નવી દિલ્હીઃ દેશની રાજધાની દિલ્હીમાં ફરી એકવાર રાજકીય અને સુરક્ષાકીય ગરમાવો જોવા મળી રહ્યો છે. કોકરોચ જનતા પાર્ટી (CJP) દ્વારા 10 ઓક્ટોબરે દિલ્હીના જંતર-મંતર ખાતે ફરીથી વિરોધ પ્રદર્શન કરવાના એલાનને પગલે રાષ્ટ્રીય રાજધાનીમાં વહીવટી તંત્ર અને સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે એલર્ટ મોડ પર આવી ગઈ છે. પ્રદર્શન માટે મંજૂરી ન મળવા છતાં અભિજીત દીપકે અને તેમના સમર્થકો દ્વારા આંદોલન પર અડગ રહેવાની જાહેરાત કરવામાં આવી છે, જેના કારણે પ્રશાસને સુરક્ષાના ભાગરૂપે વ્યાપક પ્રતિબંધો અને વ્યવસ્થાત્મક ફેરફારો કર્યા છે.
દિલ્હી પોલીસના જણાવ્યા પ્રમાણે, પ્રદર્શન માટે સમયસર અરજી કરવામાં ન આવી હોવા અગાઉના વિરોધ પ્રદર્શનો દરમિયાન નિયમોના ભંગના હવાલા આપીને આ કાર્યક્રમની પરવાનગી આપવાનો ઇનકાર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે નવી દિલ્હી વિસ્તારમાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ 163 લાગુ કરી દેવામાં આવી છે.
દિલ્હીમાં અંદાજે 57 જેટલા મેટ્રો સ્ટેશનના ગેટ બંધ રહેશે
સુરક્ષા કારણોસર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે, જેનાથી રેડ, યેલો, બ્લુ અને વાયલેટ સહિત અનેક લાઈનોના સ્ટેશનો પ્રભાવિત થયા છે. નવી દિલ્હી અને હજરત નિઝામુદ્દીન રેલવે સ્ટેશનો પર આવતી-જતી અંદાજે 75 જેટલી મેલ-એક્સપ્રેસ અને સ્થાનિક ટ્રેનો રદ કરવામાં આવી છે. સંભવિત તણાવને ધ્યાનમાં રાખીને કનોટ પ્લેસ, ચાંદની ચોક અને ભાગીરથ પેલેસ જેવા મુખ્ય વેપારી કેન્દ્રો અને બજારોમાં દુકાનો બંધ રાખવાની જાહેરાત કરાઈ હતી. સુરક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દિલ્હીમાં દારૂની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે.
दिल्ली यातायात पुलिस परामर्श कानून एवं व्यवस्था की स्थिति के मद्देनज़र दिनांक 10.10.2026 को दिल्ली के निम्नलिखित मार्गों पर यातायात प्रभावित हो सकता है। यातायात परिवर्तन दिनांक 10.10.2026 को प्रातः 06:00 बजे से तत्कालीन स्थिति के अनुसार यातायात परिवर्तन लागू किए जाएंगे। आम जनता को सूचित किया जाता है कि निम्नलिखित स्थानों एवं आसपास के मार्गों पर आवागमन प्रभावित रह सकता है: 1. शंकर रोड गोल चक्कर–वंदे मातरम् ‘टी’ पॉइंट से नई दिल्ली की ओर 2. धौला कुआँ फ्लाईओवर 3. झंडेवालान गोल चक्कर 4. पंचकुइयां गोल चक्कर 5. मंडी हाउस गोल चक्कर 6. डॉ. दिनेश नंदिनी डालमिया चौक (डब्ल्यू-पॉइंट) 7. राम चरण अग्रवाल चौक (ए-पॉइंट) 8. मिंटो रोड/दीन दयाल उपाध्याय मार्ग 9. गुरु नानक चौक 10. चेम्सफोर्ड रोड–कनॉट प्लेस बाहरी सर्किल टी-पॉइंट 11. भैरों रोड–एमजीएम (रिंग रोड) टी-पॉइंट 12. लोधी रोड फ्लाईओवर 13. नीला गुम्बद गोल चक्कर 14. मदरसा टी-पॉइंट 15. सम्राट होटल गोल चक्कर 16. सरदार पटेल मार्ग–पंचशील मार्ग क्रॉसिंग 17. भीकाजी कामा प्लेस के नीचे 18. मोती बाग फ्लाईओवर के नीचे 19. रिंग रोड–सैन मार्टिन मार्ग टी-पॉइंट 20. अशोका रोड–जंतर मंतर रोड गोल चक्कर 21. विंडसर पैलेस गोल चक्कर 22. टॉलस्टॉय–जनपथ क्रॉसिंग 23. रेल भवन गोल चक्कर 24. जय सिंह रोड–संसद मार्ग क्रॉसिंग 25. कनॉट प्लेस बाहरी सर्किल–बाराखम्बा रोड टी-पॉइंट 26. गोल डाक खाना गोल चक्कर 27. पटेल चौक गोल चक्कर 28. जय सिंह रोड–अशोका रोड टी-पॉइंट 29. आरएमएल अस्पताल गोल चक्कर 30. कनॉट प्लेस बाहरी सर्किल–संसद मार्ग टी-पॉइंट 31. यात्रियों के लिए परामर्श एवं सुझाव * पहले से योजना बनाएं: यदि आप नई दिल्ली और मध्य दिल्ली से होकर रेलवे स्टेशनों, अंतरराज्यीय बस अड्डों (आईएसबीटी) या हवाई अड्डे की ओर जा रहे हैं, तो कृपया यात्रा के लिए अतिरिक्त समय लेकर चलें। * गैर-आवश्यक यात्रा से बचें: यात्रियों से अनुरोध है कि गैर-आवश्यक यात्रा न करें। * परिस्थितियों के अनुसार प्रतिबंध: यातायात प्रबंधन संबंधी उपाय परिस्थितियों के अनुसार बदलते रहेंगे तथा मौके की वास्तविक स्थिति के आकलन के आधार पर प्रतिबंधों में ढील दी जाएगी या यातायात नियंत्रित किया जाएगा। 3. अद्यतन जानकारी प्राप्त करते रहें (वास्तविक समय की जानकारी) ताज़ा जानकारी, वैकल्पिक मार्गों और निरंतर यातायात संबंधी सूचनाओं के लिए कृपया दिल्ली यातायात पुलिस के आधिकारिक माध्यमों को नियमित रूप से देखते रहें I FACEBOOK: https://t.co/XMFa7Ld8gD PLATFORM X: https://t.co/hro9F9Bmge INSTAGRAM: https://t.co/aL9StmHNJn WHATSAPP: 8750871493 HELPLINE NOS.: 1095 / 011-25844444 #DPTrafficAdvisory #DTPUpdates @PMOIndia @HMOIndia @LtGovDelhi @CPDelhi @CMODelhi @DelhiPolice @OfficialDMRC @dtchq_delhi @tweetndmc @FBDPolice @gurgaonpolice @SonipatPolice @jhajjarpolice @ghaziabadpolice @CP_Noida @timesofindia @the_hindu @IndianExpress @AmarUjalaNews @NavbharatTimes @Live_Hindustan @TimesNow @IndiaToday @republic
— Delhi Traffic Police (@dtptraffic) October 9, 2026
સૌથી મહત્વપૂર્ણ વાત એ છે કે, વિરોધ પ્રદર્શનના કેન્દ્રસ્થાને રહેલા જંતર-મંતર અને આસપાસના ચોક્કસ કિલોમીટરના વિસ્તારમાં મોબાઇલ ઇન્ટરનેટ સેવાઓ અસ્થાયી રૂપે સ્થગિત કરવામાં આવી છે. ખાસ કરીને ગાજીપુર, ગુરુગ્રામ સરહદ (સહરોલ, પાલમ વિહાર, દ્વારકા) સહિતના દિલ્હીના તમામ પ્રવેશદ્વારો પર પોલીસ અને અર્ધલશ્કરી દળો દ્વારા ભારે બેરિકેડિંગ કરી વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.