Thu Apr 23 2026

Logo

આ વર્ષે જોવા મળશે સિક્વલ ફિલ્મનો સિલસિલો, જુલાઈ મહિના સુધીની ડેટ ફિક્સ

2026-04-23 21:59:41
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ આ વર્ષની સૌથી સુપરહિટ ફિલ્મ ભલે 'ધુરંધર-ધ રીવેન્જ' રહી હોય પણ હોરરથી લઈને રોમેન્ટિક, કોમેડી અને વિચારતા કરી દે એવી ફિલ્મો પણ આવી રહી છે. આ ફિલ્મો હિટ જશે કે ફ્લૉપ એ દર્શકોના પ્રતિસાદ અને આનંદ પર નિર્ભર કરે છે પણ આ વર્ષે આવનારી મોટાભાગની ફિલ્મો સિક્વલ ફિલ્મો રહેવાની છે. આ જોયા પછી એટલું તો અવશ્ય કહી શકાય કે, એ જૂની ફિલ્મોની યાદ ફરી એકવાર તાજા થઈ જશે. એ પાત્રોની ફરી ચર્ચા થશે. સોશિયલ મીડિયા પર એવા કેટલાય ક્રિટિક્સ થશે કે, નવી ફિલ્મ સારી કે જૂની ફિલ્મ. આ વર્ષે આવી કેટલી ફિલ્મો આવી રહી છે એની યાદી જોઈએ. 
 
'કોકટેલ 2'

શાહિદ કપૂર, રશ્મિકા મંડન્ના અને કૃતિ સેનન અભિનીત ફિલ્મ 'કોકટેલ 2' ની દર્શકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. હોમી અડાજાનિયા આ ફિલ્મના દિગ્દર્શક છે. આ ફિલ્મ 19 જૂન, 2026 ના રોજ સિનેમાઘરમાં રીલિઝ થવાની છે. નોંધનીય છે કે 'કોકટેલ 2' 2012 ની ફિલ્મ 'કોકટેલ' ની સિક્વલ છે, જેમાં સૈફ અલી ખાન, દીપિકા પાદુકોણ અને ડાયના પેન્ટી ત્રિપુટી હતી. જેના ગીત હજુ પણ યુવાનોની પહેલી પસંદ છે. 

'પતિ-પત્ની ઔર વો દો'

'પતિ પત્ની ઔર વો' ની સિક્વલની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે, જેનું શીર્ષક 'પતિ પત્ની ઔર વો 2' છે. આ ફિલ્મમાં વામીકા ગબ્બી, આયુષ્માન ખુરાના, સારા અલી ખાન, રકુલ પ્રીત સિંહ અને મનજોત સિંહ જેવા કલાકારો જોવા મળશે. આ ફિલ્મ 15 મે, 2026ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. 'પતિ પત્ની ઔર વો 2' 2019ની ફિલ્મની સિક્વલ તરીકે કામ કરે છે, જેમાં કાર્તિક આર્યન, અનન્યા પાંડે અને ભૂમિ પેડનેકર હતા.

'આવારાપન'

'આવારાપન 2' સાથે, ઇમરાન હાશ્મી ફરી એકવાર તેના રોમેન્ટિક અવતારમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ 2007 માં રીલિઝ થયેલી 'આવારાપન' ની સિક્વલ છે, જેની વાર્તા દર્શકો દ્વારા ખૂબ જ પસંદ કરવામાં આવી હતી. શરૂઆતમાં, આ ફિલ્મ 3 એપ્રિલ 2026 ના રોજ રીલિઝ થવાની હતી. 'આવારાપન 2' હવે 14 ઓગસ્ટ, 2026 ના રોજ થિએટર્સમાં આવવાની છે.

'દ્રશ્યમ 3' 

વિજય સાલગાંવકર અને તેમનો પરિવાર ફરી એકવાર પોતાનો બચાવ કરવા માટે પાછા ફરી રહ્યા છે. અજય દેવગણની ખૂબ જ પ્રશંસા પામેલી ફ્રેન્ચાઇઝી 'દ્રશ્યમ'નો ત્રીજો ભાગ ટૂંક સમયમાં રીલિઝ થવાની છે. આ ફિલ્મ 2 ઓક્ટોબર 2026 ના રોજ સિનેમાઘરોમાં આવશે. આ ફિલ્મમાં તબ્બુ, શ્રેયા સરન અને ઇશિતા દત્તા જેવા કલાકારો પણ જોવા મળશે. 

'ખોસલા કા ઘોસલા' 

મધ્યમ વર્ગના સંઘર્ષોને રમૂજી રીતે દર્શાવતી ફિલ્મ ખોસલા કા ઘોસલા ને વ્યાપકપણે પ્રશંસા મળી હતી. હવે, આ ફિલ્મની સિક્વલ - ખોસલા કા ઘોસલા 2 - આવવાની તૈયારીમાં છે. આ ફિલ્મ 28 ઓગસ્ટ, 2026 ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. અનુપમ ખેર અને બોમન ઈરાની ફરી એકવાર તેમના શાનદાર અભિનયથી દર્શકોને હાસ્યથી લહેરાવવા માટે તૈયાર છે.

'ધમાલ 4'
અજય દેવગણ, અરશદ વારસી, રિતેશ દેશમુખ અને જાવેદ જાફરીની મનોરંજક જોડી 'ધમાલ' ફ્રેન્ચાઇઝીના ચોથા ભાગ સાથે હસાવવા માટે આવી રહી છે. 'ધમાલ 4' 3 જુલાઈ, 2026 ના રોજ સિનેમાઘરોમાં આવવાની છે. રવિ કિશન, એશા ગુપ્તા અને સંજીદા શેખ જેવા કલાકારો પણ આ ફિલ્મનો ભાગ છે. જોવાનું એ રહે છે કે, આ ફિલ્મની થીમ કઈ છે. અત્યાર સુધી 'ધમાલ'ના પહેલા ભાગના જોરશોરથી વખાણ થયા હતા હવે આ ફિલ્મમાં શું થશે એ જોવાનું છે.