નાગોયા: ઑલિમ્પિક ગેમ્સની સિલ્વર મેડલિસ્ટ તેમ જ કૉમનવેલ્થ ગેમ્સમાં કુલ ત્રણ ચંદ્રક જીતી ચૂકેલી ભારતની ટોચની વેઇટલિફ્ટર મીરાંબાઈ ચાનુએ એશિયન ગેમ્સ (Asian Games)માં પહેલી જ વખત મેડલ હાંસલ કર્યો છે.
SILVER FOR MIRABAI CHANU!
— IndiaSportsHub (@IndiaSportsHub) September 23, 2026
Mirabai Chanu adds an Asian Games silver to her Commonwealth Games gold in 2026.
Another chapter in her incredible medal collection! #MirabaiChanu #Weightlifting #AsianGames2026 #TeamIndia #IndiaSportsHub https://t.co/cY5rm6bFce pic.twitter.com/4hOoxChr4i
વિશ્વની છ મોટી સ્પર્ધામાં મેડલ જીતી
મીરાંબાઈ ચાનુએ બુધવારે 49 કિલોગ્રામ વજનની કૅટેગરીમાં બીજું સ્થાન મેળવીને સિલ્વર મેડલ જીતી લીધો હતો. વેઇટલિફ્ટિંગમાં વિશ્વની તમામ છ મોટી સ્પર્ધામાં મેડલ જીતનાર કર્નમ મલ્લેશ્વરી પછી હવે મીરાંબાઈ ચાનુ બીજી ભારતીય વેઇટલિફ્ટર બની છે. આ છ મોટી સ્પર્ધાઓમાં ઑલિમ્પિક્સ, કૉમનવેલ્થ ગેમ્સ, એશિયન ગેમ્સ, વર્લ્ડ ચેમ્પિયનશિપ, કૉમનવેલ્થ ચેમ્પિયનશિપ અને એશિયન ચેમ્પિયનશિપનો સમાવેશ છે.
મીરાંબાઈ ચાનુએ બે મહિના પહેલાં કૉમનવેલ્થમાં સુવર્ણ ચંદ્રક જીતી લીધા પછી પત્રકારોને કહ્યું હતું કે ‘મારી સિદ્ધિઓ હજી સંપૂર્ણ ન કહેવાય, કારણકે હું હજી સુધી એશિયન ગેમ્સનો મેડલ જીતી નથી.'
Mirabai Chanu nails all her three Snatch attempts, successfully lifting 83kg, 85kg and 87kg in a perfect start to her Asian Games campaign!
— Sony Sports Network (@SonySportsNetwk) September 23, 2026
Watch the 20th Asian Games Aichi-Nagoya LIVE on Sony Sports Network TV channels & Sony LIV.#SonySportsNetwork #SonyLIV #AsianGames… pic.twitter.com/E1DnrjOhuB
કુલ 198 કિલો વજન ઊંચક્યું
મીરાંબાઈ ચાનુ (Chanu)એ એશિયાડનો મેડલ જીતીને પોતાની કરીઅરને નવી દિશા આપી છે. તેણે સ્નેચમાં વધુમાં વધુ 87 કિલો અને ક્લીન એન્ડ જર્કમાં વધુમાં વધુ 111 કિલો વજન ઉંચક્યું હતું. એ સાથે તે કુલ 198 kg વજન સાથે બીજા નંબર પર રહી હતી. ઉત્તર કોરિયાની રિ સોંગ ગૂમ કુલ 215 kg સાથે પહેલા નંબર પર હતી અને તેણે ગોલ્ડ મેડલ જીતી લીધો હતો.
ભારત માટે એકંદરે સારો દિવસ
એકંદરે, ભારત માટે બુધવારનો દિવસ જાપાનની એશિયન ગેમ્સમાં સારો રહ્યો. શૂટિંગ, સૉફ્ટ ટેનિસમાં પણ ભારતીયો ચંદ્રક જીત્યા છે. કબડ્ડી, બૉક્સિંગ, રોવિંગ, સ્કવોશ, કૅનો સ્પ્રિંટ તથા ટેબલ ટેનિસમાં પણ ભારતીયોએ સારું પર્ફોર્મ કર્યું છે.
ભારતના ચંદ્રકોની સંખ્યા 11 થઈ
ભારત માત્ર એક ગોલ્ડ મેડલ જીત્યું છે જે મહિલા ક્રિકેટ ટીમે અપાવ્યો છે. એ ઉપરાંત ભારતીયો પાંચ સિલ્વર તથા પાંચ બ્રોન્ઝ મેડલ સહિત કુલ 11 મેડલ જીત્યા છે. ચીન 36 ગોલ્ડ મેડલ સહિત કુલ 60 ચંદ્રક સાથે પહેલા નંબરે છે. જાપાન (11 ગોલ્ડ સહિત કુલ 48 ચંદ્રક) અને દક્ષિણ કોરિયા (સાત ગોલ્ડ સહિત કુલ 30 ચંદ્રક) સાથે અનુક્રમે બીજા તથા ત્રીજા નંબરે છે.