Thu Apr 23 2026

Logo

અક્ષયની ફિલ્મ ‘ભૂત બંગલા’એ ‘ધુરંધર 2’ કરતાં 3 ગણો સારો બિઝનેસ કર્યો, જાણો કેટલી કમાણી કરી

2026-04-23 13:45:00
Author: Vimal Prajapati
Article Image

મુંબઈઃ બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને દિગ્દર્શક પ્રિયદર્શનની હોરર–કૉમેડી ફિલ્મ ‘ભૂત બંગલા’ બોક્સ ઓફિસ પર ધીમી ગતિએ ચાલી રહી છે. ફિલ્મનું બજેટ લગભગ 120 કરોડ રૂપિયા છે. આ ફિલ્મમે પોતાના બજેટના 65 ટકા રૂપિયાની કમાણી કરી લીધી છે.  ‘ધુરંધર 2’ની સુસ્ત કમાણીના કારણે ‘ભૂત બંગલા’ બજારમાં સારો પ્રભાવ જાળવી શકી છે. નવી ફિલ્મોને પણ ‘ભૂત બંગલા’ ટક્કર આપી રહી છે. 

છઠ્ઠા દિવસે ‘ભૂત બંગલા’એ કેટલો વેપાર કર્યો

રિલીઝના છઠ્ઠા દિવસે ‘ભૂત બંગલા’એ માત્ર ભારતમાં 6.15 કરોડ રૂપિયાની નેટ કમાણી કરી, જે રણવીર સિંહની 35 દિવસ પુરાણી ફિલ્મ ‘ધુરંધર 2’ની સાપ્તાહિક કમાણી કરતાં ત્રણ ગણી વધુ છે. આ ફિલ્મ આજે 11,584 શોમાં ચાલે છે, જ્યારે ‘ધુરંધર 2’ની શો‑સંખ્યા તે કરતાં ઘણી ઓછી છે. આ દિવસે રણવીરની ફિલ્મે માત્ર 1.70 કરોડ  રૂપિયાની કમાણી કરી શકી છે. એટલે કે આ ફિલ્મ કમાણી તો કરી રહી છે પરંતુ ગોકળગાયની સ્પીડે ચાલી રહી છે.

પહેલા સપ્તાહની કમાણી અને વર્લ્ડવાઇડ આંકડા શું કહે છે?

‘ભૂત બંગલા’ની કમાણીની વાત કરવામાં આવે તો, પ્રીમિયરમાં 3.75 કરોડ રૂપિયો, શુક્રવારે 12.25 કરોડ રૂપિયા, શનિવારે 19 કરોડ રૂપિયા, રવિવારે 23 કરોડ રૂપિયા, સોમવારે 6.75 કરોડ રૂપિયા, મંગળવારે 8 કરોડ રૂપિયા અને બુધવારે 6.15 કરોડ રૂપિયાનો વેપાર કર્યો હતો. આ રીતે પહેલા સપ્તાહના અંત સુધી ફિલ્મે ભારતમાં લગભગ 78.90 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. કુલ મળીને વર્લ્ડવાઇડ ગ્રોસ કલેક્શન આશરે 127.37 કરોડ રૂપિયા પર પહોંચ્યું છે, જે ટૂંક સમયમાં 150 કરોડના ક્લબમાં સામેલ થશે તેવો અંદાજ છે. 

ફિલ્મની રીલીઝ પહેલા જ દર્શકો વચ્ચે અક્ષય–પ્રિયદર્શન જોડીની પુનઃસંયોજનની તીવ્ર અપેક્ષા હતી, પણ લોકોએ ખાસ કઈ પ્રતિસાદ આપ્યો નથી. બજેટને ઊંચે રાખતા 100 કરોડ રૂપિયા કરતા વધારે કરવામાં આવશે તેવું લક્ષ્ય રાખવામાં આવ્યું હતું. જેમાં સફળતા મળી છે, પરંતુ અક્ષયની ફિલ્મ ખૂબ જ સારી કમાણી કરીને અન્ય ફિલ્મોના રેકોર્ડ તોડશે તેવી આશા હતી. આ સાથે ‘કેસરી 2’ જેવી અક્ષયની અગાઉની ફિલ્મોની લાઇફ‑ટાઇમ કમાણી કરતાં પણ આ ફિલ્મ વધુ સારી સ્થિતિમાં જોઈ રહેવા મળી રહી છે.