વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં કેતુને છાયા ગ્રહ,રહસ્યમય અને મોક્ષના કારક ગ્રહ તરીકે ગણવામાં આવે છે. હાલમાં કેતુ સૂર્યની રાશિ સિંહમાં બિરાજમાન છે અને પોતાના જ સ્વામિત્વવાળા મઘા નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. કેતુ આ નક્ષત્રના વિવિધ ચરણોમાં આગામી પાંચમી ડિસેમ્બર સુધી ગોચર કરશે. આ સમયગાળામાં કેટલીક રાશિના જાતકોને વિશેષ લાભ થઈ રહ્યો છે.
જ્યારે કોઈ ગ્રહ પોતાના જ નક્ષત્રમાં ગોચર કરે છે, ત્યારે તેનો પ્રભાવ અત્યંત બળવાન અને ઝડપી બને છે. આગામી દિવસોમાં કેતુનું આ ખાસ નક્ષત્ર ગોચર પાંચ ચોક્કસ રાશિઓ માટે આર્થિક ઉન્નતિ, કરિયરમાં સફળતા અને માનસિક શાંતિ લઈને આવશે. ચાલો જોઈએ કઈ છે આ ભાગ્યશાળી રાશિઓ...
મેષઃ
મેષ રાશિના જાતકો માટે કેતુનું આ ગોચર અત્યંત ફળદાયી રહેશે. ખાસ કરીને બિઝનેસ સાથે જોડાયેલા લોકોને મોટો આર્થિક નફો થઈ શકે છે. નાણાકીય સ્થિતિમાં મજબૂતી આવશે અને બેંક બેલેન્સ વધશે. નોકરી કરતા લોકોને પ્રમોશન કે નવી મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે, જેનાથી મન પ્રસન્ન અને શાંત રહેશે.
સિંહઃ
કેતુ હાલ સિંહ રાશિમાં જ બિરાજમાન છે, જેથી આ રાશિના જાતકો માટે બધું સકારાત્મક બનશે. લાંબા સમયથી ચાલી રહેલો માનસિક તણાવ (Stress) દૂર થશે. મુશ્કેલ કે અટવાયેલા કાર્યો આપોઆપ પાર પડતા જણાશે.
વૃશ્ચિક:
આગામી 71 દિવસ સુધી વૃશ્ચિક રાશિના જાતકો પર કેતુની વિશેષ કૃપા જોવા મળશે. તમે જે પણ નવા કામમાં હાથ નાખશો તેમાં સફળતા મળવાની પ્રબળ સંભાવના છે. જૂની મૂંઝવણો અને અડચણો દૂર થશે અને સર્વાંગી વિકાસના નવા માર્ગ ખુલશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થઈ રહી છે.
ધનઃ
ધન રાશિના જાતકોને કાયદાકીય કે કોર્ટ-કચેરીના વિવાદોમાં મોટી સફળતા મળી શકે છે. ઘરમાં સુખ-શાંતિ અને સુમેળભર્યો માહોલ રહેશે. તમારો આત્મવિશ્વાસ નવી ઊંચાઈએ પહોંચશે અને ઉત્સાહ જળવાઈ રહેશે. ઘર-પરિવારમાં હસી-ખુશીનો માહોલ જોવા મળશે. આકસ્મિક ધનલાભ થવાના યોગ છે.
મીનઃ
મીન રાશિના જાતકો માટે આગામી સમયગાળો ઘણો લાભદાયી સાબિત થશે. વેપારમાં નવો પ્રોજેક્ટ કે મોટી ડીલ ફાઇનલ થઈ શકે છે. લવ લાઇફ કે સંબંધોમાં ચાલી રહેલા મતભેદોનો સુખદ ઉકેલ આવશે. આ સમયે તમારા જીવનમાં ખુશહાલી આવશે. કુંવારા લોકોના જીવનમાં આજે કોઈ ખાસ વ્યક્તિની એન્ટ્રી થશે.