Tue Oct 06 2026

Logo

આ કારણે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે લગ્નના આઠ જ મહિનામાં થાય છે ઝઘડા, રશ્મિકાનો ચોંકાવનારો ખુલાસો...

2026-10-05 14:49:26
Author: Darshana Visaria
આ કારણે રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા વચ્ચે લગ્નના આઠ જ મહિનામાં થાય છે ઝઘડા, રશ્મિકાનો ચોંકાવનારો ખુલાસો...

સાઉથ ઈન્ડિયન ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું સૌથી વધારે લોકપ્રિય અને સ્ટાર કપલ રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડા પોતાની પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને લઈને સતત લાઈમલાઈટમાં રહે છે. જોકે, હવે લગ્ન બાદ આ જોડી ટૂંક સમયમાં મોટા પડદે ફિલ્મ 'રણબાલી'માં ફરી એકવાર સ્ક્રીન શેર કરતી જોવા મળશે. આ બધા વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોડકાસ્ટની કેટલીક ક્લિપ વાઈરલ થઈ રહી છે, જેમાં આ કપલનો સુંદર બોન્ડ જોવા મળી રહ્યો છે. 

તાજેતરમાં એક પોડકાસ્ટ ઇન્ટરવ્યુ દરમિયાન આ નવપરિણીત યુગલે પોતાની મેરિડ લાઇફ અને અંગત સંબંધો વિશે દિલ ખોલીને વાત કરી હતી. વાતચીત દરમિયાન રશ્મિકાએ ખુલાસો કર્યો હતો કે લગ્ન પછી તેમની વચ્ચે કઈ વાતને લઈને નાની-મોટી તકરાર થાય છે, જ્યારે વિજયે પત્ની રશ્મિકાની પરિપક્વતાના ભરપૂર વખાણ કર્યા હતા.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં આ પોડકાસ્ટમાં જ્યારે રશ્મિકા મંદાનાને પૂછવામાં આવ્યું કે લગ્ન પછી તેમની વચ્ચે પહેલો ઝઘડો ક્યારે થયો હતો એની તો આ સવાલના જવાબમાં તેણે હસતાં હસતાં જણાવ્યું હતું કે, અમારી વચ્ચે ક્યારેય મોટા ઝઘડા થતા નથી, કારણ કે અમે દરેક પળ સાથે એન્જોય કરીએ છીએ.

નાની અણબનાવ વિશે વાત કરતાં રશ્મિકાએ મજાકિયા અંદાજમાં ઉમેર્યું હતું કે ક્યારેક મને તેમનું એટેન્શન જોઈતું હોય અને વિજય પોતાના ફોનમાં કોઈ કામમાં વ્યસ્ત હોય, ત્યારે હું પ્રેમથી એક-બે વાર 'વિજુ-વિજુ' કહીને બોલાવું છું. પણ જો ત્રીજી વાર પણ ધ્યાન ન જાય તો મને થોડો ગુસ્સો આવી જાય છે. જોકે મારો ગુસ્સો જોતાં જ તેઓ તરત જ રિસ્પોન્સ આપે છે!

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Stories 🍃 (@stories.aep)

વિજયે રશ્મિકાની પ્રશંસા કરતાં જણાવ્યું કે રશ્મિકા ખૂબ જ સમજદાર છે અને તે ખૂબ જ સારી રીતે સમજે છે કે જ્યારે સામેની વ્યક્તિ કોઈ ગંભીર કામમાં વ્યસ્ત હોય ત્યારે તેને જરૂરી સ્પેસ (Space) આપવી કેટલી મહત્વપૂર્ણ છે. આ મુદ્દે રશ્મિકાએ પણ સહમતિ દર્શાવતા જણાવ્યું હતું કે, બંને એક જ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં કામ કરતાં હોવાથી શૂટિંગ, પ્રમોશન્સ અને ફિલ્મ રિલીઝ વખતે કેવો માનસિક તણાવ (Stress) હોય છે તે બંને પરસ્પર સારી રીતે સમજે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે લાંબા સમય સુધી એકબીજાને ડેટ કર્યા બાદ આખરે સાઉથના આ મોસ્ટ પોપ્યુલર અને પાવરફૂલ કપલ રશ્મિકા અને વિજયે 26મી ફેબ્રુઆરી, 2026ના રોજ રાજસ્થાનના ઉદયપુરમાં શાહી અંદાજમાં લગ્ન કર્યા હતા. બંનેની ઓનસ્ક્રીન અને ઓફસ્ક્રીન કેમિસ્ટ્રીને દર્શકો હંમેશાં ખૂબ પસંદ કરે છે.

લગ્ન બાદ પ્રથમવાર આ જોડી ફિલ્મ 'રણબાલી'માં સાથે ચમકશે. ફિલ્મમાં વિજય દેવરકોંડા 'રણબાલી'નું મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જ્યારે રશ્મિકા મંદાના તેની પત્ની 'જયમ્મા'ના રોલમાં જોવા મળશે. વાત કરીએ આ ફિલ્મ ક્યારે રીલિઝ થવા જઈ રહી છે એની તો 16મી ઓક્ટોબર, 2026ના રોજ થિયેટર્સમાં રીલિઝ થવા જઈ રહી છે. આ ઉપરાંત રશ્મિકા પોતાની આગામી ફિલ્મ 'માયસા' (Mysa)ને લઈને પણ ચર્ચામાં છે.