લખનઊઃ અહીં ભારતે મંગળવારે વેસ્ટ ઇન્ડિઝ સામે સિરીઝની પ્રથમ ટી-20 32 બૉલ અને આઠ વિકેટ બાકી રાખીને જીતી લીધી હતી. કૅપ્ટન શ્રેયસ ઐયર (102 અણનમ, 43 બૉલ, છ સિક્સર, દસ ફોર) આ મૅચનો સુપરહીરો હતો એટલું જ નહીં, તેણે ભારતને વિજય અપાવતાં પહેલાં પ્રથમ ટી-20 ઇન્ટરનૅશનલ સેન્ચુરી પૂરી કરી લીધી હતી. ભારતે પાંચ મૅચની શ્રેણીમાં 1-0થી સરસાઈ મેળવી છે.
વર્લ્ડ નંબર વન ભારત સતત 10મી ટી-20 મૅચ જીત્યું છે. ભારતે 172 રનનો લક્ષ્યાંક 14.4 ઓવરમાં બે વિકેટના ભોગે મેળવી લીધો હતો. શ્રેયસની સાથે ઇશાન કિશન 37 રને અણનમ રહ્યો હતો. અકીલ હૉસૈન અને રૉસ્ટન ચેઝે એક-એક વિકેટ લીધી હતી.
Sealed in 𝙨𝙤𝙢𝙚 𝙨𝙩𝙮𝙡𝙚! 💥 🎥 A breathtaking batting display from #TeamIndia to clinch the 1️⃣st T20I by eight wickets 👊 Scorecard ▶️ https://t.co/2czVyKWreK #INDvWI | @mflone_ https://t.co/JgxYkZLDwS
— BCCI (@BCCI) October 6, 2026
એ પહેલાં, વેસ્ટ ઇન્ડિઝની ટીમ 19.1 ઓવરમાં 171 રનના સાધારણ સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ હતી. પહેલી જ ટી-20 રમી રહેલા સ્પિન ઑલરાઉન્ડર નમન ધીરે સૌથી વધુ ત્રણ વિકેટ, અક્ષર પટેલે બે વિકેટ તેમ જ કુલદીપ યાદવે પણ બે વિકેટ લીધી હતી. એક-એક વિકેટ અર્શદીપ અને મયંક યાદવને મળી હતી.
શાઇ હોપ (37 બૉલમાં બાવન રન) અને શેરફેન રુધરફર્ડ (34 બૉલમાં 56 રન) વચ્ચેની 63 રનની ભાગીદારીએ કૅરિબિયન ટીમની આબરૂ સાચવી હતી. ભારતે 172 રનના લક્ષ્યાંકના જવાબમાં 29મા રને અભિષેક શર્મા (21 રન) અને 35મા રને સૅમસન (11 રન)ની વિકેટ ગુમાવી દીધી હતી. બીજી ટી-20 રાંચીમાં શુક્રવાર, નવમી ઑક્ટોબરે રમાશે.