મુંબઈ: મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રશાસનિક સ્તરે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે, જેમાં ત્રણ વરિષ્ઠ આઈએએસ (IAS) અધિકારીઓની બદલી કરીને નવી જવાબદારીઓ સોંપવામાં આવી છે. સરકારે ત્રણ આઈએએસ અધિકારીઓની બદલી કરી છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા જારી આદેશ મુજબ 1996 બેચના વરિષ્ઠ આઈએએસ અધિકારી સંજય જગન્નાથ ખંડારેને વન વિભાગના અપર મુખ્ય સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ખંડારે અગાઉ પ્રવાસન વિભાગના અપર મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવી રહ્યા હતા.
આ બદલી સાથે સંજય ખંડારેને રાજ્ય સચિવાલયમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે. તેઓ 1996 બેચના મહારાષ્ટ્ર કેડરના અધિકારી છે અને અત્યાર સુધી 15 સ્થળોએ 18 પદ પર કામગીરી કરી ચૂક્યા છે.
અગાઉ તેઓ જાહેર આરોગ્ય વિભાગના મુખ્ય સચિવ, એમએમઆરડીએમાં એડિશનલ કમિશનર અને રાજ્ય પરિવહન નિગમમાં ઉપાધ્યક્ષ તથા મેનેજિંગ ડિરેક્ટર સહિતની જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે.
બીજી તરફ 2009 બેચના આઈએએસ અધિકારી સંજય યાદવની પણ બદલી કરવામાં આવી છે. તેઓ હાલમાં મુંબઈમાં ‘સમગ્ર શિક્ષા અભિયાન’ના રાજ્ય પ્રોજેક્ટ ડિરેક્ટર તરીકે કાર્યરત હતા. હવે તેમને મંત્રાલયમાં પ્રવાસન વિભાગના સચિવ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
2019 બેચની આઈએએસ અધિકારી વૈષ્ણવી બી.ની પણ બદલી કરવામાં આવી છે. તેમને નાગપુર વિભાગના અપર આયુક્ત તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. વૈષ્ણવી બી. અગાઉ નાગપુર મહાનગરપાલિકામાં અતિરિક્ત મહાનગરપાલિકા આયુક્ત તરીકે ફરજ બજાવી રહ્યા હતા અને તેમણે આ જવાબદારી 2 એપ્રિલ 2025ના રોજ સંભાળી હતી.
વૈષ્ણવી બી. અગાઉ જિલ્લા પરિષદમાં મુખ્ય કાર્યકારી અધિકારી તરીકે પણ કામ કરી ચૂક્યા છે. તેઓ 2019 બેચની મહારાષ્ટ્ર કેડરના આઈએએસ અધિકારી છે. તેમની નવી નિમણૂક નાગપુર વિભાગના અપર આયુક્ત તરીકે કરવામાં આવી છે.
આ રીતે રાજ્ય સરકારે એકસાથે ત્રણ આઈએએસ અધિકારીઓની જવાબદારીઓમાં ફેરફાર કર્યો છે. સંજય ખંડારેને વન વિભાગ, સંજય યાદવને પ્રવાસન વિભાગ અને વૈષ્ણવી બી.ને નાગપુર વિભાગમાં નવી જવાબદારી સોંપવામાં આવી છે.