અમદાવાદ/વડોદરાઃ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓની તારીખ જાહેર થઈ ગઈ છે. ચૂંટણી જાહેર થતાની સાથે જ કોંગ્રેસને ગુજરાતમાં મોટી સફળતા મળી રહી હોય તેવું લાગી રહ્યું છે. વિશ્વ હિંદુ પરિષદ (VHP)ના વડોદરા જિલ્લા અધ્યક્ષ રાજેન્દ્ર બારોટ કોંગ્રેસમાં જોડાઈ ગયા છે. રાજેન્દ્ર બારોટ ચૂંટણી પહેલાં BJPને મોટો ઝટકો આપી દીધો છે. કારણ કે VHP જેવા હિંદુ સંગઠનના નેતા સામાન્ય રીતે BJP સાથે જોડાયેલા હોય છે. પરંતુ રાજેન્દ્ર બારોટે ભાજપને અણધાર્યો આચકો આપ્યો અને હવે કોંગ્રેસ માટે કામ કરવાનું નિર્ધાર કરી લીધું છે.
ગુજરાત કોંગ્રેસ પ્રમુખની હાજરીમાં રાજેન્દ્ર બારોટ કોંગ્રેસમાં જોડાયા
આ પ્રસંગે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર અને વડોદરા શહેર પ્રમુખ ઋત્વિક જોશી હાજર રહ્યા. કોંગ્રેસમાં સામેલ થતી વખતે રાજેન્દ્ર બારોટે કહ્યું કે, ‘હું દૂધમાં ખાંડની જેમ ભળી જઈને કોંગ્રેસની વિચારધારા લોકો સુધી પહોંચાડીશ. રાજેન્દ્ર બારોટે કહ્યું કે, કોંગ્રેસમાં તાનાશાહી નહીં પરંતુ લોકતંત્ર છે. વધુમાં કહ્યું કે, લોકતંત્રને બચાવવા માટે અને બંધારણની રક્ષા કરવા માટે આપણે બધાએ ભાજપની વોટ બેંકની વિભાજનકારી રાજનીતિ સામે એક થઈને લડવાનું છે.
ચૂંટણી પહેલા ભાજપને બે મોટા ઝટકા લાગ્યાં
આ પહેલા પણ ગુજરાતમાં ભાજપને બે મોટા ઝટકા લાગ્યાં હતાં. રાહુલ ગાંધીની વડોદરા મુલાકાત બાદ બે ચૂંટાયેલા ભાજપના કાઉન્સિલર આશિષ જોશી અને પારુલ પટેલ કોંગ્રેસ પાર્ટીમાં જોડાયા હતા. આ વખતે છ વખત જેઓ ગુજરાતના ધારાસભ્ય બનેલા તેવા મધુ શ્રીવાસ્તવની પુત્રી દીપા પણ કોંગ્રેસમાં સામેલ થઈ ગયાં હતાં. અન્ય કેટલાક નેતાઓ કોંગ્રેસમાં જોડાયા તે પછી મધુ શ્રીવાસ્તવની બીજી પુત્રી પણ પાર્ટીમાં જોડાઈ હતી. આ ઘટના દર્શાવે છે કે ચૂંટણી પહેલાં વડોદરામાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે, જ્યારે BJPને પડકાર વધ્યો છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે નામાંકન 6 એપ્રિલથી શરૂ થશે. 15 મ્યુનિસિપલ કોર્પોરેશનો સહિત કુલ 393 સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 26 એપ્રિલે મતદાન થશે. રાજ્ય ચૂંટણી પંચ 28 એપ્રિલે 9,024 બેઠકો માટે પરિણામો જાહેર કરશે. આ પહેલા જ ભાજપમાં ભંગાણ થઈ રહ્યું છે. રાજેન્દ્ર બારોટ વડોદરામાં ભાજપનો બઉ મોટો ચહેરો મનાતો હતો, પરંતુ હવે તે નામ કોંગ્રેસ સાથે મળી ગયું છે. જેથી ભાજપે હવે રણનીતિમાં ફેરફાર કરવો પડશે.