં સાંસદ અને અભિનેત્રી જયા બચ્ચન પણ આ માર્ચમાં ભાગ લીધો હતો. વિપક્ષના સાંસદોએ મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માગ સાથે રસ્તા પર આંદોલન ચલાવ્યું હતું.
પ્રોટેસ્ટ પર શું બોલી જયા બચ્ચન?
જયા બચ્ચને માર્ચ દરમિયાન પોતાના હાથમાં એક પ્લેકાર્ડ પણ પકડ્યું હતું, જેમાં લખ્યું હતું કે, ‘ચૂંટણી પંચ ભેદભાવ કરી રહ્યું છે, પીડીએના વોટ કાપી રહ્યું છે.’ જ્યારે તેને પૂછવામાં આવ્યું કે તે આ વિરોધ માર્ચમાં કેટલા સમય સુધી ચાલશે, ત્યારે જયા બચ્ચને કહ્યું, 'જ્યાં સુધી મારા પગ સાથ આપશે, ત્યાં સુધી ચાલીશ.' તેમણે આ વિરોધને લોકતંત્ર બચાવવાની લડાઈ ગણાવી હતી.
#WATCH दिल्ली | चुनाव आयोग तक INDIA ब्लॉक के सांसदों के विरोध मार्च पर समाजवादी पार्टी की सांसद जया बच्चन ने कहा, "गणेश जी गलत कामों में मदद नहीं करते हैं। हम गणेश जी की पूजा से ही प्रार्थना शुरू करते हैं; वे हमारी रक्षा करेंगे।" https://t.co/HsJFvKzQ4H
— ANI_HindiNews (@AHindinews) October 6, 2026
બીજી તરફ ભાજપ દ્વારા લગાવવામાં આવતા આરોપો અંગે સવાલ કરવામાં આવતાં જયા બચ્ચને કહ્યું કે ભાજપ સત્તામાં છે અને આરોપ લગાવવાનું તેમનું કામ છે, જ્યારે વિરોધ પક્ષ પોતાનું કામ કરી રહ્યો છે. જયા બચ્ચને આ દરમિયાન ભગવાન ગણેશનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેણે કહ્યું કે 'ગણેશજી ખોટા કામમાં મદદ કરતા નથી. કોઈ પણ શુભ કાર્યની શરૂઆત તેઓ ગણેશજીની પ્રાર્થનાથી કરે છે અને તેને વિશ્વાસ છે કે ગણેશજી તેમની રક્ષા કરશે અને તેમની સંભાળ રાખશે.'
આ વિરોધ માર્ચમાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી વાડ્રા સહિત ઈન્ડિ. બ્લોકના અનેક સાંસદો સામેલ થયા હતા. સાંસદોએ ‘વોટ ચોર, ગદ્દી છોડ’ જેવા નારા લગાવ્યા હતા. આમ આદમી પાર્ટીએ આ માર્ચથી અંતર જાળવી રાખ્યું હતું.
#WATCH INDIA ब्लॉत के सांसदों ने चुनाव आयोग तक अपने विरोध मार्च के दौरान "वोट चोर, गद्दी छोड़" के नारे लगाए। https://t.co/hU2eM48dJg
— ANI_HindiNews (@AHindinews) October 6, 2026
માર્ચને ધ્યાનમાં રાખીને દિલ્હીમાં સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી હતી. નિર્વાચન સદન તરફ જતા માર્ગો પર મોટી સંખ્યામાં પોલીસકર્મીઓ તૈનાત કરવામાં આવ્યા હતા. વિરોધ પક્ષની મુખ્ય માંગમાં સીઈસી જ્ઞાનેશ કુમારનું રાજીનામું, એસઆઈઆર સંબંધિત મુદ્દાઓ પર પગલાં અને મતદાન પ્રક્રિયામાં વધુ પારદર્શિતાની માંગ સામેલ છે.