આપણામાંથી મોટાભાગના લોકો દરરોજ સવારે અને રાત્રે નિયમિત બ્રશ કરતા હોવા છતાં દાંતમાં સડો, પીળાશ કે પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યાથી પરેશાન રહે છે. આ સમસ્યાઓનું મુખ્ય કારણ બ્રશ ન કરવું નહીં, પરંતુ બ્રશ કરવાની ખોટી પદ્ધતિ જવાબદાર છે. આઈ નો હવે તમને થશે કે તો પછી આખરે ટુથબ્રશનો ઉપયોગ કરવાની સાચી રીત વિશે...
ડેન્ટલ એક્સપર્ટ્સ અનુસાર, દાંત પર વધારે જોરથી બ્રશ ઘસવું કે ખોટો ટૂથબ્રશ વાપરવો દાંતના કુદરતી રક્ષણાત્મક પડ (એનામલ)ને નુકસાન પહોંચાડે છે. દાંત અને પેઢાને આજીવન મજબૂત અને સ્વસ્થ રાખવા માટે ટૂથબ્રશનો સાચો ઉપયોગ કરવો અત્યંત જરૂરી છે. આજે આપણે આ વિશે વિસ્તારથી વાત કરીશું...
ટૂથબ્રશનો ઉપયોગ કરવાની સાચી રીત:
45 ડિગ્રીનો ખૂણો: બ્રશ કરતી વખતે બ્રિસ્ટલ્સને પેઢા અને દાંતની સરહદ પર 45 ડિગ્રીના ખૂણે રાખો.
ગોળાકાર ગતિ (Circular Motion): દાંત પર આડા-અવળા જોરથી ઘસવાને બદલે હળવા હાથે ગોળાકાર ગતિમાં (Circular Motion) અને ઉપર-નીચે બ્રશ ફેરવો.
2 મિનિટનો નિયમ: બ્રશ કરવાનો આદર્શ સમય 2 મિનિટનો છે. વધુ પડતો સમય બ્રશ કરવાથી દાંતનું એનામલ ઘસાઈ જાય છે અને સેન્સિટિવિટી વધે છે.
જીભની સફાઈ: મોંમાંથી આવતી દુર્ગંધ અને બેક્ટેરિયા દૂર કરવા માટે બ્રશ કર્યા પછી જીભને ટંગ ક્લીનરથી સાફ કરવી અનિવાર્ય છે.
બ્રશ કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી મહત્વની બાબતો:
સોફ્ટ બ્રિસ્ટલ્સ પસંદ કરો: હંમેશા નરમ (Soft) અથવા અલ્ટ્રા-સોફ્ટ બ્રિસ્ટલ્સવાળા બ્રશનો જ ઉપયોગ કરવો જોઈએ. હાર્ડ બ્રિસ્ટલ્સ પેઢાને નુકસાન પહોંચાડે છે.
૩ મહિને બ્રશ બદલો: દર 3 મહિને અથવા બ્રશના વાળ વળી જાય ત્યારે તરત જ નવું બ્રશ લઈ લેવું જોઈએ.
રાત્રે બ્રશ કરવાની ટેવ: સવારના બ્રશ કરતાં પણ રાત્રે સૂતાં પહેલાં બ્રશ કરવું વધુ જરૂરી છે, કારણ કે રાત્રે મોંમાં બેક્ટેરિયા ઝડપથી વધે છે.