આજકાલ ઓફિસ કે પછી શાળાએ જતાં વિદ્યાર્થીઓ પણ ઘરનું તાજું, ફ્રેશ અને ટિફિન ગરમ રહે એ માટેની ટિફિન બેગ્સ લઈને ઓફિસ કે સ્કુલ જતાં હોય છે. ટિફિનમાં રહેલાં ફૂડને ગરમ રાખવા માટે વપરવામાં આવતી ઈન્સ્યુલેટેડ લંચ બેગ બહારથી ગમે તેટલી સાફ દેખાતી હોય, પરંતુ લાંબા સમયના વપરાશ બાદ તેની અંદર સૂક્ષ્મ બેક્ટેરિયા, ફંગસ અને તેલ-મસાલાના ડાઘ જમા થઈ જાય છે. આવી સ્થિતિમાં સૌથી મોટો સવાલ એ થાય છે કે આખરે રોજ વપરાતી આ ટિફિન બેગને ક્યારે બદલવી જોઈએ? ચાલો આ સવાલનો જવાબ મેળવીએ વીડિયો...
જોકે, હેલ્થ અને હાઈજીન એક્સપર્ટ્સ અનુસાર, જૂની અને યોગ્ય રીતે સાફ ન કરાયેલી લંચ બેગમાં રાખેલું ખાવાનું ઝડપથી બગડી શકે છે અને તેનાથી ફૂડ પોઈઝનિંગ, પેટમાં ઈન્ફેક્શન કે એલર્જી જેવી સમસ્યાઓ થઈ શકે છે.
લંચ બેગ ક્યારે બદલવી જોઈએ?
સૌથી પહેલો અને મહત્ત્વનો સવાલ એટલે કે લંચ બેગ ક્યારે બદલવી જોઈએ તો આ સવાલનો જવાબ છે કે નિયમિત ઉપયોગમાં લેવાતી ફેબ્રિક કે ઇન્સ્યુલેટેડ લંચ બેગને છ મહિનાથી એક વર્ષની અંદર બદલી નાખવી જોઈએ. આ ઉપરાંત જો બેગનું અંદરનું એલ્યુમિનિયમ ફોઇલ કે પ્લાસ્ટિકનું અસ્તર ફાટી ગયું હોય, તો તેમાં ખોરાક લાંબો સમય ગરમ કે સુરક્ષિત રહેતો નથી. ફાટેલી જગ્યામાં ખોરાકના કણો ફસાઈને ફૂગ (Mould) પેદા કરે છે.
દરરોજ ઉપયોગમાં લઈને લંચ બેગ ધોયા બાદ પણ જો તેમાંથી જૂના ખોરાક કે ભેજવાળી વાસ આવતી હોય, તો તેનો અર્થ એ છે કે બેક્ટેરિયા બેગના ફાઈબરમાં ઊંડે સુધી પહોંચી ચૂક્યા છે. આ સિવાય જો તમારા લંચ બેગની ચેઇન બરાબર બંધ ન થતી હોય ત્યારે બહારની હવા અને ધૂળ અંદર જવાથી ખોરાકની ગુણવત્તા બગડે છે એવી સ્થિતિમાં પણ લંચ બેગ બદલી નાખવી વધારે હિતાવહ છે.
લંચ બેગની નિયમિત સફાઈ અને સુરક્ષા ટિપ્સ:
લંચ બેગ ક્યારે બદલવી જોઈએ એ વિશે વાત કરી લીધા બાદ હવે આગળ વધીએ અને વાત કરીએ કે આખરે લંચ બેગની સફાઈ વખતે કઈ બાબતોનું ખાસ ધ્યાન રાખવું જોઈએ એની તો આ માટે તમારે અહીં જણાવવામાં આવેલા કેટલાક સિમ્પલ સ્ટેપ્સ ફોલો કરવા પડશે-
રોજિંદી સફાઈ: દરરોજ સાંજે લંચ બેગ ખાલી કરીને અંદરના ભાગને ભીના કપડા અથવા એન્ટીબેક્ટેરિયલ વાઇપ્સથી સાફ કરી ખુલ્લી હવામાં સૂકવવા દો.
અઠવાડિયે ડીપ ક્લીનિંગ: અઠવાડિયામાં એકવાર લંચ બેગને હૂંફાળા સાબુવાળા પાણીથી બ્રશ વડે સાફ કરો અને તડકામાં સંપૂર્ણપણે સૂકવો જેથી બેક્ટેરિયા નાશ પામે.
લિકપ્રૂફ ડબ્બાઓનો ઉપયોગ: દાળ, શાક કે ગ્રેવી ઢોળાય નહીં તે માટે હંમેશા સારી ક્વોલિટીના એરટાઈટ અને લિકપ્રૂફ ટિફિન બોક્સ વાપરો.