મુંબઈઃ એક્ટ્રેસ જાહન્વી કપૂર સમયાંતરે તેના આઉટફિટને કારણે ચર્ચામાં છે. એના દરેક આઉટફિટ આમ તો દમદાર હોય છે અને તેના પર ખૂબ જ શ્રેષ્ઠ લાગતા હોય છે. આ સાથે તેની એસેસરીઝ અને જ્વેલરી પણ મેચ થતી હોય છે. હવે એક્ટ્રેસે BoF 500 ગાલા કાર્યક્રમ માટે રોયલ અંદાજમાં ફોટોશુટ કરાવ્યું અને આ ફોટોશુટમાં એકથી એક બહેતરીન પોઝ આપ્યા હતા. આ ફોટોશુટમાં તેનો ગ્રેસફૂલ અને બોલ્ડ અંદાજ જોવા મળ્યો હતો. જ્વેલરી ડિટેલિંગ અને ગોલ્ડન જ્વેલરીએ તેના દેશી લૂકને ખૂબ જ ખાસ બનાવી દીધો હતો.
ટ્રેડિશનલ લૂક અને મોર્ડન અંદાજ
ટ્રેડિશનલ સાડી સાથે મોર્ડન અંદાજમાં તેનો આ લૂક સોશિયલ મીડિયા પર ચર્ચાય રહ્યો છે. આ રીતે એક્ટ્રેસ પોતાના ફેશન, સ્ટાઈલ આઈકોન અને પોઝ દ્વારા લોકોનું ધ્યાન ખેંચે છે. પેરિસમાં આયોજિત BoF 500 ગાલામાં એક્ટ્રેસે હાજરી આપી હતી. અહીંયા ઈન્ડિયન ડિઝાઈન અને ટ્રેડિશનલ લૂક સાથે થોડો વેસ્ટર્ન ટચ અપનાવીને આઉટફીટ પહેર્યા હતા. જે ખરેખર ગ્રેસફૂલ લાગી રહ્યા છે. પહેલા જ લૂકમાં જે ખૂબ રોયલ અને બ્લોડ લાગી રહી છે. આઈવરી કલરની સાડીમાં તેનો અંદાજ બેસ્ટ દેખાઈ રહ્યો છે. આ લૂકમાં તે ખૂબ જ કોફિડન્સ દેખાઈ રહી છે. ચેર બેસીને પોઝ આપતા તેની ફીટનેસ અને ફીગર પર ફેન્સની નજર પડ્યા વગર રહેતી નથી. એક્ટ્રેસના આ આઉટફિટને 460 કાઉન્ટ બંગાળી મખમલથી તૈયાર કરવામાં આવ્યા છે. જે પહેરવારમાં ખૂબ જ હલકા અને દેખામાં દમદાર હોય છે. આઈવરી કલર સાથે સમગ્ર લૂક અલગ અને રોયલ વાઈબ્સ આપી જાય છે.
🤎 https://t.co/as6ZiiYmeZ
— Jahnavi Kapoor (@JanhvikapoorFC_) October 4, 2026
હેન્ડવર્કના વખાણ થાય છે
સમગ્ર આઉટફિટની અસલી ખુબસુરતી હાથેથી કરવામાં આવેલા આર્ટવર્કની છે. બારિકી એવી કરવામાં આવી છે કે, લૂકને ચારચાંદ લગાવી દે છે. જ્યારે ઓપલ શોલ્ડર બ્લાઉઝ સાથે ખભા પર જ્વેલરીથી ડિટેલિંગ પૂરૂ કરવામાં આવ્યું છે. ગોલ્ડ બિડ્સ અને કલરફૂલ સ્ટોન સાથે ખૂબ જ બારિકીથી આ જ્વેલરી તૈયાર કરવામાં આવી છે. જે દેખાવમાં એના લૂકમાં અલગ રીતે વધારો કરે છે અને સુંદરતાને વધારે નિખારે છે. ખભાથી બાયશેપ્સ સુધીની જ્વેલરીએ ફેન્સનું ધ્યાન ખેંચ્યું છે. આઈવરી સાડી સાથે આ જ્વેલરી બિલકુલ મેચ થાય છે. એમાં પણ આઈવરી કલરનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મલ્ટિકલર્સના બદલે માત્ર જૂજ કલરથી જ્વલેરીનો લૂક ઘણી રીતે અલગ પડે છે. તેનો આ લૂક ખરેખર એના ચહેરાનો અલગ કોન્ફિડન્સ આપી જાય છે. આ સાથે સ્લીક હેરસ્ટાઈલ અને શટલ મેકઅપ લૂકને ક્લાસી બનાવી દે છે. કોન્ફિડન્સ એક્સપ્રેશન એની સુંદરતામાં વધારો કરવાની સાથે એના અંદાજને અલગ રાખે છે.
એક્ટ્રેસનો બોલ્ડ અંદાજ
તેનો આ લૂક તથા આઉટફિટ મોર્ડન ડ્રેપને ક્લિયર બતાવે છે. કમર પરની પ્લિટ્સ અને શરીર પરના ક્ટસ પર એના જ્વેલરીથી આખો લૂક અલગ લાગે છે. ટ્રેડિશનલ સાડીમાં પણ ગ્લેમરસ અવતાર તેનો દેખાઈ રહ્યો છે. ગ્લોબલ ફેશનટચ આપીને તેણે પાર્ટી માટે એક મસ્ત ફેશન આઉટફિટ મૂક્યા છે. આ ઉપરાંત જે રીતે તેણે સાડી પહેરી છે એ પણ અલગ ચર્ચાનો વિષય બની રહ્યો છે. સાડીનો પલ્લુ અલગ પડે છે અને ફેન્સનું ધ્યાન ખેંચે છે. ફ્લોરલેન્થ ડ્રેપ અને સોફ્ટ આઈવરી કલર સાથે લૂક અલગ લાગી રહ્યો છે. ક્લોઝઅપ શોટમાં તેનો મેકઅપ દેખાઈ રહ્યો છે. ઈયરરિંગ્સમાં પણ દમદાર ડિઝાઈન ગર્લ્સને પસંદ પડી રહી છે. આ એક કસ્ટમ આઉટફિટ છે. ડિઝાઈનર રિયા કપૂરે સમગ્ર લૂકને કંપ્લિટ કર્યો છે. ઈન્ડિયન ટચ સાથે તેનો બોલ્ડ અંદાજ પણ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે.