જ્યોતિષશાસ્ત્રમાં સુખ, સમૃદ્ધિ, વૈભવ, રોમાન્સ અને ભૌતિક સુખોના કારક ગણાતા દૈત્યગુરુ શુક્ર દેવે પોતાની સ્વરાશિ તુલામાં પ્રવેશ કરી લીધો છે. શુક્રનું પોતાની જ રાશિમાં ગોચર અત્યંત શુભ અને પ્રભાવશાળી માનવામાં આવે છે. શુક્ર દેવ છઠ્ઠી નવેમ્બર સુધી તુલા રાશિમાં બિરાજમાન રહેશે, જેને કારણે કેટલીક રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે.
સ્વરાશિમાં શુક્રની ઉપસ્થિતિથી સર્જાતો આ શુભ યોગ આગામી દિવસોમાં પાંચ મહત્વપૂર્ણ રાશિઓ માટે આર્થિક ઉન્નતિ, અટકેલા કાર્યોની પૂર્ણાહુતિ, પારિવારિક શાંતિ અને નવી રોજગારીની સુવર્ણ તકો લઈને આવ્યો છે. આવો જાણીએ કઈ કઈ રાશિઓનું નસીબ આ સમયગાળામાં ચમકવાનું છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
તુલાઃ
શુક્ર તમારી જ રાશિમાં બિરાજમાન હોવાથી તમારું આકર્ષણ અને પ્રભાવ વધશે. અંગત સંબંધોથી લઈને વ્યાવસાયિક મોરચે તમને સફળતા મળશે. પરિવાર અને જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકશો. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મોટી ડીલ મળવાના મજબૂત યોગ છે, જેનાથી નફાનું પ્રમાણ વધશે.
ધનઃ
ધન રાશિના જાતકો માટે શુક્રનું આ પરિભ્રમણ નાણાકીય કટોકટીમાંથી મુક્તિ અપાવશે. ભૂતકાળમાં કરેલા રોકાણોમાંથી ઉત્તમ નફો મળશે, જેથી આત્મવિશ્વાસમાં વધારો થશે. આર્થિક મજબૂતીની સાથે પરિવારમાં ખુશીનો માહોલ રહેશે અને પરસ્પર સંબંધો વધુ ગાઢ બનશે. આ સમયગાળો ધન રાશિના જાતકો માટે
મકરઃ
મકર રાશિના લોકો માટે આ સમયગાળો અટકેલા પ્રોજેક્ટ્સને ઝડપી બનાવવાનો રહેશે. વેપારી વર્ગને નવા સોદાઓથી જબરદસ્ત આર્થિક લાભ થશે. આવક અને બચત વચ્ચે ઉત્તમ સંતુલન જળવાઈ રહેશે, જેથી લાંબા ગાળાના આયોજનો સરળ બનશે.
કુંભઃ
જો તમે લાંબા સમયથી નોકરી કે વ્યવસાયમાં અવરોધો અને મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા હોવ, તો હવે રાહત મળશે. કામકાજમાં મન લાગશે અને ઉત્સાહ સાથે લક્ષ્યો પૂરા કરી શકશો. કાર્યક્ષેત્રે કોઈ સારા સમાચાર કે નવી જવાબદારી મળી શકે છે. વ્યવસાયમાં પણ પ્રગતિના નવા દરવાજા ખુલશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે આ ગોચર ધનલાભ લઈને આવ્યું છે. ખર્ચ વધવા છતાં પણ તમારી આર્થિક સ્થિતિ પર કોઈ નકારાત્મક અસર નહીં પડે. જે લોકો નોકરી બદલવાનું વિચારી રહ્યા છે તેમને કોઈ મોટી કંપનીમાંથી ઉત્તમ પગારની ઓફર મળી શકે છે. લાંબા સમયથી અધૂરા રહેલા કામો પણ આ સમયમાં પૂરા થઈ જશે.