Tue Oct 06 2026

Logo

ઇમરાન ખાનને છોડાવવા સમર્થકો રસ્તા પર ઉતર્યા! ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ, PTIના 2000 કાર્યકર્તાઓની ધરપકડ

Islamabad   2026-10-05 10:29:00
Author: Vimal Prajapati
ઇમરાન ખાનને છોડાવવા સમર્થકો રસ્તા પર ઉતર્યા! ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ, PTIના 2000 કાર્યકર્તાઓની ધરપકડ

ઇસ્લામાબાદઃ પાકિસ્તાનમાં અત્યારે ફરી એકવાર હાલાત ગંભીર બની ગયા હોવાનું પ્રકાશમાં આવ્યું છે. પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઇમરાન ખાનને મુક્ત કરાવવા માટે લોકો મોટી સંખ્યામાં રસ્તા પર ઉતરી આવ્યા અને વિરોધ પ્રદર્શન કરી રહ્યાં છે. ઇમરાન ખાનની પાર્ટી પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) દ્વારા માર્ચ શરૂ કરવામાં આવી છે. પાર્ટી દ્વારા ખૈબર પખ્તુનખ્વાથી ઇસ્લામાબાદ સુધી આ માર્ચ શરૂ કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે PTIની સરકાર સાથે વાતચીત નિષ્ફળ રહી હોવાના કારણે હવે લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે. જો કે, આ સ્થિતિને ધ્યાનમાં રાખતા ઇસ્લામાબાદમાં કલમ 144 લાગુ કરી દેવામાં આવી છે. 

ઇસ્લામાબાદમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં!
અત્યારે ઇસ્લામાબાદમાં કોઈને પણ પ્રવેશ આપવામાં આવશે નહીં તેવું સરકાર દ્વારા એલાન કરવામાં આવ્યું છે. પરંતુ આ સ્થિતિ વિકટ થઈ રહી હોવાતી આસિમ મુનીરનું ટેન્શન વધી રહ્યું છે. પરંતુ આ માર્ચ હવે ઇસ્લામાબાદ સુધી પહોંચશે કે કેમ તે એક સવાલ છે! કારણ કે, PTIના કાર્યકર્તાઓ અને સમર્થક અત્યારે ઇમરાન ખાને છોડાવવા માટે લડી લેવાના મૂડમાં છે સામે સરકાર પણ આ માર્ચને રોકવા માટે પૂરો પ્રયત્ન કરી રહી છે.

PTIના લોકો સાથે સરકારે શનિવારે મોડી રાત સુધી ચર્ચા કરી

મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે PTIના લોકો સાથે પાકિસ્તાન સરકારે શનિવારે મોડી રાત સુધી ચર્ચા કરી હતી. એટલું જ નહીં પરંતુ રવિવારે પણ ચર્ચા થઈ હતી, પરંતુ કોઈ નિષ્કર્ષ ના આવતા માર્ચ શરૂ કરવાાં આવી છે. ગઈકાલે રવિવારથી આ માર્ચ શરૂ કરી દેવામાં આવી હતી. અત્યારે હજારોની સંખ્યામાં લોકો રસ્તા પર ઉતરી આવ્યાં છે અને 275 કિમી દૂર આવેલા ઇસ્મામાબાદ તરફ આગળ વધી રહ્યાં છે. આ દરમિયાન પોલીસ દ્વારા 2000 જેટલા કાર્યકર્તાઓની ધરપકડ કરવામાં આવી હોવાનો PTI એ દાવો કર્યો છે. આ સાથે ઇસ્લામાબાદ તરફ જતા રસ્તા પર મોટા કન્ટેર મુકીને રસ્તો પણ બંધ કરી દેવામાં આવ્યો છે.

આ માર્ચ ક્યા ક્યા વિસ્તારમાંથી પસાર થશે?

આ માર્ચની વાત કરવામાં આવે તો, ચાર ઓક્ટોબરે માર્ચ શરૂ કરવામાં આવી છે. જે આજે કરકથી મોડી રાત્રે કોહાટ પહોંચશે અને ત્યાં રાત્રિ રોકાણ કરશે. તે પછી છ ઓક્ટોબરે બપોરે 12 વાગ્યે કોહાટથી હંગૂ, કુર્રમ અને ઓરકજઈથી બીજી અન્ય પ્રદર્શનકારીઓ સામેલ થશે. અહીંથી આ કાફલો પેશાવર તરફ આગળ વધશે અને મત્તાની પાસે રાત્રિ રોકાણ કરશે. તે પછી સાત ઓક્ટોબરે પેશાવરના બાકીના વિસ્તારોમાથી પસાર થશે અને આ કાફિલો રાત્રે ચરસદ્દા ઇન્ટરચેન્જ પાસે રોકાશે. તે પછી આઠ ઓક્ટોબરે ચરસદ્દા અને મોહમ્મદના લોકો પણ સામેલ થશે. ઇમરાન ખાનને છોડવવા માટે આ લોકોએ માર્ચ શરૂ કરી છે.