વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને ન્યાયના દેવતા અને કર્મફળ દાતા તરીકે ઓળખવામાં આવે છે. શનિદેવ જ્યારે પણ પોતાની રાશિ કે નક્ષત્રમાં ફેરફાર કરે છે, ત્યારે તેની ઊંડી અસર માનવજીવન પર જોવા મળે છે. જ્યોતિષીય ગણતરીઓ મુજબ, 9મી ઓક્ટોબર, 2026ના રોજ શનિદેવનું મોટું નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે. શનિદેવ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાંથી નીકળીને પોતાના જ સ્વામિત્વવાળા ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં પ્રવેશ કરશે.
ઉત્તર ભાદ્રપદ એ શનિદેવનું પોતાનું નક્ષત્ર હોવાથી આ નક્ષત્ર ગોચર અત્યંત શક્તિશાળી, પ્રભાવશાળી અને શુભ ફળ આપનારું સાબિત થશે. વર્ષોથી અટવાયેલા કામકાજ ગતિ પકડશે. જોકે આ ગોચરની અસર તમામ 12 રાશિઓ પર પડશે, પરંતુ ચાર વિશેષ રાશિઓ માટે આ સમયગાળો ગોલ્ડન સાબિત થઈ શકે છે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
વૃષભઃ
વૃષભ રાશિના સ્વામી શુક્ર છે, જેની સાથે શનિદેવનો મિત્રતાનો ભાવ છે. ૯ ઓક્ટોબર પછી નોકરી કરતા જાતકોને નવી મોટી જવાબદારી, પદોન્નતિ (Promotion) અને પગારવધારાના પ્રબળ યોગ બનશે. વિદેશ સાથે સંકળાયેલા કાર્યો કે નવો બિઝનેસ શરૂ કરવાની યોજના સફળ થશે. જૂના અટવાયેલા નાણાં પરત મળવાથી આર્થિક સ્થિતિ વધુ સુદ્રઢ બનશે.
મિથુનઃ
ઉત્તર ભાદ્રપદ નક્ષત્રમાં શનિનું આ ગોચર તમારા ભાગ્યભાવ અને કર્મક્ષેત્રને નવી ઊર્જા આપશે. જે પણ યોજનાઓ લાંબા સમયથી અટકેલી હતી તે કોઈપણ અડચણ વગર પૂરી થશે. શેરબજાર, રિયલ એસ્ટેટ કે પાર્ટનરશિપ બિઝનેસ સાથે જોડાયેલા લોકોને આકસ્મિક આર્થિક લાભ થશે અને સમાજમાં માન-પ્રતિષ્ઠા વધશે.
કન્યાઃ
કન્યા રાશિના જાતકો માટે શનિનું આ નક્ષત્ર પરિવર્તન ધનલાભના નવા રસ્તા ખોલશે. અગાઉ કરેલા રોકાણમાંથી અણધાર્યું સારું રિટર્ન મળી શકે છે. પૈતૃક સંપત્તિ કે કોર્ટ-કચેરીના જૂના વિવાદોનું સુખદ સમાધાન આવશે. નવા પ્રોજેક્ટ્સ મળવાથી કેશ ફ્લો વધશે અને માનસિક તણાવમાંથી મુક્તિ મળશે.
કુંભઃ
કુંભ રાશિના સ્વામી ખુદ શનિદેવ છે. સ્વરાશિના સ્વામી હોવાની સાથે પોતાના જ નક્ષત્રમાં પ્રવેશવાના કારણે શનિદેવ તમારી જૂની મહેનતનું ઉત્તમ પરિણામ આપશે. તમારી નિર્ણય લેવાની ક્ષમતા વધુ સચોટ બનશે, જેનાથી બિઝનેસ ડીલ્સમાં મોટો ફાયદો થશે. આવક વધવાની સાથે બચતમાં પણ નોંધપાત્ર વધારો થશે.
શનિના શુભ પ્રભાવ માટેના અચૂક ઉપાયો:
દર શનિવારે સાંજે પીપળાના વૃક્ષ નીચે સરસવના તેલનો ચારમુખી દીવો પ્રગટાવો.
નિયમિતપણે હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડના પાઠ કરવાથી શનિદોષ દૂર થાય છે અને સકારાત્મક ઊર્જા પ્રાપ્ત થાય છે.