Thu Oct 08 2026

Logo

પેરાલિસિસના સ્ટ્રોક કેસમાં ભાવનગરવાસીઓએ અમદાવાદીઓને પાછળ પાડ્યા, ચોંકાવનારો આંકડો સામે આવ્યો

2026-09-20 12:15:00
Author: Mumbai Samachar Team
પેરાલિસિસના સ્ટ્રોક કેસમાં ભાવનગરવાસીઓએ અમદાવાદીઓને પાછળ પાડ્યા, ચોંકાવનારો આંકડો સામે આવ્યો

AI Image



અમદાવાદઃ ગુજરાતમાં પેરાલિસિસના સ્ટ્રોક કેસમાં અણધાર્યો અને ઓચિંતો વધારે ચિંતાજનક છે.  વર્ષ 2025માં 8 જ મહિનામાં 8740 સામે આ વર્ષે 10969 કેસ નોંધાયા છે. આ વધારે ખરેખર ચિંતા જન્માવે છે. ટકાવારીની દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો સીધો 25.50 ટકાનો વધારો થયો છે. પેરલિસિસના કેસમાં વધારો થવા પાછળ પ્રદૂષણ મહત્ત્વનું પરિબળ મનાય છે. પર્ટિક્યુલેટ મેટર એ 2.5 માઈક્રોમીટરથી નાના કદના કણ એ ફેફસામાં ઊંડે સુધી પહોંચી જતા શરીરને નબળુ કરી નાંખે છે. 

સ્ટ્રોક વચ્ચે સીધો સંબંધ
આ કણના વધેલા સંપર્ક અને સ્ટ્રોક વચ્ચે પણ એક મોટો સંબંધ જોવા મળ્યો છે. કોઈ વ્યક્તિ સતત પ્રદૂષણ વચ્ચે રહે છે તો શું અસર થાય અને તેનાથી દૂર થાય તો શું અસર થાય એનો  એક રિપોર્ટ તૈયાર કરાયો હતો. કણ જ્યારે શરીરમાં અંદર સુધી પહોંચે છે ત્યારે શરીરમાં સોજાથી તેની શરૂાત થાય છે. પછી લોહીને એક છેડાથી બીજા છેડે પહોંચાતી નસ પર એની અસર ઊભી થાય છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનના રિપોર્ટ અનુસાર લાંબા સમય સુધી પ્રદૂષિત પર્ટિક્યુલેટ મેટરના સંપર્કમાં રહેવાથી સ્ટ્રોકનું જોખમ વધે છે. પ્રદૂષણ વધે એમ એનું પ્રમાણ પણ વધે છે, સતત પ્રદૂષણ વચ્ચે એમાં રહેવાથી સ્ટ્રોકના ચાન્સ વધી જાય છે. આ સિવાય અન્ય એક પાસું એવી છે જે સ્ટ્રોકને સીધી રીતે અસર કરે છે. હાઈ બ્લડપ્રેશર પણ સ્ટ્રોકને અસર કરે છે. લાંબા સમય સુધી આઉટ ઓફ કંટ્રોલ પ્રેશર દિમાગની રક્તવાહિનીને નુકસાન કરે છે. આનાથી સ્ટ્રોકનું જોખમ વધે છે. આ સાથે વધારે પડતી શરીરમાં ચરબી, મેદસ્વીતા, કોલેસ્ટ્રોલ અને પેરાલિસિસની અસર શરીરના દરેક ભાગને થાય છે. બે પાસા એવા છે જે સ્ટ્રોકનું જોખમ વધારે છે. 

ક્યા શહેરમાં કેટલા કેસ હતા?
આ સિવાય તમાકું અને ગુટખાનું સેવન વધે એમ સ્ટ્રોકને આમંત્રણ મળે છે. ધુમ્રપાન તથા અન્ય તમાકું ઉત્પાદન રક્તવાહિની તથા બ્લડ,હાર્ટના પ્રવાહને અસર કરે છે એનાથી સ્ટ્રોકનું જોખમ વધે છે. હેલ્થ એક્સપર્ટ ત્યાં સુધી કહે છે કે, હાયપર ટેન્શન વખતે તમાકું, આહાર  અને કેટલીક નિષ્ક્રિયતા પણ અસર કરે છે. અમદાવાદ જિલ્લામાં પેરાલિસિસના કેસ જે અગાઉના વર્ષે 2382 હતા એ વધીને 2470 આ વર્ષે થયા છે. 3.96 ટકાનો સીધો વધારો નોંધાયો છે. જ્યારે મહાનગર સુરતમાં પેરાલિસિસના અગાઉના વર્ષે જે 940 કેસ હતા એ વધીને 1085 થયા છે. 15.43 ટકાનો વધારો નોંધાયો છે. રાજકોટમાં અગાઉના વર્ષે જે આંકડો 518નો હતો એ આ વર્ષે વધીને 631નો થયો છે. 21.81 ટકાનો મોટો વધારો થયો છે. ભાવનગરમાં જે 481 કેસ હતા એમાં વધારો થઈને 603 થયા છે. 25.36 ટકાનો સીધો વધારો થયો છે. વડોદરામાં અગાઉના વર્ષે જે 563 કેસ હતા એમાં 593 કેસનો મોટો વધારો થયો છે. 5.33 ટકાનો વધારો થયો છે. આ વર્ષે કુલ 10,969 કેસ નોંધાયા છે જે ગત વર્ષની તુલનાએ 25.50 ટકાનો વધારો સૂચવે છે.

યુવાનો પણ આના શિકાર
આના શિકાર માત્ર વૃદ્ધો જ છે એવું માનવું ભૂલ ભરેલું છે. ઘણા એવા યુવાનો છે જે નાની ઉંમરમાં પેરાલિસિસનો શિકાર થયા છે. આ પાછળના કારણોમાં માત્ર કોઈ રોગ નથી પણ હાયપરટેન્શન, ડાયાબિટિસ, સ્મોકિંગ અને મેદસ્વીતા જેવા પણ કારણો જવાબદાર છે. આ સિવાય નિયમિત કસરતનો અભાવ, વધારે પડતા મીઠાનું સેવન, વધારે ચરબીવાળો ખોરાક પણ સ્ટ્રોકનું જોખમ વધારે છે. જીવનશૈલીમાં ફેરફાર કરવામાં આવે તો આમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે. ખાસ કરીને ફૂડ અને કસરતને પ્રાથમિકતા આપવામાં આવે તો આંકડો ખરેખર નીચો ઊતરી શકે છે. હેલ્થ એક્સપર્ટ પણ જંકફૂડ અને વધારે પડતી સુગરવાળા ફૂડને અવોઈડ કરવા માટેની સલાહ આપે છે.