Thu Apr 23 2026

Logo

ફિલ્મ ‘ગવર્નર’નો ફર્સ્ટ લુક રિલીઝ, જન્મદિવસના દિવસે એક્ટર આપશે ફેન્સને રિટર્ન ગિફ્ટ

2026-04-23 18:14:25
Author: Mumbai Samachar Team
Article Image

મુંબઈઃ બોલિવૂડના દિગ્ગજ અને પાવરહાઉસ એક્ટર મનોજ બાજપેયી આજે તેમનો 56મો જન્મદિવસ ઉજવી રહ્યા છે. આ ખાસ અવસરે તેમણે પોતાના ફેન્સને એક શાનદાર રિટર્ન ગિફ્ટ આપી છે. મનોજ બાજપેયીની આગામી ફિલ્મ 'ગવર્નર' (Governor) ની સત્તાવાર જાહેરાત સાથે તેમનો ફર્સ્ટ લુક પણ રિલીઝ કરવામાં આવ્યો છે. અભિનેતાએ તેમની ફિલ્મ 'ગવર્નર'નું પોસ્ટર શેર કરીને સોશિયલ મીડિયા પર ખળભળાટ મચાવી દીધો છે. ફિલ્મમાંથી બે ફોટોઝ શેર કરવામાં આવ્યા છે, જોકે મેકર્સે હજુ સુધી અભિનેતાનો ચહેરો જાહેર કર્યો નથી, જેના કારણે ફેન્સમાં ભારે સસ્પેન્સ સર્જાયું છે.

ફોટો શેર કરીને આપી અપડેટ

પોસ્ટરમાં મનોજ બાજપેયી એક ઓફિસના કોરિડોરમાં ચાલતા જોવા મળી રહ્યા છે. જેમાં તેમનો માત્ર 'બેક વ્યુ' બતાવવામાં આવ્યો છે. પોસ્ટરની ગંભીરતા અને શૈલીને જોતા એવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મમાં ફરી એકવાર મનોજ બાજપેયીના અભિનયનો દમદાર જલસો જોવા મળશે.  અગાઉની ફિલ્મોની જેમ આ પ્રોજેક્ટ પણ કંઈક હટકે હશે તેવું લાગી રહ્યું છે. આ પહેલા એમની વેબસીરિઝ ફેમિલી મેન ચર્ચામાં રહી હતી. જેનો ત્રીજો ભાગ છેલ્લે રીલિઝ થયો હતો. મનોજે પોતે પણ આ પ્રોજેક્ટનો ફોટો શેર કર્યો હતો. પહેલો ફોટો ગર્વનર કચેરીનો છે જેમાં એક ખુરશી ખાલી છે. બીજો ફોટો મનોજ બાજપેયીનો છે. હવે આ ફિલ્મમાં નવી અપડેટ શું આવે છે એના પર ફેન્સની નજર છે. 

ડાયલોગ્સ દમદાર હશે

પોસ્ટર પરથી એટલું કહી શકાય કે, આ ફિલ્મના ડાયલોગ્સ દમદાર રહેવાના છે. કારણ કે, બીજા ફોટો પર એવું લખ્યું છે કે, મેં ફેઈલ હો ગયા તો ભારત ફેઈલ હો જાયેગા. આ ફોટો પર રીએક્શન પણ અનેક પ્રકારના આવી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, સુપર એક્ઝાઈટેડ, બીજા યુઝરે લખ્યું કે, મનોજની ચોઈસ હંમેશા કમાલની હોય છે. અન્ય એક શખ્સે લખ્યું હતું કે, હૈપ્પી બર્થ ડે સર, આપ અપને કરિયર મેં ઔર તરક્કી કરે. આ ફિલ્મનું નિર્માણ વિપુલ અમૃતપાલ કરી રહ્યા છે, જ્યારે ડાયરેક્શન ચિન્મય માંડલેકરે કર્યું છે. આ પહેલા તેઓ મનોજ સાથે ઈન્સપેક્ટર ઝેંડે નામની ફિલ્મ કરી ચૂક્યા છે. 

રીયલ લાઈફથી પ્રેરીત હોવાની આશા

ખાસ વાત એ છે કે, આ ફિલ્મના પાત્રો અને સ્ટોરી પણ રીયલ લાઈફથી પ્રેરીત રહેશે. હવે આ ફિલ્મનું નામ ગવર્નર છે અને તે ક્યા ગવર્નરની વાત કરે છે એ ફિલ્મ જોયા બાદ ખ્યાલ આવશે. આ વિષય પર કે સ્ટોરીના મુદ્દે હજુ સુધી કોઈ વાત સામે આવી નથી. આ પછી પણ મનોજ પાસે આ સિવાયના બીજા કેટલાક પ્રોજેક્ટ પણ છે. આ અપડેટ સામે આવતા જ સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. ફેન્સ કહી રહ્યા છે કે મનોજ બાજપેયીની હાજરી જ ફિલ્મ હિટ થવાની ગેરંટી છે. ઘણા લોકો તેને 'માસ્ટરક્લાસ પરફોર્મન્સ' ગણાવી રહ્યા છે. પ્રાથમિક અહેવાલો મુજબ, 'ગવર્નર' એક પોલિટિકલ-થ્રિલર અથવા હાઈ-પ્રોફાઈલ ડ્રામા હોઈ શકે છે. મનોજ બાજપેયી આમાં એક એવા શક્તિશાળી અધિકારી કે નેતાના રોલમાં હોઈ શકે છે જે સમગ્ર વાર્તાને એક નવો ટ્વિસ્ટ આપી શકે છે.