Mon Oct 05 2026

Logo

ગુનેગારોના મનમાં ડર ઊભો કરવો પડશે: બળાત્કાર મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની કાઢી ઝાટકણી

2026-10-05 13:45:00
Author: Mumbai Samachar Team
ગુનેગારોના મનમાં ડર ઊભો કરવો પડશે: બળાત્કાર મુદ્દે સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસની કાઢી ઝાટકણી

દિલ્હી-એનસીઆરમાં મહિલાઓ અને સગીરાઓ સામે સતત સામે આવી રહેલા બળાત્કાર અને યૌન અપરાધો પર સુપ્રીમ કોર્ટે આજે સુનાવણી કરી. સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને પૂછ્યું કે આવા અપરાધોને રોકવા માટે પ્રિવેન્ટિવ એટલે કે અપરાધ થતા પહેલા અટકાવવાના પોલીસિંગ તરીકે શું પગલાં લઈ શકાય છે? જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ કે. વિનેાદ ચંદ્રનની બેન્ચે જણાવ્યું કે માત્ર કાગળો પર આદેશ અને સૂચનાઓ પૂરતા નથી, પરંતુ જમીન પર તેનો પ્રભાવ દેખાવો જોઈએ

'કોની પરવા કર્યા વિના કરો કાર્યવાહી'

સુપ્રીમ કોર્ટે દિલ્હી પોલીસને કહ્યું કે જરૂર પડ્યે તેઓ સખત વલણ અપનાવે... ખૂબ સખ્તાઈ વર્તે... એવા લોકો પણ હશે જે આર્ટિકલ 21 (જીવનનો અધિકાર) નો ઉલ્લેખ કરશે અને માનવાધિકાર સમૂહોનો હવાલો આપશે જે અપરાધીઓ સાથે ખરાબ વર્તાવનો વિરોધ કરે છે. કોર્ટે કહ્યું કે અધિકારીઓ આવા સમૂહોની પરવા કર્યા વિના, બળાત્કાર જેવા જઘન્ય અપરાધો કરનારા અપરાધીઓ સામે સખત કાર્યવાહી કરી શકે છે.

શાળા-કૉલેજ પર પણ નજર

જસ્ટિસ પારડીવાલાએ શાળા અને કૉલેજની આસપાસની સુરક્ષા વ્યવસ્થા પર પણ ધ્યાન આપવા કહ્યું. તેમણે એવા સ્થાનોનો ઉલ્લેખ કર્યો જ્યાં મવાલીઓ અથવા અસામાજિક તત્વો નવા વિદ્યાર્થીઓને હેરાન કરે છે. કોર્ટે કહ્યું કે આવા સ્થાનો પર યોગ્ય પગલાં લેવાની જરૂર છે.

કાગળોમાં બધું જ છે, જમીન પર એક્શન જોઈએ

સુપ્રીમ કોર્ટે સાર્વજનિક પરિવહન અને મહિલાઓની અવરજવર વાળા સંવેદનશીલ વિસ્તારોમાં દેખરેખ વધારવા પર પણ ભાર મૂક્યો છે. કોર્ટની અગાઉની સુનાવણીમાં દિલ્હી પોલીસને નબળા અને સંવેદનશીલ વિસ્તારોની ઓળખ કરવા, સીસીટીવી (CCTV) અને સ્ટ્રીટ લાઇટની સ્થિતિની તપાસ કરવા તેમજ પેટ્રોલિંગ વ્યવસ્થાનું ઓડિટ કરવાનું કહેવામાં આવ્યું હતું.

લોકો પોલીસ પાસે આવે, ડરે નહીં

સુપ્રીમ કોર્ટે પોલીસ અને જનતા વચ્ચેના વિશ્વાસ પર પણ ભાર મૂક્યો છે. કોર્ટનો સંદેશ છે કે પોલીસ એવી સંસ્થા હોવી જોઈએ જેની પાસે લોકો મદદ માટે પહોંચે... મહિલાઓ અને બાળકોને ફરિયાદ કે જોખમની સ્થિતિમાં પોલીસનો સંપર્ક કરવામાં ડર કે સંકોચ ન હોવો જોઈએ.

રેપ કેસમાં સ્વતઃ સંજ્ઞાન કેમ?

સુપ્રીમ કોર્ટે દિલ્હી-એનસીઆરમાં હાલના ઘણા ગંભીર મામલાના મીડિયા રિપોર્ટો પર સ્વતઃ સંજ્ઞાન લીધું હતું. તેમાં આસફ કુંજ પાર્કમાં 17 વર્ષીય છોકરી સાથે સામુહિક દુષ્કર્મ,  સ્વરૂપ નગરમાં કિશોરી સાથે કથિત દુષ્કર્મ અને હત્યાની સાથે ગ્રેટર નોઇડાથી દિલ્હી જઇ રહેલી બસમાં સગીરા સાથે કથિત યૌન ઉત્પીડનના કેસો સામેલ હતા.