(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: સમીક્ષા હેઠળના પાછલા સપ્તાહમાં આઈટી સિવાય બધા સેક્ટરલ ઈન્ડેક્સ ઘટ્યા હતા. હોસ્પિટલ્સ, ઓટો અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ સૌથી અધિક ઘટ્યા હતા. સપ્તાહ દરમિયાન એફઆઈઆઈની રૂ. ૩૮,૬૬૦ કરોડની ચોખ્ખી વેચવાલી નોંધાઇ હતી.
પહેલી ઓક્ટોબર,, ૨૦૨૬એ પૂરા થયેલા સપ્તાહ અંતે બીએસઈ સેન્સેક્સ ૧,૯૮૬.૦૪ પોઈન્ટ કે ૨.૬૯ ટકા ઘટ્યો હતો. સપ્તાહના આરંભે સેન્સેક્સ ૭૩,૭૩૪.૮૩ પોઈન્ટના સ્તરે ખૂલ્યો હતો અને ૨૮ સપ્ટેમ્બર, સોમવારે ઉપરમાં ૭૩,૭૪૦.૮૫ પોઈન્ટની ઊંચી સપાટી તથા ગુરુવાર, પહેલી ઓક્ટોબરે નીચામાં ૭૧,૨૯૨.૮૮ પોઈન્ટ સુધી જઈ ૭૧,૯૦૯.૭૦ બંધ રહ્યો હતો.
સપ્તાહ દરમિયાન માર્કેટ કેપિટલાઈઝેશન ૨૫ સપ્ટેમ્બરના રૂ.૪૮૧.૮૮ લાખ કરોડથી ઘટીને રૂ.૪૬૬.૯૬ લાખ કરોડ થયું હતું. આમ માર્કેટ કેપિટલાઈઝેશનમાં રૂ.૧૪.૯૨ લાખ કરોડનો ઘટાડો થયો હતો. બીએસઈ આઈપીઓ ઈન્ડેક્સ ૧.૦૭ ટકા અને એસએમઈ આઈપીઓ ઈન્ડેક્સ ૦.૭૩ ટકા ઘટ્યા હતા. સેક્ટરલ ઈન્ડેક્સમાં એકમાત્ર આઈટી ઈન્ડેક્સ ૦.૨ ટકા વધ્યા હતો.
સેક્ટરલમાં ઘટેલા ઈન્ડેક્સ મુખ્યત્વે આ પ્રમાણે હતા: હોસ્પિટલ્સ ૬.૭૯ ટકા, ઓટો ૫.૫૧ ટકા, કંઝ્યુમર ડ્યુરેબલ્સ ૫.૩૧ ટકા, પીએસયુ બેન્ક ૪.૨૨ ટકા, એફએમસીજી ૪.૧૭ ટકા, મેટલ ૪.૧૭ ટકા, હાઉસિંગ ફાઈનાન્સ ૩.૮ ટકા, ઈન્ફ્રાસ્ટ્રક્ચર ૩.૬૭ ટકા, પીએસયુ ૩.૬૪ ટકા, ઓઈલ એન્ડ ગેસ ૩.૪૮ ટકા, હેલ્થકેર ૩.૨૯ ટકા અને રિયલ્ટી ૩.૨૮ ટકા ઘટ્યા હતા.
સપ્તાહ દરમિયાન બીએસઈ-૧૦૦ ઇન્ડેક્સના છ શેર વધ્યા અને ૯૪ ઘટ્યા હતા. બીએસઈ-૨૦૦માં ૧૮ શેર વધ્યા, ૧૮૨ ઘટ્યા હતા. બીએસઈ-૩૦માં ૨ શેર વધ્યા અને ૨૮ ઘટ્યા હતા. બીએસઈ-૫૦૦માં ૫૦ શેર વધ્યા, ૪૫૦ ઘટ્યા હતા.
સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપમાં સૌથી અધિક વધેલા માત્ર બે શેર હતા, જેમાં કોટક બેન્ક ૩.૯૧ ટકા અને ઈન્ફોસિસ ૩.૨૯ ટકા વધ્યા હતા. જ્યારે સેન્સેક્સ સમાવિષ્ટ સ્ક્રિપમાંના સૌથી અધિક ઘટેલા પાંચ શેરમાં ટાઈટન ૭.૫૯ ટકા, ઈટર્નલ ૬.૭૯ ટકા મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર ૬.૩૨ ટકા, મારુતિ ૫.૮૯ ટકા અને પાવર ગ્રીડ ૫.૭૩ ટકા ઘટ્યા હતા.
ગ્રુપ અનુસાર વધઘટમાં એ ગ્રુપની ૭૦૨ કંપનીઓમાંથી ૮૬ વધી, ૬૧૬ ઘટી હતી. જ્યારે બી ગ્રુપની ૧,૭૨૪ કંપનીઓમાંથી ૩૨૩ વધી, ૧,૩૯૪ ઘટી અને સાત યથાવત રહી હતી. સપ્તાહ દરમિયાન બી ગ્રુપની ચાર કંપનીઓને નીચલી તેમ જ છ કંપનીઓને ઉપલી સર્કિટ લાગી હતી.
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ સપ્તાહ દરમિયાન રૂ. ૧,૨૬,૦૪૯.૦૦ કરોડની ખરીદી અને રૂ. ૮૯,૭૫૫.૫૩ કરોડનું વેચાણ કર્યું હતું. આમ, તેમની ચોખ્ખી લેવાલી રૂ. ૩૬,૨૯૩.૪૭ કરોડ રહી હતી. વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ રૂ. ૭૧,૦૭૫.૭૦ કરોડની ખરીદી સામે રૂ. ૧,૦૯,૭૩૫.૭૦ કરોડનું વેચાણ કર્યું હતું. આમ, તેમની ચોખ્ખી વેચવાલી રૂ. ૩૮,૬૬૦.૦૦ કરોડ રહી હતી.