Wed Oct 07 2026

Logo

મિર્ઝિયા ફેમ સૈયામી ખેરે ખોલી બોલિવૂડની પોલ, કહ્યું એક્ટર કે ડિરેક્ટરને ડેટ કરો પછી બધુ...

2026-10-07 22:24:51
Author: Mumbai Samachar Team
મિર્ઝિયા ફેમ સૈયામી ખેરે ખોલી બોલિવૂડની પોલ, કહ્યું એક્ટર કે ડિરેક્ટરને ડેટ કરો પછી બધુ...

મુંબઈઃ બોલિવૂડ એક્ટ્રેસ સૈયામી ખેરે બોલિવૂડની એક ડાર્ક સાઈટ પર દિલ ખોલીને વાત કરી છે. પોતાના શરૂઆતના કેરિયરને યાદ કરતા એક્ટ્રેસે એ રાઝ ખોલ્યા જે સમયાંતરે દરેક એક્ટ્રેસે એ વિષય પર ખોલે છે.  એક્ટ્રેસે એ પણ વાત કહી કે, ફિલ્મોમાં પોતાની જગ્યા બનાવવા માટે કરવા પડતા પ્રયાસ દરમિયાન કેટલાક એવા પડકારો તથા વગર માગેલી સલાહનો સામનો કરવો પડ્યો હતો. સૈયામીએ કહ્યું હતું કે, જ્યારે ઈન્ડસ્ટ્રીમાં પગ મૂક્યો ત્યારે હું નાસિકની એક શાંત છોકરી હતી. જેને ફિલ્મો અંગે અને ફિલ્મોની દુનિયા અંગે ખાસ કોઈ જાણકારી ન હતી. 

જજ કરવાનું ચાલુ કર્યું
પોતાની જાતને સાબિત કરવા માટેનો ચાન્સ મળે એ પહેલા અનેક લોકોએ મને જજ કરવાનું ચાલુ કરી દીધુ હતું. જ્યારે પહેલીવાર ફિલ્મના સેટ પર પહોંચી એ સમયે મારી ઉંમર માત્ર 20 વર્ષની હતી. છેલ્લા દસ વર્ષમાં મારી જિંદગીમાં ઘણા મોટા ફેરફાર થયા છે. અનુભવો થયા છે. શરૂઆતના દિવસોમાં મને એ માનીને રિજેક્ટ કરી દેવાઈ કે, કદાચ હું આ ઈન્ડસ્ટ્રી માટે બની જ નથી. મને ત્યાં સુધી કહી દેવામાં આવ્યું કે, હું કોઈ ગામડાંની છોકરી છું. મારામાં એક્ટ્રેસ બનાવા માટેની કોઈ કાબિલિયત નથી.

ઈન્ડસ્ટ્રીમાં આગળ વધવા માટે એવી સલાહ આપવામાં આવી કોઈ એક્ટર કે ડાયરેક્ટર સાથે ડેટ કરી લો.  કારણ કે ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી માટેના ઓ સરળ રસ્તો છે. આ સિવાય મને કોસ્મેટિક સર્જરી કરાવવા તથા લિપ જોબ કરવા માટેની પણ સલાહ આપવામાં આવી. મારા ઉછેર અને માતા-પિતા પાસેથી મળેલા આશીર્વાદે મને તૂટવા ન દીધી. જ્યારે હું આવું કંઈ સાંભળતી એ સમયે મને ગુસ્સો આવવાના બદલે હસવું આવતું. 

વર્કશોપે બદલી જિંદગી
મારી સામે ઘણા એવા લોકો આવ્યા જેની પાસે મને દેવા માટે કેટલીય સલાહ હતી. એક એવો પણ સમય હતો જ્યારે દરેક દિવસે મારે રિજેક્શનનો સામનો કરવો પડતો. મારી કરિયરમાં એક વળાંક એવા સમયે આવ્યો જ્યારે અદૂર મુખર્જીનો કોલ આવ્યો. મેં લગભગ ત્રણ મહિના સુધી દિલીપ શંકર અને આદિલ હુસૈન સાથે વર્કશોપમાં ભાગ લીધો. આ ત્રણ મહિના મારા માટે જીવન બદલી નાખનારા સાબિત થયા. આ સમય દરમિયાન, મેં પોતાની જાત પ્રત્યે સાચા રહેવાનું, મારા કામમાં પ્રામાણિકતા અને નિષ્ઠા જાળવવાનું તથા પોતાનામાં વિશ્વાસ રાખવાનું શીખ્યું. લગભગ છ મહિના પછી, રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'મિર્ઝિયા' માટે મારી પસંદગી કરવામાં આવી. 

આ રીતે મળ્યો પહેલો ચાન્સ
સૈયામીએ 2016માં હર્ષવર્ધન કપૂર સાથેની ફિલ્મ 'મિર્ઝિયા' દ્વારા બોલિવૂડમાં પદાર્પણ કર્યું હતું. તેણે ફિલ્મના દિગ્દર્શક રાકેશ ઓમપ્રકાશ મેહરા સાથે કામ કરવાના અનુભવને પોતાની કારકિર્દીની સૌથી ખાસ ક્ષણોમાંની એક ગણાવી હતી. તેણે કહ્યું,  રાકેશ સર તે સમયે મને જે પ્રકારના વ્યક્તિની જરૂર હતી, બિલકુલ તેવા જ હતા. તેમણે મને એક કલાકાર તરીકે મુક્તપણે અભિવ્યક્ત થવાની સ્વતંત્રતા આપી અને મને અભિનય પ્રત્યે પ્રેમ કેળવતા શીખવ્યું. તેમણે મારા પોતાના સંતાનની જેમ જ મારી સંભાળ રાખી.