Wed Oct 07 2026

Logo

ઈઝરાયલના રાજદૂતની મોટી ચેતવણી! ભારત પર મંડરાઈ રહ્યું છે મોટું જોખમ, પાકિસ્તાન-બાંગ્લાદેશમાં હમાસના કમાન્ડર સક્રિય

2026-10-07 20:01:55
Author: Mumbai Samachar Team
ઈઝરાયલના રાજદૂતની મોટી ચેતવણી! ભારત પર મંડરાઈ રહ્યું છે મોટું જોખમ, પાકિસ્તાન-બાંગ્લાદેશમાં હમાસના કમાન્ડર સક્રિય

દુબઈ/નવી દિલ્હીઃ દુબઈ તેલ અવીવ ફ્લાઈટમાં સ્મિત મચ્છરે સેંકડો પ્રવાસીઓને જીવ બચાવવામાં આવ્યા પછી ભારત અને ઈઝરાયલના સંબંધો વધુ ગાઢ બન્યા છે ત્યારે ભારત સ્થિત ઈઝરાયલ રાજદૂતે સરકારને સૌથી મોટું એલર્ટ આપતા મહત્ત્વની માહિતી શેર કરી હતી.

ભારતમાં રહેલા ઈઝરાયલના રાજદૂત રિયુવેન અજારે એક ચોંકાવનારી માહિતી ભારત સાથે શૅર કરી છે. એમનું એવું કહેવું છે કે, કોઈ ઈસ્લામી કટ્ટરપંથી આતંકી હુમલો થઈ શકે છે. આ અંગે તેમણે ચેતવણી આપી છે. ભારત અને ઈઝરાયલ સહિત દુનિયાના કેટલાક દેશમાં આતંકી હિલચાલ થઈ રહી છે. આતંકવાદની એક નવી લહેર માટે તૈયાર રહેવું પડશે. પહેલા જ સુરક્ષા વ્યવસ્થામાં વધારો કરવો પડશે.

એજન્સી થઈ ગઈ એલર્ટ

આતંકી સગંઠન સરકાર અને સુરક્ષા એજન્સી આ વાત સામે આવ્યા બાદ પોતાની ક્ષમતામાં વધારો કરી રહ્યા છે. એવામાં એક સ્ટેપ આગળ રહેવા અને એલર્ટ રહેવા માટે એજન્સીને પણ ખાસ ટાસ્ક આપી દેવામાં આવ્યા છે. આ માટે જે તે સુરક્ષા એજન્સીએ પણ એલર્ટ રહીને કામ કરવું પડશે. મીડિયા મુલાકાતમાં રાજદૂતે ઉમેર્યું હતું કે, આતંકવાદીઓ આપણા કરતા એડવાન્સ છે અને તેજ છે. આપણે એનાથી એક સ્ટેપ આગળ રહેવાનું છે અને સ્પિડમાં પણ રહેવાનું છે. 

જો આતંકવાદીની લહેરથી બચવું હશે તો સતત એલર્ટ મોડ પર કામ કરવું પડશે અને એલર્ટ રહેવું પડશે. આ માટે સમય રહેતા તૈયારીઓ કરવી પડશે. આપણે સતર્ક અને તેજીથી કામ કરવાનું રહેશે. તો જ આપણે આતંકીઓની નવી લહેરથી બચી શકીશું. આતંકીની નવી લહેર આવશે અને કંઈક મોટું અને અણધાર્યું થશે. 

આતંકી સંગઠન વચ્ચે સાઠગાંઠ

આતંકી સંગઠનો વચ્ચે વધી રહેલા સહયોગને લઈ જે સવાલ થયો એનો જવાબ આપતા રાજદૂતે કહ્યું કે, હમાસ અને મિડલ ઈસ્ટમાં વધી રહેલી બાહરની શક્તિઓનો અહીંયા ઉલ્લેખ અનિવાર્ય છે. હું દાવા સાથે કહુ છું કે, છેલ્લા એક વર્ષમાં હમાસના અનેક એવા કમાન્ડર પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં જોવા મળ્યા છે. હમાસના નેતાઓ નાજી જાહિર અને ખાલિદ અલ કદૂમી જૈશ એ મોહમ્મદ તથા લશ્કર એ તોએબા સાથેના કેટલાક કાર્યક્રમો સાથે જોડાઈ ગયા છે. આ વાત તેમણે દાવા સાથે કરી હતી. હમાસે પણ આતંકી પ્રવૃતિઓને પોતાનું સમર્થન આપ્યું છે. 

આ વિસ્તારના આતંકી સંગઠનને પ્રેરિત કર્યા છે. પહલગાંવ પર થયેલો હુમલો આ જ ઉશ્કેરણીનું ઉદાહરણ હતું. હમાસના કેટલાક પ્રતિનિધિઓની અહીંયા બેઠક થઈ હોવાની વિગત પણ સામે આવી છે. પણ અંદરખાને શું રંધાઈ રહ્યું છે એ સામે આવતું નથી. ઈઝરાયલના રાજદૂતની આ ચેતવણી એવા સમયે સામે આવી છે જ્યારે મિડલમાં દુબઈના વિમાનમાં પાઇલટ પર હુમલાની ઘટના બની છે. 

સ્મિતને યાદ કરી મોટી વાત કહી

ફ્લાઈ દુબઈની ફ્લાઈટમાં જે બન્યું એમાં તપાસ ટીમ એ નક્કી કરી શકી નથી કે આખરે એક વ્યક્તિનો આ પ્લાન હતો કે, પછી કોઈ મોટા નેટવર્ક દ્વારા આ કરાવવામાં આવ્યું હતું. હાલમાં આને ગંભીરતાથી લેવામાં આવે તો જોખમ તો છે જ.આવી સ્થિતિમાં સૌથી પહેલા ઈઝરાયલની વાયુસેનાને એલર્ટ કરવામાં આવે છે. રાજકીય નેટવર્કમાં પણ આ અંગેની એક ખાસ જાણકારી આપવામાં આવે છે. 

9/11 જેવું થયું હોત તો ઈઝરાયલ એ પાઇલટને પણ પતાવી દેત. આટલા સુધીના નિર્ણય ઈઝરાયલ લઈ શકે છે. રિપોર્ટ મળ્યા બાદ યુદ્ધ વિમાનને પણ એલર્ટ કરી દેવામાં આવ્યા હતા. પણ પાયલટે સમયસૂચકતા વાપરીને સાઉદી અરેબિયાના તબુક એરપોર્ટ પર લેન્ડ કરી દેતા મામલો શાંત પડ્યો. ભારતીય પાઇલટ સ્મિત મચ્છરના શૌર્ય અને હિંમતને સલામ કરૂ છું.