Thu Jan 29 2026

Logo

White Logo

વાઘા-અટારી બોર્ડર પર લાગ્યા દેશભક્તિના નારા, જવાનોએ દુશ્મન દેશ સામે બહાદુરી દેખાડી

3 days ago
Author: Vimal Prajapati
Video

વાઘા-અટારી બોર્ડરઃ આજે પ્રજાસત્તાક દિવસની દેશભરમાં ઉજવણી કરવામાં આવી છે. 77માં ગણતંત્ર દિવસે ખાસ કરીને અટારી-વાઘા બોર્ડર પર દેશભક્તિની અનોખી ઝલક જોવા મળી હતી. અટારી બોર્ડર પર 26 જાન્યુઆરીને સ્પેશિયલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ખાસ વાત એ છે કે, અટારી બોર્ડર પર રીટ્રીટ સમારોહ ખુબ જ ખાસ છે. કારણ કે, આ દરમિયાન સ્કૂલના બાળકો પણ ભાગ લેતા હોય છે. જેના વીડિયા પણ સોશિયલ મીડિયામાં શેર થઈ રહ્યાં છે. 

બીએસએફના જવાનોએ લોકોમાં ઉત્સાહ વધાર્યો

વધારે વિગતે વાત કરવામાં આવે તો, સોમવારે સાંજે મોટી સંખ્યામાં પ્રવાસીઓ બીટિંગ ધ રીટ્રીટ સમારોહ જોવા માટે આવ્યા હતા. આ સમારોહમાં બીએસએફના જવાનોએ લોકોમાં ઉત્સાહ જગાવી દીધો હતો. અત્રે નોંધનીય છે કે, અહીં હજારોની સંખ્યામાં પ્રવાસીઓએ હિન્દુસ્તાન ઝિંદાબાદ અને ભારત માતા કી જયના ​​નારા લગાવીને બહાદુર બીએસએફ સૈનિકોને પ્રોત્સાહિત કર્યા હતાં. બીટિંગ ધ રીટ્રીટ સમારોહમાં જાઓ એટલે ગણતંત્ર દિવસનો ઉત્સાહ ખૂબ જ વધી જતો હોય છે. અહીં તમારી દેશભક્તિની લાગણી પણ વધી જાય છે. 

બીટિંગ ધ રીટ્રીટ સમારોહે મોટી સંખ્યામાં લોકો આવ્યાં

પંજાબના અટારી બોર્ડર પર આમ તો દર વખતે સરહદ પરનું વાતાવરણ દેશભક્તિથી ભરેલું હોય છે પરંતુ બીટિંગ ધ રીટ્રીટ સમારોહની વાત જ અલગ હોય છે. અટારી બોર્ડર પર સૈનિકોની બહાદુરીએ લોકોને ઉત્સાહિત કરી દીધા હતાં. અહીં આવેલા લોકોએ ‘ભારત માતા કી જય’, ‘વંદે માતરમ’ અને ‘હિન્દુસ્તાન ઝિંદાબાદ’ જેવા નારા લગાવ્યા હતાં. આ દરમિયાન સેક્ટર હેડક્વાર્ટર ખાસાના ડીઆઈજીએ જોઈન્ટ ચેક પોસ્ટ અટારી ખાતે ત્રિરંગો ફરકાવ્યો હતો.  અટારી-વાઘા બોર્ડર પર પ્રજાસત્તાક દિન નિમિત્તે અનેક અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં હતાં.