Tue Oct 06 2026

Logo

શેર બજાર ખુલતા જ ધડામ, સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઘટાડો: નિફ્ટી 22,700ની નીચે, ઓટો, મેટલ, ખાનગી બેંકોમાં વેચવાલી

2026-09-29 10:20:00
Author: Mumbai Samachar Team
શેર બજાર ખુલતા જ ધડામ, સેન્સેક્સમાં 600 પોઇન્ટનો ઘટાડો: નિફ્ટી 22,700ની નીચે, ઓટો, મેટલ, ખાનગી બેંકોમાં વેચવાલી

શૅરબજારમાં વધુ એક વખત મોટો ઘટાડો જોવા મળ્યો છે. સોમવારે ક્રેશ થયા પછી સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે પણ રેડ ઝોનમાં (લાલ નિશાનમાં) કારોબાર શરૂ કર્યો હતો. શરુઆત સામાન્ય ઘટાડા સાથે થયા બાદ બંને ઇન્ડેક્સમાં તૂટવાની રફ્તાર ઝડપી બનતી ગઈ. બોમ્બે સ્ટૉક એક્સચેન્જનો 30 શૅર ધરાવતો સેન્સેક્સ આશરે 600 કરતાં વધુ અંક ગગડી ગયો, જ્યારે નેશનલ સ્ટૉક એક્સચેન્જનો નિફ્ટી ઇન્ડેક્સ 22,600 પર કારોબાર કરતો જોવા મળ્યો. આ દરમિયાન દિગ્ગજ કંપનીઓના શૅરોમાં પણ વેચવાલી જોવા મળી. 

Sensex-Niftyની ખરાબ શરુઆત

ગત કામકાજના દિવસ એટલે કે સોમવારે BSE Sensex ભારે ઘટાડા સાથે 72,771 પર બંધ થયો હતો અને મંગળવારે તેણે 72,633 પર કારોબારની શરૂઆત કરી, પરંતુ થોડી જ પળોમાં તેમાં ઘટાડો ઝડપી બનતો ગયો. માત્ર પાંચ જ મિનિટમાં સેન્સેક્સ 600 અંકથી વધુ ગગડીને 72,136 ના સ્તરે આવી ગયો.

સેન્સેક્સની સાથે-સાથે NSE Nifty માં પણ ઘટાડો જોવા મળ્યો. 50 શેર ધરાવતો આ ઇન્ડેક્સ તેના પાછલા બંધ સ્તર 22,780 ની સરખામણીએ સામાન્ય ઘટાડા સાથે 22,732 પર ખુલ્યો અને પછી અચાનક 200 અંકથી વધુ ઘટીને 22,580 ના સ્તરે આવી ગયો.

સોમવારના ક્રેશમાં આટલું નુકસાન

ભારતીય શેરબજારમાં સોમવારે મોટો ઘટાડો જોવા મળ્યો. દિવસભર સેન્સેક્સ-નિફ્ટી તૂટતા રહ્યા. અંતે બીએસઇ સેન્સેક્સ 1124 અંક તૂટીને 72,771 ક્લોઝ થયો. જ્યારે નિફ્ટી 260 અંકના ઘટાડા સાથે 22,780ના લેવલે બંધ રહ્યો હતો. Sensex-Niftyમાં આ ઘટાડાના પગલે રોકાણકારોના 8.81 લાખ કરોડ સ્વાહા થઇ ગયા હતા. બોમ્બે સ્ટોક એક્સેન્જ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ ગત શુક્રવારના 4,83,25,067.26 કરોડ રૂપિયાથી ઘટીને સોમવારે માર્કેટ ક્લોઝિંગના સમયે  4,74,43,885.65 કરોડ રૂપિયા પર આવી ગયું હતું.