મુંબઈઃ બોલિવૂડની ફિલ્મો OTT પર ક્યારે આવે એની ફેન્સ રાહ જોઈને બેઠા હોય છે. ચાહકલવર્ગમાં તમામ લોકો થિયટરમાં જઈને ફિલ્મ જોતા નથી. OTT પર ફિલ્મ આવી જતા લોકો મોબાઈલ પર સમગ્ર ફિલ્મનો આનંદ માણતા હોય છે. આ ઉપરાંત સબસ્ક્રિપ્શનમાં ફિલ્મ સરળતાથી મળી રહેતા લોકો ગમે ત્યારે સમય મળે ત્યારે ફિલ્મો જોઈ નાંખે છે. 15 ઓગસ્ટના દિવસે રિલીઝ થયેલી સની દેઓલની ફિલ્મ 'બટવારા 1947' અને ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારપન-2' એ દમદાર વીકએન્ડ બનાવ્યો હતો.
એમેઝોન પ્રાઈમ પર જોવા મળશે ફિલ્મ
વર્ષ 2007માં આવેલી ઈમરાન હાશમીની ફિલ્મ 'આવારપન'ની સિક્વલ 'આવારપન-2' ફેન્સને ખૂબ જ પસંદ પડી છે. દર્શકોમાં એમનો એક ક્રેઝ જોવા મળ્યો હ તો. આનો પૂરો ફાયદો બોક્સ ઓફિસ પર જોવા મળ્યો હતો. દુનિયાભરમાંથી ફિલ્મે ₹213 કરોડનો વકરો કર્યો હતો. ફિલ્મ પણ સુપરહિટ સાબિત થઈ અને ગીત હજુ પણ ફેન્સના પ્લેલીસ્ટમાં કાયમ છે. 'આવારપન-2' ઓફિશિયલ તરીકે OTT પ્લેટફોર્મ એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રિમ થઈ રહી છે.

ફિલ્મમાં ઈમરાન હાશમી, દિશા પાટણી, શબાના આઝમી તથા પુરન ગબ્બી લીડ રોલમાં હતા. ફિલ્મના ગીત પણ દમદાર રહ્યા હતા. આ ફિલ્મથી ફેન્સને ફરી ઓરિજિનલ ફિલ્મના ગીતની યાદ આવી ગઈ હતી. 'આવારપન-2' એમેઝોન પ્રાઈમ વીડિયો પર સ્ટ્રિમ થઈ ચૂકી છે. 9 ઑક્ટોબરના રોજ ફિલ્મને આ પ્લેટફોર્મ પર મૂકી દેવામાં આવી હતી. થિયટર્સમાં ધૂમ મચાવ્યા બાદ ફિલ્મ હવે ઓટીટી પ્લેટફોર્મ પર અસર ઊભી કરવા માટે તૈયાર છે.
ત્રીજા ભાગની ચર્ચા
એક લાંબા સમય બાદ ઈમરાન હાશમી 'શિવમ પંડિત' ના રોલથી કમબેક કરી રહ્યો છે. 'આવારપન-2' પછી તેની ફિલ્મ 'ગન માસ્ટર' પણ આવી રહી છે. આ ફિલ્મને ફર્સ્ટલૂક સામે આવ્યો છે. આશરે બે દાયકા બાદ આવેલી ફિલ્મ સિક્વલમાં શિવમના ભૂતકાળ સાથે સ્ટોરી શરૂ થાય છે પણ ત્રીજો ભાગ આવશે એવી ફેન્સમાં ચર્ચા છે. કારણ કે મુખ્ય વિલન હજુ જીવે છે. શિવમની સફર અહીંયા જ ખતમ થતી નથી. ફિલ્મના અંતિમ સીનમાં બેંકોકના અંડરવર્લ્ડમાં વિખેરાયેલા તાર અને એક નવા વિલનની હિંટ મળે છે. જે એવું દર્શાવે છે કે, શિવમની લડાઈ હજુ યથાવત છે. મેકર્સે જે રીતે ફિલ્મને અંત આપ્યો છે એના પરથી ફેન્સને અંદાજો આવી જાય છે કે, ખરેખર ફિલ્મનો ત્રીજો ભાગ ધમાકેદાર રહેવાનો છે. પણ ઘણા ફેન્સને હજુ પણ પહેલો ભાગ ગમી રહ્યો છે. ખાસ કરીને આશુતોષ રાણાનો અભિનય ખૂટી રહ્યો છે.