વેરાવળઃ વિકાસ સપ્તાહ-2026 અંતર્ગત RUSA Component No. 11 તથા Faculty Improvementના સહયોગથી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળના વિશિષ્ટ યોગ કેન્દ્ર, પતંજલિ વેલનેસ કેન્દ્ર તથા શારીરિક શિક્ષા વિભાગના સંયુક્ત તત્ત્વાવધાન હેઠળ વિકસિત ભારતના નિર્માણમાં યોગ, શારીરિક શિક્ષા, મર્મ અને પ્રાકૃતિક ચિકિત્સાની ભૂમિકા વિષય પર ત્રિ-દિવસીય રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું છે. આ રાષ્ટ્રીય સંગોષ્ઠીનું આયોજન તા.7 થી 9 દરમિયાન સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી, વેરાવળ ખાતે કરવામાં આવશે.
આ છે મુખ્ય હેતુ
આ સંગોષ્ઠીનો મુખ્ય ઉદ્દેશ યોગ, શારીરિક શિક્ષણ, મર્મ ચિકિત્સા તથા પ્રાકૃતિક ચિકિત્સાના વૈજ્ઞાનિક અને વ્યવહારુ પાસાઓ અંગે વ્યાપક ચર્ચા-વિચારણા કરી, સ્વસ્થ અને સશક્ત સમાજના નિર્માણમાં તેની ભૂમિકા અંગે જાગૃતિ અને સંશોધનને પ્રોત્સાહન આપવાનો છે. કાર્યક્રમના સંરક્ષક તથા અધ્યક્ષ તરીકે યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડો. નરેન્દ્રકુમાર એલ. પંડ્યા, પ્રેરક તરીકે દિલીપકુમાર રાણા (IAS), આયુક્ત, ઉચ્ચ શિક્ષણ તથા સ્ટેટ પ્રોજેક્ટ - SS RUSA અને PM-USHA, ગુજરાત, તેમજ નિમંત્રક તરીકે ડો. યોગેશ યાદવ, સ્ટેટ નોડલ ઓફિસર, RUSA તથા PM-USHA, ઉચ્ચ શિક્ષણ વિભાગ, ગુજરાત અને ડો. મહેશકુમાર મેતરા, કુલસચિવ સહીતના ઉપસ્થિત રહેશે. સંગોષ્ઠીના આયોજક તરીકે ડો. ડી. એમ. મોકરીયા કાર્યરત છે.
અનેક વિષયોનો કરાયો સમાવેશ
આ ઉદ્ઘાટન સમારોહ આજે તા.7 ઓક્ટોબર, ના સવારે 10:30 કલાકે પરિસરમાં યોજાયો સંગોષ્ઠી દરમિયાન યોગ, શારીરિક શિક્ષણ, મર્મવિજ્ઞાન તથા પ્રાકૃતિક ચિકિત્સાના વિવિધ પાસાઓ અંગે નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન અને વૈચારિક આદાન-પ્રદાન કરવામાં આવશે. વિકસિત ભારતના નિર્માણમાં સ્વસ્થ જીવનશૈલી, યોગ અને ભારતીય પરંપરાગત જ્ઞાનપદ્ધતિઓની ભૂમિકાને ઉજાગર કરવાનો આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ છે. કાર્યક્રમમાં સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીના પ્રભારી કુલપતિ ડો. નરેન્દ્રકુમાર એલ. પંડ્યા સંરક્ષક તથા અધ્યક્ષ તરીકે ઉપસ્થિત રહેશે. ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના કમિશનર તથા SS RUSA અને PM-USHAના સ્ટેટ પ્રોજેક્ટના આયુક્ત દિલીપકુમાર રાણા (IAS) પ્રેરક તરીકે ઉપસ્થિત રહેશે.