Fri Oct 09 2026

Logo

સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: NEET પેપર લીક વિરોધ પ્રદર્શન કેસ ફગાવી વિદ્યાર્થીઓને મોટી રાહત...

2026-10-09 16:34:15
Author: Mumbai Samachar Team
સુપ્રીમ કોર્ટનો મોટો નિર્ણય: NEET પેપર લીક વિરોધ પ્રદર્શન કેસ ફગાવી વિદ્યાર્થીઓને મોટી રાહત...

નવી દિલ્હીઃ સર્વોચ્ચ અદાલતે દિલ્હીના જંતરમંતર પર નીટ પેપર લીક સામે જુલાઈ મહિનામાં થયેલા પ્રદર્શન સાથે જોડાયેલી FIR રદ્દ કરવા પર નિર્ણય પર સવાલ તથા નિષ્પક્ષ તપાસ કરવા અંગેની માગની અરજી ફગાવી દેવામાં આવી છે. આ સમગ્ર કેસમાં CJIનું મોટું નિવેદન સામે આવ્યું છે. આ અરજીમાં એવી માગ કરવામાં આવી હતી કે, પ્રદર્શન દરમિયાન નોંધાયેલી FIRની નિષ્પક્ષ તપાસ તરવામાં આવે. આ સનુવાણી દરમિયાન CJI સૂર્યકાંતે જણાવ્યું હતું કે, આજે કોર્ટની સામે યુવાનો છે અને મોટાભાગના વિદ્યાર્થીઓ છે. આપણે એમના માતા-પિતા અને સમગ્ર જીવન અંગે વિચાર કરવો જોઈએ. 

વિદ્યાર્થીઓનું ભાવિ ખરાબ ન થવું જોઈએ
અમે એવું બિલકુલ ઈચ્છતા નથી કે, યુવાનો આવા કોઈ કાયદાની ગુંચમાં ફસાય, આ યુવાનોને વારંવાર કોર્ટ કચેરીના ચક્કર કાપવા પડે. અરજી કરનારાના વકીલે એવી પણ દલીલ કરી હતી આ મેસેજ જવો જોઈએ કે, કોર્ટને કોઈ પોતાની અંગત સંપત્તિ ન માને, કાયદાનું યોગ્ય રીતે પાલન કરે. આ સમગ્ર મુદ્દા પર CJI એ કહ્યું હતું કે, બીજા કેટલાક કેસમાં પણ સુપ્રીમ કોર્ટે FIR રદ્દ કરી દીધી છે. આવા કેસમાં સાંસદ અને ધારાસભ્યના ધરણા તેમજ કોવિડ દરમિયાન થયેલા વિરોધ પ્રદર્શન અંગેના કેસ પણ સામેલ હતા.

કોર્ટે આ સમગ્ર કેસને ધ્યાને લેતા રાહત આપી દીધી છે. આ કેસમાં સંબંધિત લોકો કોર્ટના દ્રષ્ટિકોણમાં કોઈ અપરાધી કે ગુનેગાર નથી. આ વિષય પર CJI એ કહ્યું હતું કે, હાલમાં જે અરજી મળી છે તે અસલમાં સુપ્રીમ કોર્ટના પહેલા નિર્ણય પર ફરી વિચારણા કરવા અંગે માગ કરી રહી હતી. સુપ્રીમ કોર્ટે આવી અરજી પર સુનાવણી કરવાનો જ સ્પષ્ટ ઈન્કાર કરી દીધો છે. 

પોઝિટિવ વલણ અપનાવ્યું
કેન્દ્ર સરકારે દિલ્હના જંતરમંતર પર શાંતપૂર્ણ રીતે વિરોધ પ્રદર્શન કરનારા લોકો અને 20 જુલાઈના રોડજ સંસદ સુધી વિરોધ પ્રદર્શન રેલીમાં સામેલ લોકો સામે કેસ ન કરવા અંગે પોઝિટિવ વલણ અપનાવ્યું છે. આ એ કેસ છે જ્યારે સોનમ વાંગચૂક જંતરમંતર પર ભૂખ હડતાળ પર ઊતર્યા હતા. આ પછી કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડા અને જિતેન્દ્ર સિંહની હાજરીમાં મેદાંતા હોસ્પિટલમાં પોતાના અનશન ખતમ કરી દીધા. કેન્દ્ર સરકારે વાંગચૂકને પણ ખાતરી આપી હતી કે, આ વિરોધ પ્રદર્શન દરમિયાન થયેલા કેસને લઈ વિદ્યાર્થીઓ પર કોઈ જ પ્રકારની કાર્યવાહી થશે નહીં. 

આ ઉપરાંત જે તે વિરોધ પ્રદર્શન કરનારાઓ જે FIR થઈ છે એને પણ પરત ખેંચી લેવામાં આવી છે. આ ઉપરાંત મામલો એવો હતો કે, દિલ્હીમાં જંતરમંતર પર વિરોધ પ્રદર્શન દરમિયાન કોક્રોચ જનતા પાર્ટીને પોલીસ તરફથી કોઈ મંજૂરી કેમ ન આપવામાં આવી. આ અંગેનું એક કારણ પણ દર્શાવ્યું હતું. આ સમગ્ર કેસને લઈ દિલ્હી જોઈન્ટ સીપી નુપૂર પ્રસાદે કહ્યું હતું કે, 7 ઑક્ટોબરના દિલ્હીના જિલ્લા અધિકારીને એક અરજી આપવામાં આવી હતી. જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે, 10 મી તારીખે વિરોધ પ્રદર્શન કરવાના છે.

વધુ જુઓ...