Mon Oct 05 2026

Logo

નિફટી 22,550ની ઉપર, સેન્સેક્સમાં 700 અંકનો ઉછાળો; આઇટી, ઓઇલ એન્ડ ગેસ અને બેંક શેરોમાં તેજી

2026-10-05 10:32:00
Author: Mumbai Samachar Team
નિફટી 22,550ની ઉપર, સેન્સેક્સમાં 700 અંકનો ઉછાળો; આઇટી, ઓઇલ એન્ડ ગેસ અને બેંક શેરોમાં તેજી

સપ્તાહના પ્રથમ સેશનમાં સોમવારે માર્કેટમાં ફુલગુલાબી તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 700 પોઇન્ટના વધારા સાથે 72,600ની ઉપર ગેઇન કરી રહ્યો છે. તો નિફ્ટી 200 પોઇન્ટના વધારા સાથે 22,600ની ઉપર કારોબાર કરી રહ્યો છે. 

USમાં દરો વધવાની આશંકા ઘટવાથી ગ્લોબલ બજારનો મુડ સુધર્યો, એશિયન બજારોમાં 5 ઓક્ટોબરે તેજી જોવા મળી.  અમેરિકામાં નબળા પેરોલ ડેટા આવ્યા પછી વ્યાજદરમાં વધારો થવાની આશંકા ઘટી છે. MSCIના એશિયા પેસિફિક ઇક્વિટી ઇન્ડેક્સમાં 0.4%નો વધારો થયો છે, જ્યારે જાપાનીઝ શેરોમાં 2% કરતાં વધુનો ઉછાળો જોવા મળ્યો છે. નિક્કેઈ 225 (Nikkei 225) માં 2.03% અને વ્યાપક ટોપિક્સ (Topix) માં 1.11%નો વધારો થયો છે. હેંગ સેંગ ફ્યુચર્સમાં 0.2%નો ઘટાડો નોંધાયો છે.

દક્ષિણ કોરિયાનું શેર બજાર 'નેશનલ ફાઉન્ડેશન ડે'ની રજાના કારણે બંધ રહ્યું. જાપાની યેન 0.1% મજબૂત થઇને 157.63 પ્રતિ ડોલર પર પહોચી ગયો.  ઓફશોર યુઆનમા કોઇ ખાસ ફેરફાર ન થયો અને તે 6.7068 પ્રતિ ડોલર પર રહ્યો

વોલ સ્ટ્રીટ પર, નાસ્ડેક 100ના કોન્ટ્રાક્ટ્સમાં 0.3%નો મામૂલી વધારો થયો. શુક્રવારે તેનો મુખ્ય ઇન્ડેકસ રેકોર્ડ ઉંચાઇ પર બંધ રહ્યો હતો અને US સેમીકંડક્ટર શેરોમાં તેજી આવી હતી. 

નિફ્ટી ટોપ ગેઇનર્સ

નિફ્ટી ટોપ ગેઇનર્સની વાત કરીએ તો સોમવારે બજાજ ફાઇનાન્સ, ટીસીએસ, વિપ્રો, શ્રીરામ ફાઇનાન્સ, કોલ ઇન્ડિયા, કલ્યાણ  જ્વેલર્સ, આર આર કેબલ, એમએમ ફાઇનાન્સ, પર્સિસ્ટન્ટ, નુવામા વેલ્થ, સીજી કન્ઝુમર, ફિઝિક્સવાલા, એલજી ઇલેક્ટ્રોનિક્સ, બિરલા સોફ્ટ, સન ટીવી નેટવર્ક, આદિત્ય ઇન્ફોટેક, પીજી ઇલેક્ટ્રોપ્લાસ્ટ, ટ્રાન્સફોર્મર્સ, બેંક ઓફ ઇન્ડિયા, બલરામપુર ચીની, ડીસીએસ શ્રીરામ, શિપિંગ કોર્પોરેશનમાં તેજી તરફી કારોબાર જોવા મળ્યો 

નિફ્ટી લુઝર્સ

સોમવારે (5 ઓક્ટોબર) નિફ્ટીમાં ઘટનારા શેરો પર નજર કરીઓ તો એપોલો હોસ્પિટલ, મેક્સ હેલ્થકેર, સિપ્લા, બજાજ ઓટો, ભારત ઇલેક્ટ્રિક, એવન્યુ સુપરમાર્ટ, હોમ ફર્સ્ટ, વેલસ્પન કોર્પોરેશન, બંધન બેંક, મેક્સ ફાઇનાન્સિયલ, વેલસ્પન લિવિંગ, હિરોમોટો કોર્પ, ટાટા ટેલી સર્વિસિઝ, કેપ્લિન લેબ્સ, ભારત ફોર્જ સહિતના શેર આજના માર્કેટમાં વેચવાલી તરફી મૂડ દર્શાવી રહ્યા છે.