નાઈજીરિયામાં 25 મુસાફરો અને 7 ક્રૂ સભ્યોને લઈ જતું એક લશ્કરી વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. જેની બાદ તાત્કાલિક રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. જોકે, હાલમાં જાનહાનિ અંગે કોઈ માહિતી પ્રકાશમાં આવી નથી.
ઈગ્બોકોડા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું.
આ દુર્ઘટના અંગે નાઈજીરિયાના ઉડ્ડયન મંત્રી ફેસ્ટસ કિયામોએ જણાવ્યું હતું કે આ વિમાન ઓન્ડો રાજ્યના ઈગ્બોકોડા વિસ્તારમાં દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ વિમાન નાઈજીરિયાના આર્થિક કેન્દ્ર ગણાતા લાગોસ તરફ એક નિયમિત મિશન પર હતું.
Tragic news 💔 A military aircraft has cr@shed in Igbokoda, Ilaje Local Government Area of Ondo State. The Nigerian Air Force confirmed that an aircraft cr@shed in the area while on a routine mission from Benin to Lagos. Search and rescue operations are currently ongoing https://t.co/Wyj9aAl7pT
— Vampz (@Hybrid_Ola) October 5, 2026
આ વિમાનની ઓળખ ATR-42 તરીકે થઇ
નાઈજીરિયન વાયુસેનાએ આ વિમાનની ઓળખ ATR-42 તરીકે કરી હતી અને જણાવ્યું હતું કે તાત્કાલિક શોધ અને બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. વિમાનને કેટલું નુકસાન થયું હતું તે અંગે તરત જ કોઈ સ્પષ્ટતા થઈ ન હતી. કિયામોએ જણાવ્યું હતું કે વિમાન સૌપ્રથમ સ્થાનિક સમય મુજબ સવારે 9.00 વાગ્યાની આસપાસ રડાર પરથી ગાયબ થઈ ગયું હતું અને એડો સ્ટેટથી લાગોસ જઈ રહ્યું હતું ત્યારે તે દુર્ઘટનાગ્રસ્ત થયાનું માલૂમ પડ્યું હતું.
ડીએસપી અબાયોમી જીમોહે દુર્ઘટનાની પુષ્ટિ કરી
મીડિયા અહેવાલો અનુસાર, ઓન્ડો સ્ટેટ પોલીસ કમાન્ડના પ્રવક્તા ડીએસપી અબાયોમી જીમોહે પુષ્ટિ કરી હતી.તેમણે કહ્યું કે આ ઘટના અંગેની વિગતો હજુ સામે આવી રહી છે અને સમગ્ર પરિસ્થિતિની જાણકારી મેળવવાના પ્રયાસો ચાલુ છે. તેમણે જનતાને શાંતિ જાળવવા અને ખોટી માહિતી ફેલાવવાથી દૂર રહેવા અનુરોધ કર્યો હતો. તેમણે ઉમેર્યું હતું કે વધુ વિશ્વસનીય માહિતી ઉપલબ્ધ થતાં જ જનતાને તે અંગે યોગ્ય રીતે જાણ કરવામાં આવશે.