Mon Oct 05 2026

Logo

15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર MDR ચાર્જ, ગાઝિયાબાદ અને મધ્યપ્રદેશમાં લાગ્યાં ‘NO UPI’ના બોર્ડ

2026-09-19 16:20:00
Author: Vimal Prajapati
15 ઓક્ટોબરથી UPI પેમેન્ટ પર MDR ચાર્જ, ગાઝિયાબાદ અને મધ્યપ્રદેશમાં લાગ્યાં ‘NO UPI’ના બોર્ડ

નવી દિલ્હીઃ ભારતમાં 10 રૂપિયાના ચાથી લઈને 5000 રૂપિયાની ખરીદી સુધી મોટાભાગના નાણાકીય વ્યવહાર માટે  UPI નો ઉપયોગ કરવામાં આવે છે. આ સેવા અત્યાર સુધી ફ્રી હતી, પરંતુ હવે સરકાર દ્વારા તેના પર ટેક્સ લગાડવાની યોજના બનાવી છે. આગામી 15મી ઓક્ટોબરથી UPI થી રૂપિયા 2000થી વધારે રકમના ટ્રાંઝેક્શન પર જે MDR ચાર્જ લેવાની શરૂઆત થવાની છે. પરંતુ આ પહેલા દેશના અનેક ભાગોમાં તેનો વિરોધ શરૂ કરી દેવામાં આવ્યો છે. ખાસ કરીને વિપક્ષ દ્વારા પણ આ મામલે સરકારને ઘેરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 

શું હવે ફરીથી રોકડમાં પેમેન્ટ લેવાનું ચલણ વધશે?

સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે દેશના અનેક ભાગોમાં ખાસ કરીને ગાઝિયાબાદ અને મધ્યપ્રદેશમાં પેટ્રોલ પંપ અને દુકાનનો બહાર બોર્ડ લગાવવામાં આવ્યાં છે. જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે, 15 ઓક્ટોબર પછી 2000 રૂપિયાથી વધારે UPI પેમેન્ટનો સ્વીકાર કરવામાં આવશે નહીં! પહેલા કોઈ ગ્રાહક દુકાને આવે તો દુકાનદાર દ્વારા QR કોડ આપીને ઓનલાઈન રૂપિયાની માંગ કરવામાં આવી હતી, તે લોકો હવે કેસમાં રૂપિયા માંગવા લાગ્યાં છે. આખરે આવું શા માટે થઈ રહ્યું છે? ચાલો વિગતે જાણીએ....

કેમ વેપારીઓએ MDR ચાર્જ આપવા નથી માંગતા?

તમને જણાવી દઈએ કે, આગામી 15 ઓક્ટોબરથી 2000 થી વધારે P2M (પર્સન ટુ મર્ચન્ટ) એટલે કે ગ્રાહકો દ્વારા દુકાનદારોને આપવામાં આવતા યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા MDR એટલે કે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ યોજના લાગુ કરવામાં આવશે. આ યોજનામાં સરકારે સ્પષ્ટપણ કહ્યું છે કે, આ 0.4 ટકા ચાર્જ ગ્રાહકોએ નહીં પરંતુ વેપારીઓએ આપવાનો છે. વધુમાં સ્પષ્ટતા કરીએ તો, જો આ પેમેન્ટ 75,000 રૂપિયા કે તેથી વધારે જાય છે તો તેમાં વધારેમાં વધારે 300 રૂપિયા સુધીનો ચાર્જ લેવામાં આવશે. જો કે, તમે કોઈ જગ્યાએથી 2000 રૂપિયાથી ઓછી ખરીદી કરો છો તો તમારે કે દુકાનદારો કોઈએ પણ એક પણ રૂપિયો ચાર્જ આપવાનો નથી. 

2000 થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ લાગશે

જો કે, આમાં હવે ગાઝિયાબાદના વેપારીઓ અને અખિલ ભારતીય પેટ્રોલિયમ ડિલર્સ એસોશિયેશનનું કહેવું છે કે, તેઓ પહેલા જ થી ઓછા માર્જિન અને વધેલા ભાવથી પરેશાન છે. તેવામાં હવે 2000 થી વધુના યુપીઆઈ પેમેન્ટ પર 0.4 ટકા ચાર્જ લેવામાં આવશે તો તેમની કમાણીમાં હજી પણ ઘટાડો થઈ જશે. એટલા માટે જે દુકાનદારો અને પેટ્રોલ પંપ બહાર આવા બોર્ડ લગાવવામાં આવ્યાં છે કે, 15 ઓક્ટોબરથી 2000 થી વધારેની ખરીદી રોકડેથી કરવી! દુકાનદારો પોતાની ઓછી કમાણીથી હવે કોઈ ચાર્જ આપવાના મુડમાં નથી તેવું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.